
ગૃહમંત્રી અમિત ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં આજે અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા છે. જ્યાં આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મૂક્યો છે. દરમિયાન તેમણે કુંભ મેળાનો ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહ બાદ હવે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
અમદાવાદના કાર્યક્રમો વચ્ચે બપોરે શાહ સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે બાદ ફરી અમિત શાહ અમદાવાદ આવશે.
મેળાના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા અમિત શાહે કહ્યું કે દિલ્હીના કેટલાક ભાગોમાં કોઈને હિન્દુ કહેવું મુશ્કેલ હતું પરંતુ આજે દરેક વ્યક્તિ ગર્વથી કહે છે. શાહે કહ્યું કે મેં મારા જીવનમાં 9 કુંભમાં હાજરી આપી છે. મેં અર્ધ કુંભ જોયો છે, પણ હું 27મી તારીખે મહાકુંભમાં પણ જવાનો છું. તમારે બધાએ પવિત્ર બનવા માટે પણ જવું જોઈએ.
આ પણ વાંચોઃ સુરતની ઘટના બાદ અમદાવાદ DEOએ જાહેર કર્યો પત્ર, ફી બાકી હોય તો વિદ્યાર્થીઓને બહાર ન કાઢી શકાય