Ahmedabad: અમદાવાદમાં સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન રસ્તો બ્લોક કરતાં ટ્રાફિક જામ

  • Gujarat
  • September 3, 2025
  • 0 Comments

Ahmedabad: ચોમાસું શરુ થતાં જ લોકોની સમસ્યાઓ બહાર આવવા લાગે છે. કોઈ જગ્યાએ રસ્તાની, કયાંક પાણી નિકાલની, તો કયાંક પુલની આ બધી સમસ્યાઓ વધતીને વધતી જાય છે. પણ તંત્રની આંખો ઉઘડતી નથી, અને લોકો અકસ્માત તેમજ બિમારીનો ભોગ બનતાં હોય છે. આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે.

પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોનો રોષ

અમદાવાદના સરસપુર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો. અરવિંદ મિલ પાસે વારંવાર ઉભરાતી ગટરો અને ગંદકીથી કંટાળીને સ્થાનિકોએ રોડ પર આવીને વિરોધ પ્રદર્શન કર્યું. લોકોએ બંને તરફનો રસ્તો બ્લોક કરી દેતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

અનેકવાર રજૂઆતો પછી પણ નિરાકરણ ન આવ્યું

સ્થાનિકોનું કહેવું છે કે સરસપુરમાં ગટર ઉભરાવાનો પ્રશ્ન ઘણા સમયથી છે, આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સ્થાનિક કોર્પોરેટરોને અનેકવાર રજૂઆતો કરવામાં આવી, છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી, આખરે લોકોએ કંટાળીને રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન નક્કી કર્યું, કેમકે અવાર-નવાર ગટરો ઉભરાવાથી ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતાં રોગચાળો ફાટી નીકળવાનો ડર હોય છે.

સ્થાનિકોએ રસ્તો બ્લોક કરી દીધો

આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા માટે સ્થાનિકોએ વિરોધ કરવાનું ચાલું કરી દીધું જેથી તેમની વિનંતી સ્વીકારવામાં આવે અને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે. સ્થાનિકોએ રસ્તાની વચ્ચે ઉભા રહીને ટ્રાફિક બ્લોક કરી દીધો હતો. જેના કારણે આસપાસના રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા.

લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો

આ ઘટનાની જાણકારી મળતાં AMCના અધિકારીઓ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓએ વિરોધ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, તેમને ખાતરી આપી કે યોગ્ય પગલાં લેવામાં આવશે ત્યાર બાદ મામલો શાંત પડ્યો હતો.

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો:

 Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી

Uttarakhand: હાઈકોર્ટ જતા અધિકારીઓની કાર પર પડ્યો મોટો પથ્થર, માત્ર 1 સેકન્ડ જીવ લઈ લેત

Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો

Tejashwi Yadav Dance Video: પટના મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ, કહયું- “હું મોદીજીને પણ નચાવું છું”

Punjab AAP MLA Arrested: દુષ્કર્મના આરોપી AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસ પર કર્યો ગોળીબાર

Gujarat Rain Forecast: ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું હશે વાતાવરણ?

 

Related Posts

Ahmedabad: બાળકોમાં જોવા મળતા ઓટિઝમના 80 ટકા કેસ માત્ર ડાયટ અને કસરતથી જ સારા થઈ જાય છે ! ડૉક્ટરોનું શુ કહેવુ છે? વાંચો
  • April 3, 2026

Ahmedabad: વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ અથવા વિશ્વ ઓટીઝમ સ્વીકૃતિ દિવસની આંતરરાષ્ટ્રીય સ્તરે દર વર્ષે 2 એપ્રિલે ઉજવવામાં આવે છે,જેનો હેતુ ઓટીઝમ પ્રત્યે વૈશ્વિક જાગૃતિ વધારવા , ઓટીસ્ટીક વ્યક્તિઓની સ્વીકૃતિ,પ્રશંસા અને…

Continue reading
Election: સુરત મનપામાં 60 વર્ષના ઈતિહાસમાં કેટલા મેયર બદલાયા? કોણે હેટ્રિક કરી? વાંચો,ખાસ અહેવાલ
  • April 2, 2026

■ મેયરની ખુરશી મુખ્ય પ્રધાન કરતાં પણ અસ્થિર! ■સુરતમાં કાશીરામ રાણા અને બારડોલીવાલાનો મેયર બની રહેવાનો રેકોર્ડ રહ્યો છે, વાંચો વિસ્તુત અહેવાલ (દિલીપ પટેલ,દ્વારા) Election: સુરત મહાનગરપાલિકા (મનપા) ની આગામી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pollution: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સરકારને નોટિસ ; પ્રદૂષણ મામલે જવાબ માંગ્યો!

  • April 4, 2026
  • 4 views
Pollution: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સરકારને નોટિસ ; પ્રદૂષણ મામલે જવાબ માંગ્યો!

BJP: ભાજપના જુના વચનો હજુપણ અધૂરા છે! ક્યારે પુરા થશે? જાણો સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું?

  • April 4, 2026
  • 5 views
BJP: ભાજપના જુના વચનો  હજુપણ અધૂરા છે! ક્યારે પુરા થશે? જાણો સિનિયર પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું?

Election: પ.બંગાળમાં શુ અમિત શાહ બાજી પલટી નાખશે?શુ ‘મમતા’ વિરુદ્ધ માહોલ છે? શુ છે વાસ્તવિકતા? જુઓ,વિશેષ અહેવાલ

  • April 4, 2026
  • 6 views
Election: પ.બંગાળમાં શુ અમિત શાહ બાજી પલટી નાખશે?શુ ‘મમતા’ વિરુદ્ધ માહોલ છે? શુ છે વાસ્તવિકતા? જુઓ,વિશેષ અહેવાલ

Election: EVMની કમાલ: 68.12% નોંધાયેલું મતદાન અચાનક વધીને 81.79% થઈ ગયું!! જુઓ,પરકલા પ્રભાકરે શુ કહ્યું?

  • April 4, 2026
  • 11 views
Election: EVMની કમાલ: 68.12% નોંધાયેલું મતદાન અચાનક વધીને 81.79% થઈ ગયું!! જુઓ,પરકલા પ્રભાકરે શુ કહ્યું?

Trump: ઈરાને વધુ એક અમેરિકન ફાયટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યુ! પાયલોટને જીવતો પકડવા ₹70 લાખનું ઈનામ

  • April 4, 2026
  • 11 views
Trump: ઈરાને વધુ એક અમેરિકન ફાયટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યુ! પાયલોટને જીવતો પકડવા ₹70 લાખનું ઈનામ

Donald Trump: ઈરાનમાં અમેરિકા વિરુદ્ધ માહોલ,લોકો ડર્યા વગર ફ્લેગ લઈ માર્ગો ઉપર ઉતર્યા! સરકાર વિરોધી લોકો અચાનક સરકાર તરફી કેમ થઈ ગયા? વાંચો ટ્રમ્પ ક્યાં ગોથું ખાઈ ગયા?

  • April 4, 2026
  • 12 views
Donald Trump: ઈરાનમાં અમેરિકા વિરુદ્ધ માહોલ,લોકો ડર્યા વગર ફ્લેગ લઈ માર્ગો ઉપર ઉતર્યા! સરકાર વિરોધી લોકો અચાનક સરકાર તરફી કેમ થઈ ગયા? વાંચો ટ્રમ્પ ક્યાં ગોથું ખાઈ ગયા?