Ahmedabad Heritage: અમદાવાદનું પોળ કલ્ચર;વૈશ્વિક ઓળખ સમી 5500મી હેરિટેજ વોક પૂર્ણ થઈ!

  • Gujarat
  • December 5, 2025
  • 0 Comments

{સંકલન:દિલીપ પટેલ}

Ahmedabad Heritage: હેરિટીઝ સીટીનો દરજ્જો પામેલા અમદાવાદનો જન્મ 1411ની સાલમાં થયો હતો,તેનો સમૃદ્ધ વારસો આજેપણ જાળવી રાખવામાં આવ્યો છે.

આપણા હેરિટેજની વૈશ્વિક ઓળખ એટલે અમદાવાદનું પોળ કલ્ચર – હેરિટેજ વોક અત્યાર સુધીમાં 5500થી વધુ હેરિટેજ વોક થઈ છે,જે શહેરના સ્થાપત્ય, કલા, ધાર્મિક સ્થાન અને પોળોની જીવંત પરંપરા અંગે વિશેષ માહિતી આપે છે,હેરિટેજ વોક મૉર્નિંગ તથા નાઈટ બન્ને રીતે થાય છે.

2016માં શરૂ થયેલી હેરિટેજ માર્ગમાં પોળ, હેરિટેજ સ્થાપત્યો, હેરિટેજ ફૂડ, હેરિટેજ હવેલીઓ અને પવિત્ર ઐતિહાસિક જિનાલયો, મંદિરો, મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષર ટ્રાવેલ ગુ્રપ દ્વારા ‘હેરિટેજ વોક અમદાવાદની શરૂઆત કરાઇ હતી. જેમાં બે વર્ષમાં જ 60 હજાર લોકો જોડાયા હતા. જેના માટે ફી ચૂકવવી પડે છે,હેરિટેજ વોકમાં 20 સ્થળનો સમાવેશ થાય છે.

■અન્ય વોક

મીટ મી એટ ખાડિયાની શરૂઆત આશિષ મહેતા દ્વારા 2015માં કરાઇ હતી, જેમાં લોકો સાથે મળીને અમદાવાદની પોળની ફોટોગ્રાફી થતી. ફૂડ વોક પણ છે. અમદાવાદની વિવિધ જગ્યાઓએ લઈ જવામાં આવે છે. ટી પાર્ટી દ્વારા હેરિટેજ ચર્ચા કરાય છે. અમદાવાદની પોળમાં 5 હજાર ઘર અને જાહેર મંદિરો હતા.
115 પ્રાચીન જિનાલયો આવેલા છે. જેના માટે અલગ વોક ખાનગી લોકો દ્વારા કરાવાય છે,શહેરના કોટ વિસ્તારમાં આવેલા હેરિટેજ ઘરોના રિપેરિંગ રિસ્ટોરેશન અને ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી અને હેરિટેજ વિભાગ છે.
અમદાવાદમાં વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરના હેરીટેજનું બ્રાન્ડિંગ થશે. ટુરિઝમ ગેટવે બનાવાશે.
જૂનું અમદાવાદ યુરોપ જેવું બનાવવાની જાહેરાત કરાઈ છે. હેરિટેજ વોકની ગલીઓ યુરોપ સ્ટ્રીટની જેમ બનાવાશે. તમામ બિલ્ડિંગો એક જ રંગથી રંગાશે.

હેરિટેજ વોક વર્ષના 365 દિવસ ચાલુ રહે છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી લઈને જામા મસ્જિદ સુધી ચાલતા આ વૉક રૂટને હવે વધુ સુંદર અને સંગઠિત બનાવવા વોકવે અપગ્રેડની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ પર આવેલી દુકાનો ફસાડને પણ એકસમાન ડિઝાઇનમાં રિસ્ટોરેશન કરીને સમગ્ર રૂટને એકરૂપ આધુનિક અને પરંપરાગત રૂપ આપવાનું આયોજન કર્યું છે.

હૉસ્પિટલ્સ, સ્કૂલ, જાહેર સંસ્થાઓ, વોલ આર્ટ પ્રોજેક્ટ તથા ખાનગી હવેલીઓમાં પણ રેસ્ટોરેશનનું કામ થાય છે.
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક મોબિલિટી પ્લાન બનાવવામાં આવશે.

