
Ahmedabad Plane Crash: અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂને થયેલી ભયંકર વિમાન દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી 241 લોકોનાં મોત થયા છે. આટલી ભંકર દુર્ઘટનામાં માત્ર એક યાત્રી વિશ્વાસ કુમાર રમેશ જીવીત બચ્યા છે. જો કે, તેમણે આ દુર્ઘટનામાં પોતાના ભાઈનો ખોયો છે. ત્યારે આજ રમેશ વિશ્વાસને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી બીજી તરફ તેમના ભાઈનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો હતો જેથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેઓ પોતાના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયા હતા. અને પોતાના ભાઈને અંતિમ વિદાય આપતી વખતે વિશ્વાસ ભાંગી પડ્યો હતો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.
Ahmedabad Plane Crash : ભાઈની અર્થીને કાંધ આપતા વિશ્વાસ ભાંગી પડ્યો#AhmedabadPlaneCrash #AirIndiaPlaneCrash #AirIndia #Vishwaskumar #Ahmedabad #Tragedy #Gujarat #Thegujaratreport pic.twitter.com/MTRfRRJnBc
— The Gujarat Report (@TGujarat_Report) June 18, 2025
ભાઈની અર્થીને કાંધ આપતા વિશ્વાસ ભાંગી પડ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ, વિશ્વાસ રમેશ કુમાર સાથે તેમના ભાઈ અજય રમેશ પણ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા. જો કે,આ ભયાનક અકસ્માતમાં વિશ્વાસ બચીજાય છે અને તેમના ભાઈનું નિધન થાય છે. વિશ્વાસ રમેશ કુમાર દીવના વતની છે અને તેઓ યુકેમાં સ્થાયી થયા છે. ત્યારે વિશ્વાસને આ ઘટનામાં નાની મોટી ઈજા પહેંચતા તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે બીજી તરફ વિશ્વાસના ભાઈનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે અજય રમેશનો મૃતદેહ દીવ પહોંચ્યો, વિશ્વાસના ભાઈ અજયની અંતિમ યાત્રા નિકળી ત્યારે ભાઈની અર્થીને કાંધ આપતા વિશ્વાસ રડી પડ્યો હતો.
આ પણ વાંચો:
Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું
Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?
Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર
Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?
Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા