Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • આગામી 5 વર્ષમાં અમદાવાદમાં શિયાળામાં ઠંડીના બદલે ગરમી લાગશે

દિલીપ પટેલ 

Ahmedabad tree cutting: ગુજરાતના શહેરો ગરમ બની રહ્યાં છે. ગરમી એટલી વધી છે કે શહેરમાં ગરમીનું પ્રમાણ 133 વર્ષ પછી ઉચું ગયું છે. રાજકોટમાં 46 ડીગ્રી થઈ ગયું છે. મોટા ભાગના શહેરોમાં ગરમી વધી રહી છે. વૃક્ષો કાપીને ઉદ્યોગો અને ઉંચા બિલ્ડિંગો બની રહ્યાં છે. જે ગરમી વધારી રહ્યાં છે. આગામી 5 વર્ષમાં અમદાવાદમાં શિયાળામાં ઠંડીના બદલે ગરમી લાગશે.

નરેન્દ્ર મોદીએ રવિવારે અમદાવાદના વૃક્ષા રોપણના વખાણ કર્યા હતા. પણ તેના વખાણ પાછળ કેવા જૂઠ છૂપાયા છે તે સમજવા જેવું છે. જો એ હકીકત જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવા જૂઠાણા અમદાવાદના વૃક્ષો માટે ચલાવી રહ્યા છે તે સ્પષ્ટ થઈ ગયું છે.

2030 સુધીમાં અમદાવાદમાં ગ્રીન લેવલ 3 ટકા પહોંચી જશે, જે મોટું સંકટ ઊભું કરી શકે છે.  2030માં શિયાળામાં હીટવેવ આવી શકે છે.

અમદાવાદ હરિયાળું શહેરનું સૂત્ર આપીને ભાજપે 3 વખત સત્તા મેળવી હતી. 1987થી અમદાવાદમાં ભાજપની સરકાર છે છતાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે.

ખતરો

દેશનું છઠ્ઠું મોટું શહેર અમદાવાદ છે. IISC બેંગલુરુ દ્વારા 2021માં કરેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 20 વર્ષમાં અમદાવાદમાં વૃક્ષ આવરણ 46%થી ઘટીને 24% થઈ ગયું હતું.

1990થી 2010ની વચ્ચે શહેરના બાંધકામોમાં 132%નો વધારો થયો હતો. 1990માં ભાજપ સત્તા પર આવ્યો ત્યારે અમદાવાદમાં 7.03% જમીન પર બાંધકામ હતા. 2010માં 16.34% અને 2024માં 38.3% થયો જે 2025માં 40 ટકા થવાની ધારણા છે.

2030 સુધીમાં વનસ્પતિ આવરણ અમદાવાદના 3% વિસ્તારમાં જ હશે. 2011માં અમદાવાદની વસ્તી 55 લાખ હતી.  2026માં 1 કરોડ વસ્તી થઈ જશે.

ગુજરાતના 17 મહાનગરો

ગુજરાતમાં શહેરી વસ્તી 2011 પ્રમાણે 2 કરોડ 57 લાખ હતી. જે 2010ની સરખામણીએ 42.5 ટકાનો વધારો બતાવે છે. 1971માં 28.1 ટકા, 1981માં 31.1 ટકા અને 1991માં 34.49 ટકા વસ્તી વધી હતી. 2021ના અંત સુધીમાં અંદાજે 3.5 કરોડ અને 2025માં ગુજરાતની 50 ટકા એટલે કે 3 કરોડ 50 લાખ વસ્તી શહેરોમાં વસે છે.

વૃક્ષોના આવરણ તેમજ હવાની ગુણવત્તા શહેરોમાં ઘટી રહી છે. સૌથી વધુ પ્રદૂષણનું સંકટ અમદાવાદ પર છે.

