
Ahmedabad: અમદાવાદમાં 1543 પોલીસકર્મીઓની બદલી કરી નાખવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજવતા પોલીસકર્મીઓની બદલી કરાઈ છે. આ બદલીની જાહેરાત 11 માર્ચ 2025ના મંગળવારના રોજ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક ખાતાઓમાંથી બદલીનો દોર ચાલુ રહે છે. કારણ કે એક જ જગ્યાએ રહેવાથી અધિકારીઓમાં રોફ અને ભ્રષ્ટાચાર વધી જતાં હોય છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે આ બદલી કરી નાખી છે. પાંચ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI, હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલની બદલીઓ કરાઈ છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે જી એસ મલિકે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓએ પોલીસ કર્મચારીઓની ફરજનો કાર્યકાળ ચકાસ્યો હતો. જેમાં એકજ જગ્યા પર કેટલાક પોલીસ કર્મીઓ લાંબા સમયથી ફરજ બજાવતા હતા. જેને લઈ જી.એસ. મલિક દ્વારા 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે.
નીચેની લીંક દ્વારા જાણો કોની કરાઈ બદલી?
આ પણ વાંચોઃ 80 વર્ષના પિતાએ 52 વર્ષના પુત્રને મારી દીધી ગોળી; પિતાને લગ્ન કરવા હતા ને પુત્ર ના પાડતો હતો