Ahmedabad: 45 લાખની ચોરીનો આરોપી ફરાર થઈ જતાં 2 પોલીસકર્મી સસ્પેન્ડ, હોસ્પિટલમાંથી ભાગ્યો!

  • Gujarat
  • April 18, 2025
  • 3 Comments

Ahmedabad: અમદાવાદમાં એક ચોરીનો આરોપી બે પોલીસના કબજામાંથી ફરાર થઈ જતાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ  બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. ASI કલ્પેશકુમાર અને LRD મોતીભાઈ મોમાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોલા સિવિલમાંથી આરોપી ફરાર થઈ ગયો હતો. સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

ગત 3 માર્ચે અમદાવાદ, સેટેલાઈટ વિસ્તારમાં આવેલા વૃદાંવન બંગલોમાં સોના-ચાંદી અને રોકડ મળી 45 લાખની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના બાદ એલસીબી, સેટેલાઈટ પોલીસ સહિતના ઉચ્ચ પોલીસઅધિકારીઓએ તપાસ હાથ ધરે છે. જો કે ચોર છેલ્લા  દોઢ મહિનાથી મળી રહ્યો ન હતો.

આખરે પોલીસને  બાતમીથી ખબર પડે છે કે જે શખ્સે ચોરી કરી છે તે મહેસાણામાં છે. ત્યારે પોલીસ ત્યા પહોંચે છે અને આરોપીની ધરપકડ કરી અમદાવાદ લાવે વે છે. તેની નામની પૂછપરછ કરતાં અર્જુન રાજપૂત(ઉ.વ. 26) જણાવે છે. તેણે કબૂલાત કરી હતી કે 50 કરતા વધુ ચોરીને અંજામ આપ્યા છે. તેની પાસેથી 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે.

ત્યારબાદ તેને રાત્રે મેડિકલ તપાસ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં બે પોલીસકર્મીને ચકમો આપી ફરાર થઈ જાય છે. ડોક્ટર પાસે સહીં સિક્કા કરાવા જતાં આરોપી એકલો હોવાથી ભાગી ગયો હતો. જેથી ડીસીપી સફિન હસને બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જાણવા મળી રહ્યું છે કે હોસ્પિટલમાં એક પોલીસકર્મી રાત પડી ગઈ હોવાથી બીજા પોલીસકર્મીને આરોપીને સોંપી જતો રહ્યો હતો. જેથી ફરજમાં ચૂક કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરોપીનું ફરાર થવું પોલીસ વિભાગની ગંભીર નિષ્ફળતા દર્શાવે છે. બે પોલીસકર્મીઓની હાજરીમાં આરોપી નાસી જવું દર્શાવે છે કે કાં તો પોલીસકર્મીઓએ નિયમોનું પાલન નથી કર્યું અથવા તેમની તાલીમ અને સતર્કતામાં ગંભીર ખામીઓ છે. આવી ઘટનાઓ નાગરિકોનો વિશ્વાસ ડગાવે છે અને પોલીસની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઉભા કરે છે. શું ગુજરાત પોલીસ ખરેખર ગંભીર ગુનાઓનો સામનો કરવા સક્ષમ છે, જ્યારે તે એક આરોપીને પણ સુરક્ષિત રીતે કાબૂમાં રાખી શકતી નથી? જો આવી ઘટનાઓ ચાલુ રહેશે, તો ગુજરાતનું ‘વાઈબ્રન્ટ’ રાજ્યનું બિરુદ માત્ર એક ખોખલો દાવો બની રહેશે.
બે પોલીસકર્મીઓના કબજામાંથી આરોપીનું ફરાર થવું એ ગુજરાત પોલીસની બેદરકારી અને નબળી વ્યવસ્થાપનનું નગ્ન સત્ય છે. આ ઘટના માત્ર ન્યાય વ્યવસ્થાની ઉપહાસ નથી, પરંતુ નાગરિકોની સુરક્ષા સાથે ખેલ છે.

આ પણ વાંચોઃ

‘રાષ્ટ્રપતિને મજબૂર કરવા યોગ્ય નથી’, ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટ પર સવાલ ઉઠાવ્યા! | Jagdeep Dhankhar

શું ગુજરાત DRUGSનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે?

Gujarat: ભાજપના ભ્રષ્ટાચાર સામે બોલી ન શકતી કોંગ્રેસ ચૂંટણી જીતી શકે?

Vadodara: ભાજપના કાર્યકરોએ જ પ્રમુખને ધોઈ નાખ્યા, પૂતળાને બદલે પ્રમુખ માર ખાઈ ગયા

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના