80 વર્ષના પિતાએ 52 વર્ષના પુત્રને મારી દીધી ગોળી; પિતાને લગ્ન કરવા હતા ને પુત્ર ના પાડતો હતો

80 વર્ષના પિતાએ 52 વર્ષના પુત્રને મારી દીધી ગોળી; પિતાને લગ્ન કરવા હતા ને પુત્ર ના પાડતો હતો

જસદણ : જસદણમાં 80 વર્ષિય પિતાને બીજા લગ્ન કરતા અટકાવતા પુત્રને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાત જાણે તેમ છે કે, જસદણના ગીતાનગરમાં રહેતા 80 વર્ષના રામભાઈની પત્ની 20 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. તેમને બીજા લગ્ન કરવા હતા પરંતુ સમાજ અને પરિવાર વચ્ચે આવતું હતું. તેમાંય ખાસ કરીને પુત્ર ઈચ્છતો નહતો કે, પિતા બીજા લગ્ન કરે. કેમ કે તેમના પિતાની 80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને આ ઉંમરે લગ્ન કરે તે સારૂ ન લાગે, તેનાથી સમાજમાં ઈજ્જત જાય તેવો ડર પુત્રને સતાવી રહ્યો હતો.

પરંતુ લગ્ન કરવાનો વિરોધ કરવો પુત્રને ભારે પડ્યો છે. લગ્ન ન કરવાની દાજ રાખીને પિતા રામાભાઈએ પુત્ર પ્રતાપને ગોળીઓ ધરબી દીધી છે. જેમાં તેનું મૃત્યુ નિપજ્યું છે.

મૃતકની પત્નીએ કેસ નોંધાવતા બનાવના કારણમાં જણાવ્યું છે કે તેમના સાસુનું 20 વર્ષ પહેલાં અવસાન થઇ ગયું છે. સસરા રામકુભાઈની ઉમર 80 વર્ષની થઇ ગઇ હોવા છતાં તેમને બીજા લગ્ન કરવા હતા. પરંતુ પરિવારના સભ્યો તેમની 80 વર્ષની ઉંમર થઇ ગઇ હોવાથી તથા આબરૂ જવાની બીકથી બીજા લગ્નની ના પાડતા હતાં.

પરિણામે સસરા રામકુભાઈ અવારનવાર તેમના પતિને હથિયાર બતાવી ફાયરીંગની ધમકી આપતા હતા અને કહેતા કે હું તેને તથા તારા પરિવારને મારી નાખીશ. આમ બીજા લગ્ન કરવાની ના પાડતાં તેના ખારમાં પ્રતાપભાઈ ઉપર પીસ્તોલ જેવા હથિયારથી બે રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપીની અટક કરી આગળની તપાસ જસદણ પી.આઈ જાની ચલાવી રહ્યાં છે.

હાલમાં રામભાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાથે તેઓ નિડરપણે વાત કરતાં નજરે પડી રહ્યા છે. આ વાતચીતમાં તેઓ જણાવે છે કે, તેઓ પોલીસ ખાતા અને જીએસટી ખાતામાં નોકરી કરી ચૂક્યા છે. હાલમાં તેઓ ખેતી કરે છે. પોતાના દિકરાને બે ગોળીઓ મારી હોવાની વાતનો પણ તેઓ સ્વીકાર કરે છે.

આ પણ વાંચો- ‘મારા ફેવરેટ એક્ટર PM મોદી’, CM ભજનલાલ શર્માના નિવેદન પર કોંગ્રેસે કહ્યું- તે ઓવર એક્ટિંગની…

  • Related Posts

    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading
    AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
    • July 30, 2026

    AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 3 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 4 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 4 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 7 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 5 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

    • August 1, 2026
    • 13 views
    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