
Ahmedabad: હાલના સમયમાં કોના પર ભરોસો કરવો તે મોટો સવાલ બની ગયો છે. કારણ કે કોઈએ ક્યારેય વિચાર્યું ન હોય તેવું બની જતું હોય છે. ત્યારે અમદાવાદની એક કોલેજના પ્રોફેસરે ગુરુને લાચ્છન લગાડતું કામ કર્યું છે. અમદાવાદની GLS યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી SMPIC કોલેજના 3 વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાસે પ્રોફેસર ભાવિક સ્વાદિયાએ બીભત્સ કરી પરેશાન કરતો હતો. જેથી પિડિત વિદ્યાર્થિનીએ કોલેજ તંત્રને જાણ કરી દીધી હતી. જેથી આરોપી પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
પ્રોફેસર 4 મહિનાથી વિદ્યાર્થિનીને મેસેજ કરતો હતો
જાણવા મળી રહ્યું છે કે અમદાવાદના લો ગાર્ડન નજીક આવેલી SMPIC કોલેજની વિદ્યાર્થિની પર પ્રોફેસર ભાવિક સ્વાદિયાએ નજર બગાડી હતી. તેણે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી હેરાન પરેશાન કરતો હતો. તેનો નંબર મેળવી મળવા બોલાવતો હતો. છેલ્લા 4 મહિનાથી વિદ્યાર્થિનીને વોટ્સએપ પર મેસેજ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આખરે વિદ્યાર્થીને કંટાળી કોલેજ તંત્રને જાણ કરી દીધી હતી.
વિદ્યાર્થિનીને પ્રોફેસર જે મેસેજ કરતો હતો અને તરત જ ડિલિટ કરી નાખતો હતો. જો કે વિદ્યાર્થીનીએ વાતચીતના સ્ક્રિન શોર્ટ્સ લઈ લીધા હતા. સાથે સ્ક્રિનિગ રેકોર્ડિગ પણ કર્યું હતુ. જેથી વિદ્યાર્થિનીએ કોલેજ તંત્રને પુરાવા સાથે ફરિયાદ કરી હતી. જે બાદ આરોપી પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આરોપ છે કે કોલેજ તંત્રએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આનાકાની કરી હતી.
એકાઉન્ટન્સીમાં PH.D છે ભાવિક સ્વાદિયા
ભાવિક સ્વાદિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સમાં માસ્ટર ડિગ્રી મેળવીલે છે અને એકાઉન્ટન્સીમાં PH.D છે. તેની સાથે સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે લેવાતી GSET એક્ઝામાં પણ ઉત્તીર્ણ થયેલો છે. ઉપરાંત હાર્દિક નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં રિસર્ચ પેપર્સ પણ રજૂ કરી ચૂક્યો છે. તે સ્પોર્ટ્સ કમિટીનો સભ્ય પણ છે.
આ પણ વાંચોઃ ચેમ્પિયન ટ્રોફીમાં ભારત સામે મળેલી હાર પછી ન્યૂઝીલેન્ડનું મીડિયા શું કહી રહ્યુ છે?
આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાં બાળાની બલી ચઢાવવા મામલે નવો વળાંક, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? |Bodeli News
આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame