
અહેવાલ: દિલીપ પટેલ
Ahmedabad: આમ તો મીડિયાએ લોકશાહીની ચોથી જાગીર કહેવાય છે પરંતુ કેટલાક પત્રકારોએ તેને ખંડણી ઉઘરાવવાનું શસ્ત્ર બનાવી દીધું છે. તાતેજતરમા ગુજરાતના જાણીતા મીડિયા હાઉસના પત્રકાર લાંચ લેતા પકડાયા હતા તેમણે LCB માં ફરિયાદ આપીને તેના નિકાલ માટે લાંચ માંગી હતી ત્યારે આ જ મીડિયા હાઉસના વધુ એક પત્રકાર લાંચ લેતા પકડાયા છે. આ પત્રકારે અમદાવાદના જ્વેલર પાસેથી પત્રકારે રૂ. 10 લાખ માંગ્યાનો આરોપ લાગતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના મીડિયા જગતને કલંકિત કરે એવો કિસ્સો
અમદાવાદના મીડિયા જગતને કલંકિત કરે એવો બ્લેકમેઈલિંગ કિસ્સો બહાર આવ્યો છે. દિવ્યભાસ્કરની ગુજરાતી ડિજિટલ ન્યૂઝ વેબસાઇટના પત્રકાર દિર્ધાયુ વ્યાસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રૂ.10 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાઈ છે. દિવ્યભાસ્કરની વેબસાઈટના પત્રકાર સામે 3 ઓક્ટોબર 2025માં ફરિયાદ કરવા માટે પોલીસે સચિવાલયની મંજૂરી લીધી હતી.
જોખમી અને સંશોધનાત્મક પત્રકારત્વ કર્યું
એમનું પત્રકારત્વ જોખમી અને સંશોધનાત્મક રહ્યું છે. તેમણે અનેક સત્તાધિશોને નારાજ કરતાં અહેવાલ આપ્યા છે. ડીસા આગ કાંડમાં 18 લોકોના મોત થયા ત્યારે સત્તામાં બેઠેલા લોકોએ તેને દબાવી દેવા માટે કેવા કારનામાં કર્યા તે બહાર લાવવામાં સફળતા મળી હતી. દીર્ધાયુને તેની સંસ્થા દ્વારા શ્રેષ્ઠ સંશોધન અહેવાલ બદલ 3 પુરસ્કારો મળ્યા હતા.આમ તેમની સ્ટોરી સત્તાધિશોને પરેશાન કરતી હતી. તેમના કેટલાક અહેવાલોના વિષયો અહીં આપવામાં આવ્યા છે.
GSTના દરોડા અને બદનામી કરવાની આપી ધમકી
અનેક સમાચાર માધ્યમોમાં કામ કરી ચૂકેલા પત્રકાર દીર્ધાયુ વ્યાસ પર આરોપ છે કે તેમણે જ્વેલર્સના એક ગ્રુપ પાસેથી તેમની સામે ચાલી રહેલી પોલીસ તપાસ ‘પતાવવા’ના નામે રૂ.10 લાખની માંગણી કરી હતી, અને બાદમાં વધુ પૈસા ન આપવા બદલ GSTના દરોડા અને બદનામી કરવાની ધમકી આપી હતી.
જ્વેલરે નોંધાવી પોલીસ ફરિયાદ
મણિનગરના રહેવાસી અને રતનપોળ સ્થિત સહજાનંદ કોમ્પ્લેક્સમાં સોનાના દાગીનાનો વર્કશોપ ચલાવતા જ્વેલર પરેશ નગીનદાસ સોની (ઉં. 49) એ ગુરુવારે ફરિયાદ નોંધાવી છે. સોની અને તેમના ભાગીદારો કમલેશ ઉર્ફે કમલ કેશવજી જાદવ અને ગુલઝારભાઈએ દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો જે અન્ય વેપારીઓ સાથેના વિવાદમાં ફેરવાયો હતો. આ મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સુધી પહોંચ્યો હતો, જ્યાં ભાગીદારોને પ્રાથમિક પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
વચેટિયો વકીલ
30 સપ્ટેમ્બરના રોજ સોની અને તેમના ભાગીદારો વકીલને તેની ઓફિસે મળ્યા હતા. વકીલ ઇલ્યાસ પઠાણે કહ્યું હતું કે આ મામલો ‘સંવેદનશીલ’ છે અને તેને ક્રાઇમ બ્રાન્ચમાં કાળજીપૂર્વક હેન્ડલ કરવો પડશે. તેમણે કથિત રીતે સંકેત આપ્યો હતો કે આ મુદ્દો ઉકેલવા માટે એક પત્રકાર સહિતના લોકોને ચૂકવણી કરવી પડશે.
