
Ahmedabad Fire: અમદાવાદમાં આજે વહેલી સવારે ભયંકર આગ ફાટી નીકળી હતી. શહેરના રીંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસે જપ્ત કરેલા વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આજે વહેલી સવારે ભયંકર આગ લાગતાં 35 જેટલા વાહનો બળીને રાખ થઈ ગયા છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જો કે આગ કયા કારણોસર લાગી તે સામે આવ્યું નથી.
આ આગ લાગવની ઘટના સવારે 7 વાગ્યે બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં જ દોડી આવ્યું હતુ. પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગીની ઘટનામાં 22 ટુ વ્હીલર સહિત 2 ગાડીઓ જપ્ત કરેલી બળીને રાખ થઈ ગઈ છે. જ્યારે અન્ય લોકોએ પાર્ક કરેલા 11 ટુ વ્હિલર બળી ગયા હતા.
જો કે આ ઘટના કેવી રીતે લાગી તે હજુ સુધી સામે આવ્યું નથી. આગ કોઈએ લગાડી છે, કંઈ બીજું કારણ છે?, તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે જપ્ત કરેલા સહિત 35 વાહનો બળીને રાખ, ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ
આ પણ વાંચોઃ Odisha: ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, કોંગ્રેસે કહ્યું મોદી, રેલવે મંત્રી ચૂપ!
આ પણ વાંચોઃ Kheda: દેશને એક કરનાર સરદાર પટેલની 6 વીઘા જમીન કોણે હડપી લીધી? કોર્ટે શું આપ્યો ચૂકાદો!
આ પણ વાંચોઃ Godhra: ચૈત્રના પ્રથમ નોરતે ગોધરાના શિવ મંદિરમાં તોડફોડ, ચોરીને આપ્યો અંજામ, વાંચો વધુ