અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને વ્હારે આવ્યા નીતિન પટેલ; કહ્યું- તેઓ ક્રિમિનલ નથી

  • Gujarat
  • February 5, 2025
  • 0 Comments
  • અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને વ્હારે આવ્યા નીતિન પટેલ; કહ્યું- તેઓ ગુનેગાર નથી

અમેરિકાનું પ્રમુખ પદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવાનું કામ શરૂ કર્યું છે. આ હેઠળ આજે 33 ગુજરાતી સહિત 205 ભારતીયોને લઈને એક વિમાન અમૃતસર પહોંચ્યું હતું. અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોમાં 33 ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાના છે.

આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ‘અમેરિકાથી પાછા આવે તેઓ કોઈ ગુનેગાર નહીં પણ આપણાં ગુજરાતી છે.’

તેઓ આપણા ભાઈઓ છે કોઈ ગુનેગારો નથી

અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતીઓના પરત ફરવા અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘આપણા ગુજરાતીઓ અમેરિકા પોતાની રીતે ગયા છે, ત્યા તેઓ શાંતિથી કામ કરે છે. અમેરિકાના કાયદાને માન આપીને કામ કરે છે. પરંતુ અત્યારે તેમને અમેરિકન સરકારે થોડી મંજૂરીઓ નહીં હોવાના કારણે પરત મોકલ્યા છે, તે મારી દ્રષ્ટિએ સહાનુભૂતિથી વિચારવા જેવું છે. મારી બધાને વિનંતી છે આવા લોકો પાછા આવે ત્યારે તેમને કોઈ ગુનેગાર તરીકે નહીં પણ આપણા ગુજરાતીઓ છે, આપણા ભાઈઓ છે, આપણી દીકરીઓ છે, પરદેશમાં કમાવવા ગયા હતા.’

આ પણ વાંચો- અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો પહોંચ્યો પાતાળ લોકમાં; 25 પૈસા ઘટીને 87.37 પર

નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘આખી દુનિયામાં ભારતીય સદીઓથી પહોંચેલા છે. ગુજરાતીઓએ વિદેશમાં વર્ષોથી વસી મહેનત કરી અબજો રૂપિયા જે કમાયા તે ભારત કે ગુજરાતમાં પરત મોકલ્યા છે. તેમણે આપણા ગામો અને વિસ્તારોને ખૂબ મદદ કરી છે. એમના કારણે ગુજરાતની પ્રગતિ પણ ઘણી થઈ છે. મારી બધાને વિનંતી છે કે આરોપી તરીકે ન જોવા જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ 27મી જાન્યુઆરી 2025ના રોજ ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં અમેરિકામાં ગેરકાયદે રહેતાં ભારતીયોને પરત વતન બોલાવવા નિર્ણય ભારતે લીધો હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજ મુજબ, અમેરિકામાં આશરે 18000 ભારતીયો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. જેમને ભારત મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાં વિવિધ દેશોના આશરે 7.25 લાખથી વધુ લોકો ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે.

આ પણ વાંચો- સોનાના ભાવમાં રૂપિયા 1500 રૂપિયાનો ધરખમ વધારો; 87300ની રેકોર્ડ ટોચે

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 2 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 4 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 8 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 6 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 10 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 11 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?