Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાની સૂચના હોટલાઇન દ્વારા મળતાં જ નરોડા અને શાહપુર ફાયર સ્ટેશનોને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. શહેરના તમામ 19 ફાયર સ્ટેશનોને એલર્ટ કરીને 100થી વધુ ફાયર વાહનો સાથે 650 ફાયર કર્મચારીઓએ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો.

ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીથી 31 લોકોનો જીવ બચાવ્યો

આ કામગીરીમાં ચાર ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ચાર ટીમો રચવામાં આવી હતી. આગ બુઝાવવા અને ઠંડક માટે 7.5 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો. બચાવ કામગીરી દરમિયાન 31 લોકોને સુરક્ષિત રીતે બચાવીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં 90થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા. સમગ્ર કામગીરી માત્ર ચાર કલાકમાં પૂર્ણ થઈ.

આયોજનબદ્ધ રીતે કામ કરવાથી આગ પર કાબુ મેળવાયો

અમદાવાદ ફાયર વિભાગને આ કામગીરીમાં નજીકના કોર્પોરેશનો, નગરપાલિકાઓ, પોલીસ, NDRF, CISF, ભારતીય સેના અને NGOનો પૂરો સહયોગ મળ્યો. ચીફ ફાયર ઓફિસર ડોંગરેએ જણાવ્યું કે, “આયોજનબદ્ધ રીતે કામ કરવાના કારણે અમે આગને કાબૂમાં લઈ શક્યા અને બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી.”

અમદાવાદ વિમાન દુર્ઘટના બચાવ કામગીરીના મુખ્ય મુદ્દાઓ

– 12 જૂનના રોજ બપોરે 1:43 વાગ્યે કોલ મળ્યો

– તમામ19 ફાયર સ્ટેશનો તરફથી પ્રતિભાવ

– 100 થી વધુ ફાયર વાહનો તૈનાત

– 4 ઇમારતોમાં બચાવ કામગીરી માટે 4 ટીમો બનાવવામાં આવી

– 31 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા

– સ્થળ પર 90 થી વધુ એમ્બ્યુલન્સ ગોઠવવામાં આવી

– કામગીરી 4 કલાક ચાલી

– અગ્નિશામક અને ઠંડક માટે 7.5 લાખ લિટર પાણીનો ઉપયોગ

– ફાયર વિભાગની કામગીરીમાં 650 કર્મચારીઓ સામેલ

આ પણ વાંચો:

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

Ahmedabad plane crash: બીજું બ્લેક બોક્સ મળ્યું, તપાસ સમિતિની પ્રથમ બેઠક આજે

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • Related Posts

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
    • March 19, 2026

    Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

    Continue reading
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
    • March 19, 2026

    ■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    • March 21, 2026
    • 2 views
    Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    • March 21, 2026
    • 4 views
    Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    • March 21, 2026
    • 7 views
    Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    • March 21, 2026
    • 8 views
    Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    • March 21, 2026
    • 7 views
    PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

    • March 21, 2026
    • 9 views
    Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!