વકીલે કહ્યું કે, ગુજરાતી ડિજિટલ ન્યૂઝ વેબસાઇટના પત્રકાર દિર્ધાયુ વ્યાસ આ મામલો સંભાળી રહ્યા છે. જો અમે તાત્કાલિક રૂ.10 લાખ રોકડા નહીં આપીએ, તો ક્રાઇમ બ્રાન્ચમાં અમારી અરજીનો નિકાલ થશે નહીં.
વકીલની વાત પર વિશ્વાસ રાખીને જ્વેલર્સે રૂ.10 લાખ રોકડા આપી દીધા હોવાનો દાવો કર્યો છે. જોકે, દિવસો વીતવા છતાં પોલીસ તપાસ ચાલુ રહેતા તેમણે વકીલ અને પત્રકાર પાસે જવાબ માંગ્યો.જવાબને બદલે ધમકી મળી હતી. દિર્ધાયુ વ્યાસે સોનીને ફરીથી ફોન ન કરવાની ધમકી આપી હતી.
પત્રકારે કહ્યું કે, સેકન્ડ-રેટ સોનાનો ધંધો કરો છો. તમારા વર્કશોપ પર GSTના દરોડા પડાવશે. તેમણે મીડિયામાં બદનામ કરવાની અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાઠ ભણાવવાની ધમકી આપી.
ક્રાઇમ બ્રાન્ચની તપાસ
પત્રકાર દિર્ધાયુ વ્યાસ સામે ખંડણી, છેતરપિંડી અને ગુનાહિત ધમકીની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. જ્વેલર્સે પોલીસ સુરક્ષાના ખોટા વચનો આપીને છેતરવામાં આવ્યા હોવાનો અને પછી મીડિયામાં બદનામીની ધમકી આપીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂક્યો છે.
પોલીસ મની ટ્રેઇલ અને વચેટિયાઓની કથિત ભૂમિકા ચકાસી રહી છે. સંડોવાયેલા લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવી જ ફરિયાદોની તપાસ થશે. આરોપીઓની મિલકતો કેટલી છે તે કયા માર્ગે મેળવવામાં આવી છે તેની તપાસ થશે.
(નોંધઃ મુખ્ય ધારાના પત્રકારો ધવલ પટેલ, મહેશ લાંગા પછી આ ત્રીજા પત્રકાર છે, જેમની સામે ભાજપની વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલની સરકારમાં ગુના નોંધાયા છે. મહેશ લાંગા હજુ જેલમાં છે. મહેશ લાંગા પણ ભાજપના પોલ ખોલતા અહેવાલો આવતા રહ્યા હતા. આ ત્રણ પત્રકારો સસ્તાને સતત પડકારતાં રહ્યાં છે.)
તો પ્રશ્ન એ સામે આવે છે, ખરેખર આ ફરિયાદ સાચી છે કે, તેમના સંશોધાત્મક અહેવાલોથી સરમુખત્યારો પરેશાન હતા તે કારણ છે? તેમણે ગુનો કર્યો છે કે કેમ, તે સાબિત અદાલતમાં થશે. જોકે દીર્ધાયું અગાઉ વિવાદમાં આવ્યા હતા. તેમનો બચાવ કરવા નહીં પણ બન્ને પાસા બતાવવાનો અહીં પ્રયાસ છે.