ભદ્રનો કિલ્લો, વોલ સિટીમાં ફરતે દીવાલ, દરવાજા, મસ્જિદો, મકબરાઓ, તેમજ હિન્દુ મંદિરો અને જૈન મંદિરો પણ આવેલાં છે. શહેરના ઢાંચામાં સુરક્ષિત ગીચતામાં પરંપરાગત મકાનો અને પોળો પણ આવેલી છે તથા નાની હવેલીઓ પણ છે.

■શું છે વોકમાં

અમદાવાદની ધરોહરની કેડી એટલે અમદાવાદની ‘હેરિટેજ વોક’,પોળો, જૂનાં મકાનો, સુંદર બારીના ઝરોખા વાળાં મકાનો, ભૂગર્ભ ગટર, ચોમાસાનું પાણી પીવા અને વાપરવા માટે પાણીના વિશાળ ટાંકા છે. ડોડીયાની હવેલી આકર્ષક છે. મોટી બારીના મકાનો.

■ચબુતરા

ચબૂતરા છે. પક્ષીઓ માટે સુરક્ષિત રહેવા નાના ગોખલા છે.

■રહસ્યમય રસ્તા

શહેર પર આક્રમણ થાય તો પોળમાં સિક્રેટ રસ્તા છે. એક પોળમાંથી બીજી પોળમાં જવાના માર્ગો,પોળમાં મોટાભાગે નાના-મોટા વ્યાપારીઓ રહેતા હતા.

■વિદેશી કલા

પોળોનાં મોટાભાગના મકાન બર્માના ટકાઉ લાકડાંથી બનાવેલાં છે.
વિદેશ જતા વ્યાપારીઓ પોતાના ઘરે સજાવટ માટે ચીજો લાવતા. અહીં બનાવડાવી. તેથી પોળમાં વિવિધ પ્રકારની શૈલીનાં મકાનો છે.મરાઠા,ઇન્ડો-યુરોપિયન શૈલી, બ્રિટિશ કોલોનિયલ શૈલી, ચાઈના, પર્શિયન શૈલીનાં મકાન એક જ ગલીમાં જોવા મળે છે.

■પાણીના ટાંકા

વરસાદી જળ સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે. તાંબાની મોટી પાઈપ મારફતે વિશાલ હોજમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉતરવા માટે પગથિયાં પણ બનાવવામાં આવ્યા છે. પાણી વર્ષો સુધી બગડતું નથી.

■હવેલી

હરકુંવર શેઠાણીની 60 ખંડોની હવેલી ઇન્ડો-ચાઈનીઝ આર્કિટેક્ચરની છે. હવેલી વચ્ચે 600 વર્ષ પહેલાં સાબરમતી નદીની એક નાનકડી શાખા માણેક નદી વહેતી હતી.

■વેપારી શહેર

યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની જર્જરિત કચેરી છે. પોળોમાં મોટાભાગે વ્યાપારીઓ અને કારીગરો રહેતા હતા.

■ધંધો અને ઘર

ઉપર મકાન નીચે દુકાન. વર્ક ફ્રોમ હોમ પહેલાંથી જ ચાલતું આવ્યું છે. પરિવારના તમામ સભ્યો કામમાં મદદ કરી શકે છે અને વ્યાપારમાં રહેતા હતા.

■મુહૂર્ત પોળ

અમદાવાદની સૌથી જૂની અને પ્રથમ પોળ એટલે મુહૂર્ત પોળ છે. અહીં અમદાવાદ સ્ટોક એક્સચેન્જ છે, જે બ્રિટિશ આર્કિટેક્ચરનું 1894માં બાંધવામાં આવ્યું હતું. લોગો તરીકે સ્વસ્તિકનું પ્રતિક રાખવામાં આવ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બાદ અમદાવાદ સ્ટોક એક્સચેન્જ ભારતનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે.

■માણેકચોક

માણેકચોક દિવસે અહીં સોની બજાર જ્યારે રાત્રે ફૂડ બજાર શરૂ થાય છે. ચોવીસ કલાક ખુલ્લો જ રહે છે. માણેકનાથનું મંદિર છે. માણેકચોકમાં મુહૂર્ત પોળ, બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો આવેલો છે.

■વેપાર

પોળોના ઘણા હેરિટેજ મકાનોમાં હવે હોમસ્ટે બનાવાયા છે.

