Ahmedabad News: અમદાવાદમાં પિતાએ પુત્રની હત્યા કરી, પિતાની ધરપકડ, વાંચો સમગ્ર ઘટના

  • Gujarat
  • February 5, 2025
  • 0 Comments

Ahmedabad Crime News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ખુદ પિતાએ જ 10 વર્ષિય પુત્રની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. હાલ આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે.  પિતાએ જ બાળકની સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દેતા મોત થયું છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના બાપુનગરમાં નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના 10 વર્ષિય બાળકને મોતના મુખમાં ધકેલી દીધો છે. ઓમન નામના બાળકને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી છે.

પ્રાથમિક તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા કરી નાખવામાં આવી છે. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પત્ની મહેસાણા ગઈ ત્યારે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ India vs England ODI Match: ક્રિકેટ મેચની ટિકીટ ખરીદતી વખતે નાસભાગ, લોકો ગંભીર ઈજાગ્રસ્ત, વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ

આરોપી પિતા પોલીસ મથકે હાજર થઈ ગયો

આ ઘટના અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, મારા ભાઈએ મને જણાવ્યું હતું કે મારી પત્ની મહેસાણા ગઈ હતી. ઘરે હું માતા-પિતા અને પુત્ર-પુત્રી સાથે હાજર હતો. તે સમયે મને મારા બાળકો સાથે મરી જવાનો વિચાર આવતાં સવારના આશરે સાડા નવેક વાગ્યે મે પુત્ર અને પુત્રીને ઉલ્ટી ન થાય તેવી દવા પીવડાવી હતી.

પુત્રને ઉલટી થતાં પિતા ગભરાઈ ગયો

બાદમાં એક ગ્લાસમાં આશરે 30 ગ્રામ જેટલો સોડીયમ નાઈટ્રાઈટ નાંખી મારા દિકરાને પીવડાવ્યું હતું. થોડીવાર બાદ તેને પેટમાં દુખાવો થવા લાગ્યો હતો અને ઉલટી થવા લાગી હતી. જે જોઈ હું ગભરાઈ ગયો હતો અને ઘરેથી ભાગી ગયા બાદ પોલીસ સ્ટેશન આવ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી હતી. હાલ આ ઘટના અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Rajkot News: ઉપલેટામાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ, ઉમેદવારી પાછી ખેંચવા ભાજપનું દબાણ, પોલીસનો ઉપયોગ, ભાજપે આપ્યો જવાબ

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 5 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 8 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 10 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!