Ahmdedabad Plane Crash: ભાજપના જ સાંસદે મોદીના રાજીનામાની કરી માંગ, અગાઉથી હતી ખામીની જાણકારી

Ahmdedabad Plane Crash: અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 ના મોત થયા હતા. વિમાનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ જીવીત બચ્યો છે તેમજ આ ઘટનામાં અન્ય લોકોએ પણ જીવ ગુમાવ્યો છે જાણકારી મુજબ આ ઘટનામાં મૃત્યુંઆંક 300 નજીક પહોંચી ગયો છે. તેમજ અમારુ માનવું છે કે, આ ઘટનામાં મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોઈ શકે છે તેનું કારણ તે છે કે, જ્યાં પ્લેન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર હતો અને  અહીં આજુબાજુના મકાનોને પણ આ ઘટનામાં નુકસાન થયું છે તેમાં કેટલાક બાળકો પણ હોવાનું કહેવાય છે  અને આ ઘટનામાં અન્ય મોટા માણસો એવી ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમના અવશેષો પણ ઓળખાતા નથી અને અડધા અંગો બળીને ખાખ થયા છે તેને જોતા અંદાજો લગાવી શકાય કે, આ ઘટનામાં નાના બાળકોનું શું થયું હશે ?  જે આગમાં લોખંડ પણ પીગળું ગયું તેમાં નાના બાળકોનું તો શું થયું હશે ?

બોઈંગ વિમાનોમાં ખામી છતાં ઉડવા દેવાયા

અમદાવાદમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના એરપોર્ટ પર ઉડાન વખતે વિમાન તૂટ્યુ છે . આ જે બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું છે તેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. આ ઘટના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, નાગરિક ઉડ્ડયન પ્રધાન કિંજરાપુ નાયડુના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે. કારણ કે, ગંભીરતા એ બહાર આવી છે કે તમામ બોઈંગમાં ખામી હોવાનું ટાટા અને મોદી સરકાર જાણતી હતી અને બોઈંગમાં ખામી છતાં ટાટાની ઈન્ડિયન એરલાઈન્સે ભારતમાં બોઈંગ ન ઉડાવવા અંગે કોઈ કાર્યવાહી ન કરી .

પ્લેન દુર્ઘટના મામલે સરકાર પર ઉઠ્યા સવાલો

આ દુર્ઘટના ટેકઓફની થોડી જ મિનિટોમાં થઈ હતી, અને પ્રારંભિક અહેવાલોમાં એન્જિન ફેલ્યોર અથવા ટેક્નિકલ ખામીની શક્યતા સૂચવવામાં આવી છે.વિમાનની તાજેતરની રિફર્બિશિંગ પછી એન્જિનિયરિંગ ખામીની આશંકા વ્યક્ત કરાઈ છે, જેના કારણે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને તેના મંત્રી રામ મોહન નાયડુ પર સવાલો ઉઠ્યા છે. એવું કહેવાય છે કે, ઉડ્ડયન સુરક્ષા ધોરણોનું યોગ્ય પાલન ન થયું હોવાથી આ દુર્ઘટના થઈ, જેની જવાબદારી સરકારે લેવી જોઈએ.

ભાજપના જ સાંસદે મોદી, અમિત શાહ અને નાયડુના રાજીનામાની કરી માંગ

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને કિંજરાપુ નાયડુના રાજીનામાની માંગ કરી છે. તેમણે કહ્યું કે,નૈતિકતાના આધારે, હું મોદી, અમિત શાહ અને નાયડુના રાજીનામાની માંગ કરું છું. મુક્ત અને ન્યાયી તપાસ માટે મોદી અને તેમના સાથીઓ રાજીનામુ આપે.

CNN પહેલા જ આપ્યો હતો અહેવાલ

જો વાત કરવામાં આવે તો 10 એપ્રિલ, 2024ના CNN અહેવાલમાં બોઇંગનું 787 ડ્રીમલાઇનર ખામીયુક્ત હોવાનું કહેવાયુ છે. FAA તપાસ કરી 787 ડ્રીમલાઇનરની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું . CNN રિપોર્ટમાં યુ.એસ. સરકાર બોઇંગની તપાસ કરી રહ્યા હતા. સેમ સાલેહપોર – એક બોઇંગ એન્જિનિયર – દ્વારા 777 અને 787 મોડેલોને શોર્ટકટ્સના ઉત્પાદન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

ફરિયાદમાં સાલેહપોરે આપી હતી ચેતવણી

અમદાવાદનું વિમાન 11 વર્ષ જૂનું હતું, CNN કહે છે કે વિમાનો જૂના થતાં આ જોખમો વિનાશક બની શકે છે.એન્જિનિયરને બોલવા બદલ બોઇંગ દ્વારા બદલો લેવામાં આવ્યો હતો તેમજ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) જાન્યુઆરી 2024 માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં સાલેહપોરે ચેતવણી આપી હતી કે વિમાનો ક્રેશ થતા અટકાવે. બોઇંગ જે રીતે છે તે રીતે ચાલુ રાખી શકતું નથી. મને લાગે છે કે તેને થોડું સારું કરવાની જરૂર છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ (NYT)એ પણ વ્હિસલબ્લોઅર ફરિયાદ પર અહેવાલ આપ્યો હતો.FAA ઇન્વેસ્ટિગેટ્સમાં કહેવાયુ હતુ કે ફ્યુઝલેજના ભાગોને અયોગ્ય રીતે બનાવે છે. ફ્યુઝલેજના ભાગો સંપૂર્ણ રીતે ગોઠવાયેલા નથી, જે હજારો ફ્લાઇટ્સ પછી તૂટી પડવાનું કારણ બની શકે છે.

ગુણવત્તા ખામીઓના ડિલિવરી અટકી ગઈ

2024 માં અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ દરમિયાન 737 મેક્સ જેટ પરનો દરવાજો પેનલ ફાટ્યા હતા તેમજ 2011 માં લોન્ચ થયા પછી, 787 ને શ્રેણીબદ્ધ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે બેટરી સમસ્યાઓથી લઈને વૈશ્વિક ગ્રાઉન્ડિંગ તરફ દોરી ગયેલા, ગુણવત્તા ખામીઓના ડિલિવરી અટકી ગઈ છે. બોઇંગનો દક્ષિણ કેરોલિના પ્લાન્ટ, જ્યાં ડ્રીમલાઇનર એસેમ્બલ કરવામાં આવે છે, તેની ટીકા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વ્હિસલબ્લોઅર, જોન બાર્નેટ, જેમણે તે જ પ્લાન્ટમાં પ્રથાઓ વિશે ચિંતા વ્યક્ત કરી તો 2024 માં મૃત મળેલો. આંતરિક બેઠકોમાં આ મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને અવગણવામાં આવ્યા હતા.

2021 અને 2023માં ખામી બહાર આવી હતી

CNN અનુસાર, ડ્રીમલાઇનર વિશે ચિંતાઓ નવી નથી. 2021 અને 2023માં ખામી બહાર આવી હતી. ફ્યુઝલેજ એસેમ્બલીની ચોકસાઇ FAA અને બોઇંગે ગુણવત્તાની તપાસ કરવા માટે ડિલિવરી અટકાવી હતી. CNN એ 24 ફેબ્રુઆરી, 2023 ના રોજ અહેવાલ આપ્યો હતો કે બોઇંગને ડ્રીમલાઇનર ડિલિવરી બંધ કરી છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

 

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
    • October 29, 2025

    UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 14 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 19 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 22 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