
Ahmedabad News: અમદાવાદમાં પ્રાચીન જૈન મૂર્તિઓનું પ્રાચીન સ્થળેથી અન્ય જગ્યાએ સ્થાળાંતર કરાતાં વિવાદ સર્જાયો છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થાળાંતર કરાયું છે. જૈન મૂર્તિઓને શીલજમાં ખસેડવા મુદ્દે જૈન સમાજના સંતો ઉપવાસ પર ઉતરીને વિરોધ વ્યક્ત કરી રહ્યો છે. ઘટનાની ગંભીરતાને લઇને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. પ્રાચીન જૈન મૂર્તિઓને ગોમતીપુરથી શીલજ ખસેડવાના વિરોધમાં સંત નિલેશચંદ્ર અને તેમના સમર્થકો જોડાયા હતા. જૈન સમાજની માગ છે કે મૂર્તિઓને પરત લાવવામાં આવે.
અમદાવાદ હેરીટેજ સીટી તરીકેને ઓળખ ધરાવે છે. અહીં પ્રાચીન ભવ્ય ઈતિહાસ છૂપાયેલો છે. ત્યારે અમદાવાદના એક ઈતિહાસસમા ગોમતીપુર વિસ્તારમાં આવેલા રાજપુરના અતિ પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ સ્થાળાંતરનો નિર્ણય લેવાતાં વિવાદ થયો છે.
આ દેરાસર સાથે અનેક જૈન-જૈનેત્તરની આસ્થા જોડાયેલી છે. એક સમયે આ દેરાસરની આસપાસ મોટી સંખ્યામાં જૈનો રહેતા હતા. આ દેરાસર 400 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. દર રવિવારે પણ અહીં 500થી વધુ શ્રદ્ધાળુઓની હાજરી હોય છે. હવે આ પ્રાચીન જિનાલયમાંથી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન તેમજ અન્ય મૂર્તિઓનું સ્થળાંતર કરીને શીલજ લઇ જવાઈ છે. જિનાલયના ઉત્થાપનની કામગીરી ઘણાં સમયથી ચાલતી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં જિનાલયની પ્રતિમાના સ્થળાંતરણ અંગેના ફરતા વીડિયોમાં ભગવાન વિના હવે સૂનુ લાગશે એવી પણ શ્રદ્ધાળુઓએ લાગણી વ્યકત કરી હતી.
જૈન સમાજે વિરોધ નોંધાવ્યો
આ મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. સમાજે રેલી યોજી મૂર્તિઓને પરત લાવવા માગ કરી છે. શીલજમાં બિલ્ડરની સ્કીમનો વિકાસ થાય તે માટે ત્યાં મૂર્તિ લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જૈન સમાજના લોકો દ્વારા ગમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ પણ વાંચોઃ USથી ત્રીજા તબક્કામાં ડિપોર્ટ: બાકી રહેલા 29 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, સવારે 4 આવ્યા હતા
આ પણ વાંચોઃ Bhavnagar માં જાનૈયા ભરેલી બસ ભડકે બળી, જાનૈયાઓ બસમાંથી કૂદ્યા
આ પણ વાંચોઃ Mahakumbh 2025: કુંભ મેળાના સેક્ટર 8માં લાગી મોટી આગ, વારંવાર આગની ઘટનાઓ
આ પણ વાંચોઃ ભાજપ નેતા અમિત માલવિયાના દાવા પર કોંગ્રેસ નેતા પવન ખેરાએ શું કહ્યું?