Air Pollution: અમદાવાદમાં ભયાનક હદે પહોંચ્યું પ્રદૂષણ, કરોડોનો ખર્ચ છતાં પ્રદૂષણ રોકવામાં તંત્ર નિષ્ફળ

  • Gujarat
  • November 10, 2025
  • 0 Comments

Ahmedabad Air Pollution: દેશની રાજધાની બાદ હવે ગુજરાતના મેટ્રો શહેર અમદાવાદમાં પણ ભયજનક રીતે પ્રદૂષણ વધી રહ્યું છે અને અમદાવાદમાં વસતા લોકો શ્વાસમાં ઝેર લઈ રહયા છે, શિયાળાની સીઝનમાં હવે તેમાં વધારો નોંધાયો છે,દિવાળી સમયે સર્વોચ્ચ હદે ઝેરી બની ગયેલી અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી ચુકી છે.

અમદાવાદનો સરેરાશ AQI 183 પર પહોંચી ગયો છે જેમાં સૌથી વધુ એરપોર્ટ વિસ્તારમાં AQI 197 નોંધાયો છે જ્યારે શહેરના ગ્યાસપુરમાં AQI 194, રાયખડમાં AQI 193, રખિયાલમાં AQI 180 અને ચાંદખેડામાં 170 જેટલો AQI નોંધાયો છે. અમદાવાદમાં મણિનગરથી લઈ મોટેરા સુધીના વિસ્તારોમાં હવા ઝેરી બની ચુકી છે.

ગતરોજ શનિવારે અમદાવાદનો સરેરાશ AQI 183 નોંધાયો છે. તો આજે સવારે પણ સાડા સાતની આસપાસ AQI 211 નોંધાયો છે. દિવાળી બાદથી અને શિયાળાની શરૂઆત થતાં જ મેટ્રોસિટીમાં હવાની ગુણવત્તા કથળી છે. 150 ઉપરનો AQI નાગરિકોના સ્વાસ્થ માટે ગંભીર સ્થિતિ સૂચવે છે અને બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે હવાની આ ગુણવત્તા ખૂબ જ જોખમી ગણાય છે. અમદાવાદની હવામાં PM 2.5, PM 10, NO2 અને SO2 મુખ્ય પ્રદૂષકો છે. ધૂળ સાથે પેટ્રોલ, ડિઝલનો ધૂમાડો ભળે છે ત્યારે જોખમી અસ્થમા અને શ્વાસની બીમારીવાળા દર્દીઓ હાલત વધુ ખરાબ થાય છે.

દિનપ્રતિદિન વધતા જઈ રહેલા વાહનો,ઔદ્યોગિક એકમો અને બાંધકામ સાઈટોને કારણે હવાની ગુણવત્તા ભયાનક હદે ખરાબ થઈ રહી છે. આ માટે જો સત્વરે પ્રદૂષણ દૂર કરવા નિર્ણય અને પગલાં લેવામાં નહી આવે તો ઝેરી હવાનું આ સ્તર લોકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. 2020થી 2025 સુધીના ડેટા દર્શાવે છે કે, 2022માં ઓક્ટોબરમાં 174 AQI હતું, જે એક વર્ષ પછી 2025માં 195 થઈ ગયું છે.

હવાનું પ્રદુષણ રોકવા 2020થી 2025 સુધી AMC દ્વારા કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીમાં 425.83 કરોડની ગ્રાન્ટ મળી છે. જેમાં સૌથી વધારે રોડ પાછળ 252 કરોડ, ગાર્ડન પાછળ 80 કરોડ અને સીએનજી બસ ખરીદવા પાછળ 32 કરોડનો ખર્ચ કર્યો છે.

જોકે, શહેરમાં હવાનું પ્રદુષણ ઘટાડવા માટે અનેક બાબતોમાં કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી નહી હોવાના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. આમ,વધતા જતા પ્રદૂષણ મામલે હવે સરકારે ત્વરિત પગલાં ભરવાનો સમય આવી ગયો છે જો આ વાતને ગંભીરતાથી લેવામાં નહિ આવેતો ભવિષ્યમાં તેની ભયાનકતાનો ભોગ લોકોએ બનવું પડી શકે છે ત્યારે લોકોમાં સ્વચ્છ હવા માટે સરકારે પગલાં લેવા માંગ ઊઠી છે.

આ પણ વાંચો:

Delhi Pollution: પ્રદૂષણને ‘પબ્લિક હેલ્થ ઈમરજન્સી’ જાહેર કરવા સુપ્રીમમાં અરજી,  22 લાખ બાળકોના ફેફસાં ખરાબ થઈ ગયા!

‘સોગંદનામું દાખલ કરો’, દિલ્હીમાં પ્રદૂષણ મામલે CAQM ને સુપ્રીમની ફટકાર

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”