
અમદાવાદમાં શાળાઓમાં વધુ ફી લેવાતી હોવાની બૂમો ઉઠી હતી. જેથી DEOને રજૂઆત કરવામાં આવી હતી. વાલીઓનો આક્ષેપ છે કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સાકાર પ્રાથમિક શાળાએ ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પાસેથી ફી નિયમન સમિતિ દ્વારા નક્કી કરેલી રકમ કરતાં વધુ ફી વસૂલ કરી છે. જેથી અમદાવાદના શિક્ષણ અધિકારી દ્વારા શાળાને નોટીસ આપવામાં આવી છે.
નક્કી કરેલી ફીથી વધુ રકમ ઉઘરાવી
વાલીઓના જણાવ્યા અનુસાર શાળાએ નક્કી કરેલી ફીથી વધુ રકમ ઉઘરાવી છે, જેના કારણે 10 જેટલા વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે કચેરી દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં શાળાએ વધુ ફી વસૂલ કર્યાની હકીકત બહાર આવી છે. શાળાએ 30 હજાર 800ના બદલે 39 હજાર ફી ઉઘરાવ્યાનો વાલીઓ દ્વારા દાવો કરાયોછે.
આ પણ વાંચોઃ કોલકાતા રેપ વીથ મર્ડર કેસઃ બળાત્કારીને આજે કોર્ટ સજા સંભળાવશે, 18 જાન્યુઆરીએ દોષિત જાહેર કરાયો હતો