Ahmedabad: ઓઢવમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ, VHPના લોકો દંડા લઈ ઘૂસતાં કાર્યવાહી

Ahmedabad: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી અનેકવાર ધર્મ પરિવર્તન કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જો કે આ વખતે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં હિંદુઓનું ધર્મ પરિવર્તન કરાતું હોવાનું આક્ષેપ થયા છે. કેટલાંક હિંદુ યુવકો હાથમાં દંડા લઈ  ચર્ચમાં ઘૂસ્યા હતા અને જે હિંદુ હોય તે બહાર નીકળી જાય તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો છે.  વીડિયો વાઈરલ થતાં પોલીસ પણ દોડતી થઈ છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં સ્થાનિકો લોકોનું ખ્રિસ્તી સમુદાયમાં ધર્માંતરણ કરાવવામાં આવતું હોવાનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે. સત્સંગ નામે બ્રેઈન વોશ કરીને હિંદુઓને પ્રાર્થના માટે ભેગા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયા છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલો વીડિયો અમદાવાદના ઓઢવ વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમાં કોઇ ધાર્મિક કાર્યક્રમ કેટલાક લોકો પ્રાર્થના કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો લાકડી અને ડંડા સાથે ધાકધમકી આપી ગુંડાગીરી કરતા જોવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસે દોડતી થઇ હતી. આ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ પોલીસ અરજી કરી જણાવ્યું હતું કે યુવાનોને નાસ્તાની લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવે છે.  જો કે બીજી તરફ આ ઘટનામાં બાબલ મચાવનાર VHPના 5 લોકો સામે ઓઢવ પોલીસે ગુનો નોંધ્યો હોવાની માહિતી મળી રહી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કારણે કાર્યકરોએ કાયદાને હાથમાં લીધો છે. જો ખરેખર ધર્માંતર બળજબરી પૂર્વક થતું હોય તો પોલીસને સાથે રાખી રોકી શકાય છે. દંડા લઈ ગુંડાગીરી કરવામાં આવતાં હવે કાર્યવાહી કરવામાં આવી છે.

બંધારણ શું કહે છે?

ભારતનું બંધારણ ધર્મ પરિવર્તનને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપે છે, પરંતુ તે જાહેર વ્યવસ્થા અને નૈતિકતાને ધ્યાનમાં રાખીને નિયંત્રિત થઈ શકે છે. રાજ્યો દ્વારા બનાવેલા ધર્માંતરણ વિરોધી કાયદાઓ આ સ્વતંત્રતાને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેના અમલ અને અર્થઘટનને લઈને વિવાદો રહે છે.

ધર્મનિરપેક્ષતા

ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષ રાજ્યની સ્થાપના કરે છે, જેનો અર્થ એ છે કે રાજ્ય કોઈ ધર્મને રાષ્ટ્રધર્મ તરીકે માન્યતા આપતું નથી અને નાગરિકોને ધર્મની સ્વતંત્રતા આપે છે. 1976ના 42મા સંશોધન દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો

બંધારણ ધર્મ પરિવર્તનની સ્વતંત્રતા આપે છે, પરંતુ કેટલાક રાજ્યોએ બળજબરી, છેતરપિંડી અથવા લાલચ દ્વારા થતા ધર્માંતરણને રોકવા માટે કાયદા ઘડ્યા છે. ઉદાહરણ તરીકે, ગુજરાતમાં ‘ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021’ હેઠળ લગ્નના હેતુથી બળજબરીથી થતા ધર્માંતરણને ગેરકાયદેસર ગણવામાં આવે છે, જેના માટે સજા અને દંડની જોગવાઈ છે.

આ પણ વાંચોઃ

Gold-silver price:  સોનું પહોંચ્યુ સર્વોચ્ચ સપાટીએ, 1 લાખને સ્પર્શ કરવાથી આટલું દૂર?

 Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

ગુજરાત સહિત 6 રાજ્યના વિદ્યાર્થીઓ Australia નહીં જઈ શકે, હાલમાં રહેતાં વિદ્યાર્થીઓનું શું થશે?

Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?