
Ahmedabad: અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના નેતા ધર્મેન્દ્ર ભવાનીના એક વિવાદાસ્પદ ભાષણે મુસ્લિમ સમાજને નારાજ કર્યા છે. મુસ્લિમ સમાજે ભવાની દ્વારા મુસ્લિમ સમુદાયે પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) વિરુદ્ધ કથિત રીતે કરવામાં આવેલા અપમાનજનક નિવેદનોનો સખત વિરોધ કર્યો છે અને તેમની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. આ મુદ્દે મુસ્લિમ સમાજના લોકો દાણીલીમડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ભવાની વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી હતી.
નયના બેસાણામાં શું કહ્યું હતુ?
19 ઓગસ્ટ, 2025ના રોજ ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં નયન સંતાનીની હત્યા થઈ હતી, જે ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ ઘટનાને લઈને VHPના સંયુક્ત સચિવ ધર્મેન્દ્ર ભવાનીએ નયનને શ્રદ્ધાંજલિ આપવા માટે બેસણામાં ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં તેમણે નયનની હત્યાને હિન્દુ ગૌરવ પરના હુમલા તરીકે ગણાવી હતી. આ ઉપરાંત, તેમણે પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મુસ્લિમ સમાજે લગાવ્યો છે. આ નિવેદનોને લઈને મુસ્લિમ સમાજે તેમને ધર્માંધ અને કોમવાદી ગણાવ્યા છે, જેના કારણે સમાજમાં તણાવ વધ્યો છે.
View this post on Instagram
મુસ્લિમ મહિલા શેખ સુહાનાબાનુએ આ મુદ્દે પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું, “નયન સાથે જે બન્યું તેનાથી અમે ખૂબ જ દુખી છીએ. અમે તેના પરિવારની સંવેદના વ્યક્ત કરીએ છીએ. પરંતુ અમારા નબી, જેમણે અમને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો, તેમના વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે. આ સ્વીકાર્ય નથી. આથી અમે દાણીલીમડા પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને ધર્મેન્દ્ર ભવાનીની ધરપકડની માંગ કરીએ છીએ.”
<
कुरान,हदीस और मदरसे को लेकर मलउन विहिप नेता धर्मेंद्र भवानी ने मुस्लिम समुदाय के खिलाफ आपत्तिजनक भाषण दिया इसके लिए उसने अहमदाबाद के सेवेंथ डे स्कूल में नयन की हत्या को आधार बनाया। https://t.co/5orU9zZKVO pic.twitter.com/rMBuGbcEMq
— The Muslim (@TheMuslim786) August 26, 2025
/p>
વકીલ અનીસ શેખે આ મામલે વધુ આકરું વલણ અપનાવતા જણાવ્યું, “ધર્મેન્દ્ર ભવાનીએ મુસ્લિમ સમાજને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે અને તેમના નિવેદનો કોમવાદ અને હિંસાને પ્રોત્સાહન આપે છે. ઇસ્લામ શાંતિ અને ભાઈચારાનું પ્રતીક છે. અમારા નબીએ તો એમ પણ કહ્યું છે કે જેઓ તમારા પર જુલ્મ કરે, તેમના માટે પણ દુઆ કરો. આવા નિવેદનો દ્વારા નબીને વારંવાર બદનામ કરવાનું બંધ થવું જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે નયનની હત્યાને હિન્દુ-મુસ્લિમ રંગ આપવાનો પ્રયાસ નિંદનીય છે અને આવા પ્રયાસો સમાજમાં વિખવાદ ફેલાવે છે.
હિન્દુ-મુસ્લિમ રંગ ના આપો
મુસ્લિમ સમાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે નયનની હત્યા એક દુ:ખદ ઘટના છે, પરંતુ તેને સાંપ્રદાયિક રંગ આપવો ખોટું છે. અનીસ શેખે ઉમેર્યું, “અમે નયનના પરિવાર સાથે છીએ અને તેમના દુ:ખમાં સહભાગી છીએ. પરંતુ આ ઘટનાનો ઉપયોગ મુસ્લિમ સમાજને બદનામ કરવા માટે ન થવો જોઈએ. RSS અને VHP જેવી સંસ્થાઓએ બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજોની દલાલી કરી હતી, જ્યારે મુસ્લિમ સમાજે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આવા નિવેદનો દ્વારા ઇતિહાસને ખોટી રીતે રજૂ ન કરવો જોઈએ.”
સમાજમાં હિંસા ભડકાવવાનું કામ
મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભવાનીના નિવેદનો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને સમાજમાં હિંસા ભડકાવવાનું કામ કરે છે.
નયનની હત્યા અને તેને લઈને થયેલા વિવાદે અમદાવાદમાં તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. મુસ્લિમ સમાજે શાંતિ જાળવવાની અપીલ કરી છે અને ન્યાયની માંગ કરી છે, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાને કોમી રંગ આપવાનો પ્રયાસ નિંદનીય છે. બીજી તરફ, VHPના નેતાઓએ હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, જેનાથી વિવાદ વધુ ગરમાઈ શકે છે.
‘શાળામાં મુસ્લીમો રહેશે કે હિન્દુઓ’
બીજી તરફ ઘણા લોકો નયની હત્યાનો ભારે વિરોધ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે શાળામાં મુસ્લીમો રહેશે કે હિન્દુઓ. મુસ્લિમોને હાંકી કાઢવા જોઈએ. 100 માંથી 80 બાળકો મુસ્લીમ હોય છે. વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાનો વિરોધ કરી રહેલા લોકોએ આ વાત કરી છે.
लोकेशन : अहमदाबाद,गुजरात
स्कूल में मोमेडियन रहेंगे या हिंदू ।
मुसलमानों को निकाल दो … 100 बच्चे में 80 बच्चे मोमेडियन के है…उन्हें निकाल दो।छात्र नयन संतानी की हत्या का विरोध कर रहे परिजनों ने स्कूल से मुस्लिम बच्चों को निकालने की बात कही । pic.twitter.com/7n2hvgz5UQ
— The Muslim (@TheMuslim786) August 25, 2025
આ પણ વાંચો:
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ થવાની દિશામાં કાર્યવાહી!, હવે શું થશે?
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ
J.J. Mevada: BJP નેતાની 300 કરોડની સંપતિ જપ્ત થશે, AAPમાંથી ભાજપમાં ગયા પણ મેળ ના પડ્યો!
Ahmedabad: મોદીના બંદોબસ્ત માટે આવેલા બે મહિલા કર્મચારીઓના મોત કેવી રીતે થયા?
Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!