
Ahmedabad Crime: ગુજરાતમાં વારંવાર મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં શૌચાલયમાં ગયેલી મહિલા સાથે એવું થયું છે કે સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર સુભાષબ્રિજ પાસે આવેલા રિવરફ્રન્ટ પાર્કના મહિલા શૌચાલયમાં દિવાલ ઉપરથી યુવક અંદર જોતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાને શક જતાં બૂમાબૂ કરતાં તેનો પતિ આવી જતાં આરોપીને પકડી પોલીસને સોંપ્યો હતો. હાલ પોલીસે યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
હવે મહિલાઓ શૌચાલય જાય ત્યા પણ સુરક્ષિત નથી તેવો ઘાટ અમદાવાદમાં સર્જાયો છે. વાત જાણે એમ છે કે શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલા તેમના પતિ સાથે 9 ઓક્ટોબરના રોજ રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયા હતા. સુભાષબ્રિજ પાસે રિવરફ્રન્ટ પર ગયા, ત્યારે મહિલાને શૌચક્રિયા માટે જવું હતું જેથી તેઓ રિવરફ્રન્ટમાં આવેલા મહિલા શૌચાલયમાં ગયા હતાં. એક બાથરૂમમાં કોઈ વ્યક્તિ હોવાથી પાણીનો અવાજ આવતો હતો, જેથી તેઓ બાજુના બાથરૂમમાં ગયા હતાં. દરમિયાનમાં દીવાલની ઉપરથી કોઈ જોતું હોય તેવો તેમને વહેમ થયો હતો. જેથી મહિલાએ એકાએક બૂમો પાડવાનું શરુ કરી દીધુ હતુ.
બૂમ પાડતાની સાથે જ બાથરૂમમાં રહેલો આશિષ ભીલ બહાર આવ્યો હતો અને તેણે મહિલાના બાથરૂમનો દરવાજો બહારથી લોક કરી દીધો હતો. દરમિયાનમાં મહિલાએ તેમના પતિને ફોન કરી કરી દીધો હતો. જેથી તરત આશિષ ભીલ બહાર આવતાં મહિલાના પતિએ પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકનું નામ પૂછતા આશિષ ભીલ (રહે. જૂની પટેલ સોસાયટી બળીયા લીમડી) જણાવ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે ગુજરાતમાં સતત મહિલાઓ વિરોધી અપરાધિક ઘટનાઓ વધી રહી છે. જેથી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરુરી બની જાય છે. આવા સ્થળોએ સુરક્ષા વધારવાની તાતી જરુરિયાત છે. જેથી મહિલાઓ આવા અસમાજિક તત્વોનો ભોગ ન બને.
આ પણ વાંચો:
Bhavnagar: ‘હાય રે મોદી હાય હાય’, મહુવામાં ખરાબ રોડ રસ્તાને લઇ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા
અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli
ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ BJP એ ખેલ પાડ્યો, AAP ના 550 કાર્યકરોને ભાજપના ખેસ પહેરાવી દીધા









