Election: EVMની કમાલ: 68.12% નોંધાયેલું મતદાન અચાનક વધીને 81.79% થઈ ગયું!! જુઓ,પરકલા પ્રભાકરે શુ કહ્યું?

                                                                                      Election

■The Gujarat Report ના તંત્રી-માલિક મયુર જાની સાથે અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે આપેલા EXCLUSIVE ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારા ખુલાસા જોવા નીચે આપેલો વિડીયો જરૂર જુઓ.

દેશમાં ચૂંટણી દરમિયાન ભાજપ ઉપર EVMમાં ગરબડીના આરોપ અવારનવાર લાગી રહયા છે પણ આંધ્રમાં જે રીતે આખો મામલો સામે આવ્યો તેમાં ચૂંટણીપંચની વિશ્વનિયતા ઉપર સવાલો ઉઠ્યા હતા.The Gujarat Reportના MD અને સિનિયર પત્રકાર મયુર જાનીએ આ અંગે જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર સાથે વાત કરી તેઓ દ્વારા ઉઠાવવામાં આવેલા EVM ગરબડી મામલે વધુ વિગતો જાણવાનો પ્રયાસ કરાયો હતો જેમાં તેઓએ વિસ્તુત ચોંકાવનારી જાણકારી આપી હતી તેઓએ 2024 ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મતદાન ડેટા અને EVM (Electronic Voting Machines) ની કામગીરી ઉપર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેમણે તે વખતની ચૂંટણીઓને રહસ્યમય (Mystery in Plain Sight) ગણાવી હતી.પ્રભાકરે ચોંકાવનારો દાવો કર્યો હતો કે કુલ મતદાનના આશરે 4.16% (આશરે 1.7 મિલિયન મત) રાત્રે 11:45 થી 2:00 વાગ્યાની વચ્ચે મતદાન થયું હતું. તેમના મતે, લગભગ 3,500 બૂથ પર મતદાન સવારે 2 વાગ્યા સુધી ચાલુ રહ્યું.

■ EVM ની ગતિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા

તેમણે ટેકનિકલ પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે EVM ને સામાન્ય રીતે રીસેટ થવામાં 14 સેકન્ડ લાગે છે, પરંતુ ડેટા અનુસાર, ઘણી જગ્યાએ મધ્યરાત્રિ પછી, દર 6 થી 20 સેકન્ડે મતદાન થઈ રહ્યું હતું. તેમણે પૂછ્યું કે શું મતદાર માટે આટલા ઓછા સમયમાં બૂથમાં પ્રવેશ કરવો, મતદાન કરવું અને બહાર નીકળવું શક્ય છે ખરું?

તેમણે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ડેટામાં વિસંગતતાઓનો આરોપ લગાવ્યો. તેમના મતે, 13 મે, 2024 ના રોજ રાત્રે 8:00 વાગ્યા સુધીમાં સત્તાવાર મતદાન 68.12% નોંધાયું હતું, જે અચાનક રાત્રે 11:45 વાગ્યા સુધીમાં વધીને 76.50% થયું અને સવાર સુધીમાં કુલ 81.79% થઈ ગયું.પ્રભાકરે આરોપ લગાવ્યો કે રાત્રે 8:00 વાગ્યાથી સવારે 2:00 વાગ્યા સુધી કુલ 5.2 મિલિયન મતદાન થયું, જેને તેમણે “અત્યંત અસામાન્ય” ગણાવ્યું.

તેમની સાથે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ અને ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી પણ હતા, જેમણે તેમના આરોપો દરમિયાન ચૂંટણી ડેટામાં પારદર્શિતાના અભાવ અને ફોર્મ 17C ડેટા જાહેર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ મુદ્દા ઉપર The Gujarat Report ના તંત્રી-માલિક એવા મયુર જાની સાથેના ઇન્ટરવ્યૂમાં પરકલા પ્રભાકરે જે વાત કરી તેં જરૂર જુઓ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

  • August 19, 2026
  • 3 views
Manipur NRC demand: મણિપુરમાં NRC ની માગને લઈને બે દિવસની હડતાળ, 2027ની વસ્તી ગણતરી સામે વિદ્યાર્થી સંગઠનોનો વિરોધ

PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

  • August 19, 2026
  • 5 views
PM CARES Fund માં રૂ. 8,452 કરોડ છતાં માત્ર રૂ. 87 લાખ ખર્ચ! બે વર્ષ બાદ ખુલ્યા આંકડા

MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

  • August 19, 2026
  • 7 views
MPs MLAs Pending Cases : સાંસદો-ધારાસભ્યો સામે 4,192 ફોજદારી કેસ પડતર, 519 કેસ 10 વર્ષથી વધુ જૂના

Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

  • August 18, 2026
  • 6 views
Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?

Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

  • August 18, 2026
  • 6 views
Caste Census 2027: જાતિ વસતીગણતરીનું ‘રામબાણ’ હવે પેન્ડોરા બોક્સ કેમ બની ગયું? BJPથી કોંગ્રેસ સુધી મૂંઝવણ

CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી

  • August 18, 2026
  • 10 views
CAG Railway Report: ‘વિકાસ’ના દાવા વચ્ચે રેલવે સ્ટેશનોની આ હાલત? 89% થી વધુ સ્ટેશનો પર પાયાની સુવિધાઓ અધૂરી