■ધર્મ સ્થાનો

કાલા રામજી મંદિર છે,દેરાસરની 32 પ્રતિમા રતિકર પર્વતના લાલ આરસ, 16 પ્રતિમા દધિ મુખ પર્વતના લાલ આરસ અને નંદીશ્વર દ્વીપના અજયગીરી પર્વતના શ્યામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે અષ્ટપદજીનું આરસનું દેરાસર છે,હિંદુ અને જૈન સ્થાપત્ય શૈલીના સમન્વયથી દેરાસર છે,નૃત્ય કરતી અને વાજિંત્રો વગાડતી માનવીય આકૃતિ, પ્રાણી, ફૂલવેલનાં શિલ્પ અને પ્રતિમાઓ છે.

મંદિરથી શરૂ થયેલી હેરિટેજ વોકનો અંતિમ પડાવ એટલે જામી મસ્જિદ પીળા પથ્થરોથી નિર્મિત જામી મસ્જિદ ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મસ્જિદની નિર્માણ બાદશાહ અહમદશાહ પ્રથમ દ્વારા કરાવવામાં આવ્યું હતું જે અરેબિક કેલિગ્રાફી છે,મસ્જિદમાં હિંદુ અને જૈન શૈલીની અસર જોવા મળે છે, જે ભારતમાં ચાંપાનેર અને અમદાવાદમાં જ જોવા મળે છે. નમાજ માટે બેગમોની અલગ બેસવાની વ્યવસ્થા છે,યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો હતો.અમદાવાદ ‘પૂર્વનું વેનિસ’ અને ‘ઈસ્ટનું મેનચેસ્ટર’ તરીકે એક સમયે ઓળખાતું હતું. યુનેસ્કોની યાદીમાં ધોળાવીરા, રાણકી વાવ, ચાંપાનેર અને અમદાવાદ — ગુજરાતના સાંસ્કૃતિક સમૃદ્ધિના પ્રતીક છે.

ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહ અસ્તિત્વ ધરાવતું શહેર માનીને આ દેશોએ સર્વસંમતિથી અમદાવાદ પર પસંદગી ઉતારી હતી.અમદાવાદના નોમિનેશનને તુર્કી, લેબનન, ટ્યુનિશિયા, પોર્ટુગલ, પેરુ, કઝાકિસ્તાન, વિયેતનામ, ફિનલેન્ડ, અઝરબૈજાન, જમૈકા, ક્રોએશિયા, પોલેન્ડ, ઝિમ્બાબ્વે, તાન્ઝાનિયા, સાઉથ કોરિયા, એંગોલા અને ક્યૂબા સહિત 20 દેશોનું સમર્થન મળ્યું હતું.

1984માં ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે પ્રથમ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાળુપુર સ્વામિનારાયણ મંદિરથી હેરિટેજ વોક શરૂ કરવામાં આવી હતી. હેરીટેજ સેલ પણ સ્થાપવામાં આવ્યો હતો. 2011માં 31મી માર્ચે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ શહેરોની અસ્થાયી યાદીમાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો. સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર રવીન્દ્ર વસાવડા દ્વારા અમદાવાદ ડોઝિયરની તૈયારી શરૂ કરવામાં આવી.

અમદાવાદ તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પ્રો. વસાવડા દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયરનો ડ્રાફ્ટ યુનેસ્કોમાંથી એક વાર પરત મોકલવામાં આવી હતી.

અમદાવાદની સાથે હરીફાઈમાં બીજા 26 સાંસ્કૃતિક શહેરો હતા. ભારતમાંથી દિલ્હી, ઓરિસ્સા યાદીમાં હતા.અમદાવાદ શહેર પેરિસ, કેરો, એડિનબર્ગ જેવા શહેરોની ક્લબમાં છે. વિશ્વમાં 287 વર્લ્ડ હેરિટેજ સિટી છે. જેમાં ભારતીય ઉપખંડના નેપાળના ભક્તપુર અને શ્રીલંકાના ગાલે શહેર છે.

■તૂટતો વારસો કોઈ કાર્યવાહી નહિ

ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં સૌથી વધુ હેરિટેજ હવેલીઓ છે. જેમાંથી કેટલીક હવેલીઓ તૂટીને હવે તેની જગ્યાએ મકાનો અને કૉમ્પ્લેક્સ બની ગયાં છે ,કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.કોટ વિસ્તારમાં 2692 હેરિટેજ લિસ્ટેડ મકાનો આવેલા છે.