પુરસ્કાર
તપાસ અહેવાલ માટે દૈનિક ભાસ્કર દ્વારા દીર્ધાયુને 3 વખત સન્માનિત કરવામાં આવ્યા હતા. હકીકતો, ડેટા અને જમીન પર પત્રકારત્વ દ્વારા સત્તા સમક્ષ સત્ય લખવાનો એ મુખ્ય ભાગ હતો.ત્યારે દીર્ધાયુએ લખ્યું હતું કે, મારું માનવું છે કે પત્રકારત્વે ફક્ત સમાચારો જ નહીં, પણ સમાચારોને પણ પડકાર આપવો જોઈએ.
પત્રકારત્વ હંમેશા મારો શોખ રહ્યો છે, અને એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મારા રિપોર્ટિંગ માટે દૈનિક ભાસ્કર તરફથી એવોર્ડ મેળવીને હું સન્માનિત અનુભવું છું. આભારી છું, કારણ કે થોડા મહિનામાં આ મારો ત્રીજો એવોર્ડ છે. દરેક માન્યતા મને યાદ અપાવે છે કે હું જે કરું છું તે શા માટે કરું છું.
સંશોધાત્મક અહેવાલ
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન તરીકે IAS, IPSની કરમકુંડળી, કોઈનો વિદેશમાં મોલ, કોઈની કરોડોની જમીન, ક્રિપ્ટોથી કન્સ્ટ્રક્શન સુધી કાળી કમાણી, પુરાવા છતાં સરકારે 48 ભ્રષ્ટ અધિકારીઓ સામે તપાસ રોકી, પાવરફુલ લોકોના પગ ધ્રૂજાવે એવો ઘટસફ્ટોટ 12 ફેબ્રુઆરીએ દીર્ધાયુએ કર્યો હતો.
દિવ્ય ભાસ્કર સ્ટિંગ પર મારી તાજેતરની તપાસ વાર્તા પછી સરકાર તંત્રની બેદરકારી સામે સફાળી જાગી. જો અધિકારીઓ ફરિયાદ નહીં લે તો સરકાર તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપશે તેવી ચીમકી આપી હતી. ગુજરાત સરકાર લેખિતમાં કહ્યું હતું કે, તમામ એફઆઈઆર દ્વારા નોંધો, નોંધ તો નોંધો કાર્યવાહી કરો.
જેલ સુરક્ષા જોખમમાં
યુવક જેલમાં ગયો ને 24 કલાકમાં જ જેલરનાં નામે પરિવારને આવ્યો ફોન, રૂપિયા માગી સાબરમતી જેલમાં જલસાની ઓફર, ગુજરાતની સૌથી મોટી જેલની સુરક્ષા શંકાના ઘેરામાં, જુઓ, જેલ કે જલસાઘર? ગુરુવારે સવારે 6 વાગ્યાથી માત્ર દિવ્ય ભાસ્કર એપ પર
ડીસા ફટાકડા કાંડ
‘આપણી વિચારધારાનો માણસ છે, રિપોર્ટ પોઝિટિવ આપજો’ : એક મહિના સુધી ડીસાના ગોડાઉનનો નેગેટિવ રિપોર્ટ દબાવી રાખ્યો, મોટા ગજાના નેતાની ભલામણ બની 22 નિર્દોષોના મોતનું કારણ, ફટાકડાના ગોડાઉનમાં ચાર-ચાર રાજકારણીઓેને કેમ રસ પડ્યો? ભાસ્કર પાસે અગ્નિકાંડનો બોલતો પુરાવો, જુઓ ‘ફૂટેલી સિસ્ટમ’, 17 એપ્રિલ
બ્લેકમેઇલિંગ
પહેલાં બોડી બિલ્ડિંગનું મોટિવેશન, પછી વીડિયો બતાવી બ્લેકમેઇલિંગ; ગુજરાતના મોટા શહેરોમાં ફિટનેસના નામે દવા-ઇન્જેક્શનનો ધીકતો ધંધો, જિમ ટ્રેનર બન્યાં જીવલેણ દવાના પેડલર, કેવી રીતે શોધે છે ટાર્ગેટ? કઈ રીતે ચારથી વધુ રાજ્યોમાં ફેલાયું નેટવર્ક?
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા









