Ahmedabad: બોનસ લેવા જતાં પોલીસની દિવાળી બગાડી, ACB એ કર્યા જેલભેગા, જાણો ઘટના

  • Gujarat
  • October 10, 2025
  • 0 Comments

Ahmedabad: હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ઘણા એક પોલીસ કર્મચારીની દિવાળી બોનસ ઊઘરાવવાની શરમજનક ઘટના બહાર આવી છે. અમદાવાદના SP રિંગ રોડ પરથી એક ટ્રાફિક કોન્સેટબલ લાંચ લેતાં ઝડપાઈ જતાં ખળભળાટ મચ્યો છે. સરદાર પટેલ રિંગ રોડ ઉપરથી એસીબીએ ટ્રાફિક કોન્સ્ટેબલને દિવાળી બોનસ પેટે રૂ. 1 હજારની લાંચ લેતાં ઝડપી પાડ્યો છે.

આ કેસમાં મુખ્ય આરોપી કોન્સ્ટેબલ કિશોર મકવાણા છે, જેમણે અમદાવાદ શહેરમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરનારા એક વેપારીની ટ્રકોને નિયમિત રીતે હેરાનગતિ આપીને પૈસા વસૂલવાનો પ્રયાસ કર્યો હતો. વેપારી પાસે છથી સાત ટ્રકો છે, જે કાયમી રીતે સરદાર પટેલ રિંગ રોડ પર અસલાલી સર્કલથી કમોડ તરફ અવરજવર કરતી હોય છે. આ રૂટ પર નિયમિત પેટ્રોલિંગ કરતા મકવાણાએ વેપારીની ટ્રકોને બન્ને કરવા માટે વિવિધ બહાનાઓ અપનાવ્યા હતા, જેમાંથી એક અઠવાડિયા પહેલાની ઘટના આ કેસનું મુખ્ય કારણ બની.

એક અઠવાડિયા પહેલા, અસલાલી સર્કલ પાસે એક ટ્રક પસાર થતાં કોન્સ્ટેબલ કિશોર મકવાણાએ તેને રોકી લીધી હતી. ડ્રાઇવરને સીટબેલ્ટ ન બાંધવાના કારણે રૂ. 3,000નો મેમો આપવાની ધમકી આપીને તેણે વેપારીને ફોન કરાવ્યો હતો. ફોન પર વેપારી સાથે વાતચીત કરતા મકવાણાએ ટ્રકને જવા દીધી હતી, પરંતુ રૂબરૂ મળવાની શરત પૂરી કરી. આ પછી તેણે વેપારીને અવારનવાર ફોન કરીને મળવા માટે બોલાવ્યા, અને મળવા ન આવે તો ટ્રકોને હેરાન કરવાની ગર્ભિત ધમકીઓ આપી. આવી હેરાનગતિથી ત્રણ-ચાર દિવસ પછી વેપારીએ જાતે અસલાલી સર્કલ પહોંચીને મકવાણા સામે રજૂ થયા.

વેપારીએ કહ્યું હતું કે તેમની છથી સાત ટ્રકો રોજ આ જ રૂટ પરથી જતી હોય છે, જેથી તેમને સમજાઈ ગયું કે આ હેરાનગતિ લાંબા ગાળાની હશે. આ તકને વાપરીને કોન્સ્ટેબલ મકવાણાએ તરત જ રૂ.1 હજારની માંગણી કરી, જે વેપારીએ ત્યારે જ આપી દીધા. આ પૈસા લીધા પછી પણ મકવાણાની માંગણીઓ રોકાઈ નહીં. દિવાળીની નજીક આવતાં તેણે ‘બોનસ’ના નામે વધુ પૈસા માંગ્યા, જે વેપારીએ એક-બે દિવસમાં આપવાનું કહીને ટાળ્યું.

એસીબીનું છટકું

વેપારીને કોન્સ્ટેબલની આવી ધમકીઓ અને વારંવારની માંગણીઓથી કંટાળો આવ્યો, અને તેણે એસીબીને આ બાબતની જાણ કરી. એસીબીની ટીમે તરત જ તપાસ શરૂ કરી અને અસલાલી સર્કલ પાસે છટકું ગોઠવ્યો. દિવાળી બોનસના નામે રૂ. 1 હજારની લાંચ લેવા આવેલા કોન્સ્ટેબલ કિશોર મકવાણાને એસીબીએ રંગે હાથ ઝડપી લીધો.

આ ઘટના એકલી નથી, પરંતુ તે દિવાળી જેવા તહેવારોમાં ભ્રષ્ટાચારના વધતા પ્રકારને પ્રતિબિંબિત કરે છે. દર વર્ષે તહેવારોની આવનારી સાથે જ વેપારીઓ, વ્યવસાયીઓ અને સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોમાંથી ‘બોનસ’ અને ‘ગિફ્ટ’ની માંગણીઓનો સામનો કરવો પડે છે. કેટલાક કિસ્સાઓમાં આ માંગણીઓને પૂરી પાડવી જરૂરી બની જાય છે, જેથી કામકાજ સરળતાથી ચાલે. આવી પ્રથાઓ ન માત્ર વિશ્વાસને ઠેસ પહોંચાડે છે, પરંતુ ભ્રષ્ટાચારને વધુ ગાઢ કરે છે.

આ પણ વાંચો:

Ahmedabad:’ વધું પૈસા ન આપ્યા તો તમારે ત્યાં GSTની રેડ પડાવી દઈશ’ દિવ્ય ભાસ્કરના પત્રકારે જ્વેલર પાસેથી લાંખોની લાંચ માંગી

UP: પ્રેમ, વિશ્વાસઘાત અને બ્લેકમેલ, 55 વર્ષિય મહિલાની પ્રેમજાળમાં ફસાઈ ગયો યુવાન, શારીરિક સંબંધો બનાવ્યા, પછી બચવા…

UP: ‘મારી વેવાણનું મારા પુત્ર સાથે અફેર હતુ’, સાસુના પ્રેમમાં ડૂબેલા જમાઈએ પત્નીને પતાવી દીધી, હચમચાવી નાખતી ઘટના

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Gujarat Farmers Protest: ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 30 જૂને ગુજરાતભરમાં ચક્કાજામ
  • June 16, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના ધરતીપુત્રો હવે આકરા પાણીએ છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી ‘કિસાન અધિકાર યાત્રા’ જ્યારે ગાંધીનગર તરફ કૂચ કરી રહી હતી, ત્યારે ઓગણજ ટોલનાકા પર પોલીસે તેમને…

Continue reading
Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતો સામે ખાખી અને કોર્પોરેટની જોડી? વીજ પોલ મુદ્દે ઉગ્ર બન્યો વિરોધ
  • June 15, 2026

Morbi Jetpar Farmers Protest: મોરબીના જેતપર ગામની ધરતી પર અત્યારે અંધાધૂંધીનો માહોલ છે. પોતાની ખેતીલાયક જમીન અને પાકને બચાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે, પરંતુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 4 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 4 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 12 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?

  • June 16, 2026
  • 8 views
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?