Ahmedabad Plane Crash: પીડિતો પાસેથી પૈસા પડાવવા લેભાગુ તત્વો સક્રિય, હોસ્પિટલે આપી ચેતવણી

Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટનાએ સૌનું હૈયું હચમચાવી દીધું છે. આ દુર્ઘટનાના ઘા હજુ તાજા છે, સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ કપરા સમયમાં, કેટલાક લેભાગુ તત્વો આપદામાં અવસર શોધી રહ્યા છે. જેમ ગીધ મૃતદેહોને ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી તે બીજાના આફતના સમયમાં પોતાનો લાભ શોધે છે. આવી જ રીતે, આ ગુનેગારો પણ અમદાવાદ પ્લેન ક્રેશ જેવી દુ:ખદ ઘટનાનો લાભ લઈ, પીડિતોની લાગણીઓનો દુરુપયોગ કરી નાણાકીય લૂંટ ચલાવે છે.ત્યારે અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના પીડિતો સાતે આવું બનતા આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલે ચેતવણી જાહેર કરી છે, જેથી લોકો આવા ફ્રોડથી બચી શકે.

સાયબર ઠગોને લઈને સિવિલ હોસ્પિટલની ચેતવણી

સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલે જણાવ્યું છે કે હોસ્પિટલ ગુજરાત સરકારનું એકમ છે, અને અહીં ડીએનએ ટેસ્ટિંગ કે અન્ય કોઈ સેવા માટે કોઈ ફી કે નાણાકીય વસૂલાત થતી નથી.
લોકોને અજાણ્યા ફોન કોલ, મેસેજ કે નાણાંની માગણી કરતા કોઈ સંપર્કના જાળમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે.

હોસ્પિટલે અધિકૃત સંપર્ક નંબરો જાહેર કર્યા

હોસ્પિટલે અધિકૃત સંપર્ક નંબરો જાહેર કર્યા છે, જેનો ઉપયોગ ડીએનએ ટેસ્ટિંગ અને મૃતદેહોની ઓળખ માટે સંબંધીઓ સાથે સંપર્ક કરવા માટે થાય છે. સરકારે લોકોને વિનંતી કરી છે કે ફક્ત આ અધિકૃત નંબરો પરથી આવતી માહિતી પર જ વિશ્વાસ કરવો અને અન્ય કોઈ સંપર્કને ધ્યાને ન લેવો.

પીડિતોને સાયબર ગુનેગારો કેવી રીતે ફસાવી શકે છે ?

દુર્ઘટના બાદ લોકોની લાગણીઓનો લાભ લઈને, સાયબર ગુનેગારો ફોન કોલ, મેસેજ અથવા બનાવટી વેબ લિંક્સ દ્વારા નાણાંની માગણી કરી શકે છે, જેમ કે ડીએનએ ટેસ્ટિંગની ફી અથવા મૃતદેહોની ઓળખ માટે ચૂકવણીની માંગણી. આવા કોલ્સમાં ગુનેગારો હોસ્પિટલના અધિકારીઓ કે સરકારી કર્મચારીઓ તરીકે ઓળખ આપી શકે છે. જો કે, ફક્ત સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા નંબરો પરથી આવતી માહિતી પર ભરોસો રાખવો તેમજ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ડીએનએ ટેસ્ટિંગ માટે પૈસા માંગે તો તેની સાથે કોઈ નાણાકીય વ્યવહાર ન કરવો.

ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલના કસોટી ભવન ખાતે કરવામાં આવી છે.અત્યાર સુધીમાં 219 સંબંધીઓના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે, અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની 10 ટીમો 24×7 કામ કરી રહી છે.અત્યાર સુધી કુલ 31 મૃતદેહોના ડીએનએ મેચ થયા છે જેમાંથી 12 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે.

આ પણ વાંચો:

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

  • Related Posts

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
    • October 28, 2025

     Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

    Continue reading
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
    • October 28, 2025

    Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    • October 28, 2025
    • 3 views
    UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    • October 28, 2025
    • 1 views
    Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

    • October 28, 2025
    • 4 views
    Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    • October 28, 2025
    • 7 views
    રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    • October 28, 2025
    • 21 views
    Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 9 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!