
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલમાં ચોથા માળે આવેલી ઈન્ટિરિયર ડિઝાઈનની ઓફિસમાં આજે બપોરે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ફાયર એલાર્મ વાગવા લાગ્યું હતું. જેથી મોલમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે મોલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ દિલ્હી BJPને ઝટકો, મંદિરના આટલા પૂજારીઓ AAPમાં જોડાઈ ગયા