
- અમદાવાદ પોલીસે વસ્ત્રાલમાં હુમલા કરનારા અસામાજિત તત્વોને કરાવ્યો કાયદાના ભાન; જૂઓ વીડિયો
અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં તલવાર સહિતના હથિયારો લઈને આતંક મચાવનાર ગુંડાઓને અમદાવાદ પોલીસે પકડીને કાયદાનો ભાન કરાવ્યો છે. તે પણ એવો ભાન કરાવ્યો કે હવે તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ પોલીસે અસમાજિક તત્વોને સબક શિખવાડ્યા પછીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વોને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
વસ્ત્રાલ વિસ્તારમાં સાંજના સમયે સામાન્ય નાગરિકો ઉપર કેમ હુલમો કરવામાં આવ્યો તે પ્રશ્ન પૂછતાં અનેક સત્યો સામે આવ્યા હતા. બે ગંગો વચ્ચે ચાલતી ગેંગવોરના ભોગ સામાન્ય માણસોને બનવું પડ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ બે ગેંગ વચ્ચે થયેલી હિંસા હતી. ભાવસાર ગેંગના સદસ્યો સંગ્રામ નામના વ્યક્તિ ઉપર હુમલો કરવા માટે પૂર્વ યોજના બનાવીને એક કેફેમાં આવ્યા હતા.
જોકે, સંગ્રામનો એક માણસ પહેલેથી જ કેફેમાં હોવાથી તેને અગાઉ જ તેના ઉપર હુમલાના ષડયંત્રની ગંધ આવી ગઈ હતી. પછી બન્યું એમ કે, ભાવસાર ગેંગને પણ તે વાતનો ખ્યાલ આવી ગયો કે તેમના પ્લાનિંગની સંગ્રામને પહોંચી ચૂકી છે. તેથી ઉશ્કેરાયેલા ભાવસાર ગેંગના સદસ્યોને કેફેથી મારામારીની શરૂઆત કરી દીધી હતી.
આતંક મચાવવાનું કારણ :
ગઈ રાતે અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં તલવાર સહિતના હથિયારો લઈને આતંક મચાવનાર ગુંડાઓને અમદાવાદ પોલીસે પકડીને વ્યવસ્થિત ધોલાઈ કરી.
પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ બે ગેંગ વચ્ચે થયેલી હિંસા હતી. ભાવસાર ગેંગના સદસ્યો સંગ્રામ નામના વ્યક્તિ ઉપર હુમલો કરવા… https://t.co/trY35nJmBP pic.twitter.com/8IjWKLiMps
— Sagar Patoliya (@kathiyawadiii) March 14, 2025
ધીરે ધીરે ભાવસાર ગેંગ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં તોડફોડ કરવાની શરૂઆત થઈ અને નશાની હાલતમાં મારમારીનો આ મામલો સામાન્ય લોકો ઉપર હુમલા સુધી પહોંચી ગયો હતો. આ હુમલામાં ત્રણેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ મામલે પોલીસ દ્વારા પંકજ ભાવસાર, ગોવિંદ ચૌહાણ, દિપુ સિંધી, આશુ પિલ્લઇ સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી તો તમે વીડિયોમાં જોઈ જ શકો છો.




