Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

  • India
  • March 6, 2026
  • 0 Comments

 Air Force: આસામના કાર્બી આંગલોંગમાં વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ થઈ જતા સર્જાયેલી દુર્ઘટનામાં વિમાનના બંને પાયલોટ શહીદ થયા હતા જેમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકરનો સમાવેશ થાય છે.

સુખોઈ-30 પ્લેન ક્રેશમાં શહીદ થયેલા સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકર માટે ભારતીય વાયુસેનાએ શોક વ્યક્ત કરી કહ્યું છે કે તે શોકસંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

આજે શુક્રવારે સવારે પર્વતીય વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો,વાયુસેનાએ અકસ્માતની તપાસ શરૂ કરી છે.આસામમાં તાલીમ પ્રશિક્ષણ દરમિયાન વાયુસેનાનું સુખોઈ-30 MKI ફાઇટર જેટ ક્રેશ થયું હતું. વિમાન કાર્બી આંગલોંગ જિલ્લાના પહાડી અને જંગલવાળા વિસ્તારમાં તૂટી પડ્યું હતું.

વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન નિયમિત તાલીમ મિશન પર હતું. ગુરુવારે સાંજે તેણે જોરહાટ એર બેઝથી ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યાના થોડા સમય બાદ લગભગ સાંજે 7.42 વાગ્યે વિમાનનો કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો અને અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયુ હતું ત્યારબાદ વાયુસેનાએ તાત્કાલિક શોધખોળ શરૂ કરતા મોડી રાત્રે વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.

વાયુસેનાની શોધ અને બચાવ ટીમે પોલીસ,વહીવટીતંત્ર અને સ્થાનિક ગ્રામજનોની મદદથી રાત્રે લગભગ 1 વાગ્યે ઘટનાસ્થળે પહોંચ્યા અને ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો હતો.આ સ્થળ જોરહાટ એરબેઝથી લગભગ 60 કિલોમીટર દૂર એક દૂરના વિસ્તારમાં આવેલું છે.

વાયુસેનાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ અકસ્માત કયા સંજોગોમાં થયો. તમને જણાવી દઈએ કે સુખોઈ-30 MKI ભારતીય વાયુસેનાનું એક શક્તિશાળી અને આધુનિક ફાઇટર એરક્રાફ્ટ છે. આ અકસ્માતને કારણે વાયુસેનાને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!
  • April 20, 2026

West Bengal: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનો માહોલ છે ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે ત્યારે ગુજરાતમાંથી…

Continue reading
Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!
  • April 18, 2026

Narendra Modi: હાલમાં દેશમાં આવી રહેલી ચુંટણીઓ દરમિયાન ભાજપ મહિલા અનામતનો મુદ્દો છેડીને વિપક્ષને વિલન ચિતરી તેનો ફાયદો મેળવી શકે છે,મતલબ જો બિલ પાસ થઈ જાય તો પણ ફાયદો અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ

  • April 20, 2026
  • 3 views
Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ

Iran War: ઈરાન હવે અમેરિકા સાથે કોઈપણ શાંતિ વાર્તામાં ભાગ નહિ લે! યુદ્ધ ફરી શરૂ થવાના અણસાર! મહા વિનાશ સર્જાશે

  • April 20, 2026
  • 7 views
Iran War: ઈરાન હવે અમેરિકા સાથે કોઈપણ શાંતિ વાર્તામાં ભાગ નહિ લે! યુદ્ધ ફરી શરૂ થવાના અણસાર! મહા વિનાશ સર્જાશે

Politics: દિનમે ભૈયા ઔર રાતમે સૈયા!! નારી શક્તિની વાતો તમને શોભા નથી દેતી!!જાણો મધુ કિશ્વરે મોદીજી માટે શું કહ્યું??

  • April 20, 2026
  • 30 views
Politics: દિનમે ભૈયા ઔર રાતમે સૈયા!! નારી શક્તિની વાતો તમને શોભા નથી દેતી!!જાણો મધુ કિશ્વરે મોદીજી માટે શું કહ્યું??

West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!

  • April 20, 2026
  • 14 views
West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!

Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!

  • April 20, 2026
  • 8 views
Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!

Fake Toll Collection: રાજ્યમાં નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકુ ઝડપાયું! લાખ્ખો રૂપિયા ઉઘરાવ્યા!

  • April 20, 2026
  • 14 views
Fake Toll Collection: રાજ્યમાં નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકુ ઝડપાયું! લાખ્ખો રૂપિયા ઉઘરાવ્યા!