
Ahmedabad: અમદાવાદના દાણીલીમડા પોલીસલાઇનમાં રવિવારે રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની, જેમાં પત્ની સંગીતાબેને સામાન્ય ઝઘડાને કારણે ગુસ્સામાં આવીને પોતાના પતિ મુકેશભાઈ પરમારના માથામાં ઘોડિયાનો પાયો મારીને તેમની હત્યા કરી નાખી. મુકેશભાઈ એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટના બાદ સંગીતાબેને પસ્તાવામાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે, “અમે ઘટનાસ્થળે પહોંચ્યા છીએ અને તપાસ શરૂ કરી છે. હાલ તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.” આ ઘટના ઘરના દરવાજા અંદરથી બંધ હોય તેવી સ્થિતિમાં બની હતી. આ દરમિયાન દંપતીનો ત્રણ વર્ષનો દીકરો આ ઘટનાનો સાક્ષી બન્યો હતો. ઘટના બાદ ડરી ગયેલા બાળકે દરવાજો ખોલીને પાડોશીઓને આ ઘટના અંગે જાણ કરી હતી. પાડોશીઓએ તાત્કાલિક પોલીસને બોલાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દંપતી વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો, જે હિંસક બની ગયો. મુકેશભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેઓ નીચે પડી ગયા હતા, અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી આઘાતમાં આવેલા સંગીતાબેને પછી આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને બાળકની સંભાળ લેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અન્ય મહિલા સાથે મૃતકનું અફેર નીકળ્યું
જાણવા મળી રહ્યું છે કે મૃતક પોલીસકર્મીના અન્ય મહિલા પોલીસકર્મી સાથે પ્રેમસંબંધો હતા. જેને લઈ પતિ પત્ની વચચ્ચે ઝઘડા થતાં હતા. મૃતક પોલીસ કોન્સ્ટેબલ મૂળ રાજકોટના જસદણનો વતની છે. તેનું અમદાવાદની એક પોલીસ કોન્સ્ટેબલ સાથે અફેર હોવાનું બહાર આવ્યું છે. મૃતક થોડા દિવસ પોતાની પત્ની સાથે રહેતો અને થોડા દિવસ અન્ય મહિલા પોલીસકર્મી સાથે રહેતો હતો. જેથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્નીએ પતિ પર હુમલો કર્યો. જેમાં પતિનું લોહી વહી જતાં મોત થઈ ગયુ. જે બાદ પત્નીએ પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો.
આ પણ વાંચો:
1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
Shibu Soren: ઝારખંડના પૂર્વ CM શિબુ સોરેનનું નિધન, લાંબા સમયથી બીમાર હતા