એફએસઆઈનો લાભ 94 જેટલા કેસમાં 13,000 થી પણ વધુ ચોરસ મીટર જેટલો ટીડીઆર હેરિટેજ મકાનોના માલિકોને આપવામાં આવેલો છે. ગુજરાત સરકારે વર્ષ 2014માં બનાવેલા જીડીસીઆર 2014માં હેરિટેજ મકાનોના કન્ઝર્વેશન માટે હેરિટેજ મકાન માલિકોને TDR ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ આપવાની જોગવાઈ કરી હતી. હેરિટેજ વિભાગ દ્વારા આ સ્કીમ 2015માં શરૂ કરવામાં આવી હતી.

આ સ્કીમ હેઠળ હેરિટેજ મકાન માલિકે પોતાના મકાનના સમારકામ કરાવે છે તો તેને જે ખર્ચ થાય છે તેના બદલામાં તેમને ટીડીઆર સર્ટિફિકેટ આપવામાં આવે છે.2015થી અત્યાર સુધીમાં 94 મકાન માલિકોને તેમના મકાનના સમારકામ કરાવવા બદલ ટીડીઆર આપવામાં આવ્યા છે.ટીડીઆરનો શાબ્દિક અર્થ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ થાય છે.

હેરિટેજ મકાનોની જાળવણીના સંદર્ભમાં જોઇએ તો તેનો ઉપયોગ ઐતિહાસિક ઇમારતો બતાવવામાં થાય છે. આ પ્રક્રિયામાં માલિકોને તેમની જમીનના ડૅવલપમેન્ટ રાઇટ્સને અન્ય લોકેશન પર ટ્રાન્સફર કરવાની સગવડ આપવામાં આવે છે.હેરિટેજ મકાનના માલિક તેમના ઘરનું રિસ્ટોરેશન કરાવે તેના બદલામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમને ટીડીઆર આપે છે.

2692 મકાનો માંથી 44 મકાનો પડી ગયા અથવા ગેરકાયદે બનાવવામાં આવ્યા તેને પાડી દેવામાં આવ્યા હતા.

હેરિટેજના 28 મોન્યુમેન્ટ છે, જેનું રિસ્ટોરેશન વૈજ્ઞાનિક અભિગમથી કરવું પડે તેમ છે,થવું જોઇએ,આ મૉન્યુમૅન્ટ્સને પર્યાવરણને કારણે કે અન્ય કોઈપણ કારણથી નુકસાન ન પહોંચે તેનું હેરિટેજનો દરજ્જો મળ્યા બાદ દર વર્ષે તે અંગે રિવ્યૂ પણ કરવામાં આવે છે. ઍન્ડેન્જર લિસ્ટમાં મૂકી શકાય છે.પ્રતિવર્ષ આઈકોમોસ સંસ્થા દ્વારા આવા શહેરમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. આ સુધારા અંગે યુનેસ્કોની વાર્ષિક બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે.

હેરિટેજ સ્ટ્રક્ચરમાં 4 ગ્રેડ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ સ્ટ્રક્ટરની બહાર તેનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે જેમાં જે તે સ્ટ્રક્ટરનો ગ્રેડ પણ લખવામાં આવ્યો છે.કોટ વિસ્તારના શહેરમાં ખૂબ જ ટ્રાફિક થાય છે. આથી, પર્યટકો આકર્ષાતા નથી. જવા અને આવવા માટે રિક્ષા કે ટૅક્સી પણ સરળતાથી મળતા નથી.

શહેર પરની સત્તા
સાબરમતી નદીના પૂર્વ કિનારે આશાપલ્લી કે આશાવલ નગર હતું. જે પછીથી અમદાવાદના નામે ઓળખાયું.

આશાવલ નગરીમાં વર્ષો જૂના સૂર્ય, શક્તિ અને વિષ્ણુના શિલ્પો મળ્યા હતા. આશાવલ નગરી પરના આશા ભીલ પર વિજય મેળવીને 11મી સદીના અંતમાં પાટણના ચાલુક્ય રાજાઓએ વિજય મેળવી તેનું નામ કર્ણાવતી કર્યું હોવાનો લશ્કરી ઈતિહાસ છે.

યુરોપીય પ્રવાસી ટોમસ રો એ પણ અમદાવાદની મુલાકાત લઈને તેને પૂર્વના વેનિસ તરીકે ઓળખાયું હતુ. 1525ના સમયમાં અમદાવાદની જાહોજહાલી હતી. અમદાવાદમાં મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજોએ શહેરને પોતાની રીતે વિકસાવ્યું હતું.1818ના વર્ષમાં મરાઠા સત્તામાં ગેર વહીવટ થતાં અંગ્રેજ કંપની સરકારના હસ્તે શહેર ગયું હતું.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