કાર્યક્રમ

અમદાવાદ મહાનગરપાલિકાએ 2025માં શહેરમાં 40 લાખ  વૃક્ષો વાવવાનું નક્કી કર્યું છે. 70 લાખ વૃક્ષોનું વાવેતર અને જળ સંચયના વધારાથી અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું હોવાનો દાવો સત્તાવાળાઓ કરી રહ્યા છે. પણ વાસ્તવિકતા એ છે કે 8 મહાનગરોમાં અમદાવાદ 8માં નંબર પર વૃક્ષોમાં આવે છે.

માર્ચ 2025માં 12 વર્ષ બાદ શહેરમાં વૃક્ષોની ગણતરી હાથ ધરાઈ હતી. વૃક્ષોના સ્થળ, જાડાઈ, ઊંચાઈની નોંધ માટે GPS અને GISનો ઉપયોગ કરાયો હતો.

રાજ્યમાં 39.75 કરોડ વૃક્ષો હતા જે 20 વર્ષમાં 14.65 કરોડ વધ્યા હતા. અમદાવાદ જિલ્લો રાજ્યમાં 29માં ક્રમે વૃક્ષોમાં રહ્યો છે. ગુજરાતમાં ગ્રીન કવર 11.52% છે જે દેશમાં 24.16% વૃક્ષ છે. આમ સમગ્ર દેશમાં ગુજરાત વૃક્ષોના આવરણમાં સાવ પછાત છે.

2 લાખ વૃક્ષો શહેરમાં હોય તો 1 લાખ કિલો પ્રદૂષણને દૂર કરે છે. અમદાવાદમાં વૃક્ષો ઓછા હોવાથી પ્રદૂષણ વધે છે.

અમદાવાદ મહાનગર પાલિકાએ 2020-21 થી 2024-25 વચ્ચે 93 લાખ વૃક્ષો વાવ્યા હતા. અમદાવાદ શહેરમાં 12.5 ટકા વૃક્ષ આવરણ છે. છેલ્લા ત્રણ વર્ષમાં 70 લાખ વૃક્ષો ઉગાડાયા હોવાનો દાવો કરાયો છે. વૃક્ષો શહેરોમાં હવાની ગુણવત્તા સુધારે છે . વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીને હવાના ઝેરી સ્તરને ઘટાડી શકે છે. એક પુખ્ત વૃક્ષ 48 પાઉન્ડ જેટલો કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે છે. પણ સત્તાવાળાઓ વૃક્ષો વાવવામાં પણ પૈસા શોષી લે છે.

નવી વાત

બાયો-ડાઇવર્સિટી પાર્કમાં 170 પ્રકારના 45,000 વૃક્ષોનું જંગલ બનાવવાનું 2021માં નક્કી કરાયું હતું. પાંચ વર્ષ સુધી માવજત માટે ઠેકો અપાયો હતો. સાબરમતી રિવરફ્રન્ટમાં 1.35 લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરાયું હતું.

વૃક્ષના નામે ભાજપનું કૌભાંડ

માંના નામે વૃક્ષની ઝુંબેશ ભાજપ ચલાવે છે. પણ ધરતી માના વૃક્ષોના નામે કૌભાંડ પણ કરે છે. ત્રણ વર્ષમાં 70.94 લાખ રોપામાંથી 24.83 લાખ રોપા બળી ગયાં છતાં ઠેકેદારોને બ્લેકલિસ્ટ કર્યા નથી. વૃક્ષો કાપી નાંખે છે અને ગ્લોબલ વોર્મિંગના નામે નાગરિકોના પૈસા લૂંટે છે. નાગરિકોને ગરમીથી બચાવવાનાં નામે શહેરીજનોનાં ટેકસનાં નાણાંમાંથી જ વૃક્ષારોપણ કર્યાની પ્રસિધ્ધિ મેળવવામાં આવે છે.

સાબરમતી નદી કાંઠે કોનોકાર્પસ વૃક્ષો વાવામાં આવ્યા છે તેના પાંદડા કે ફળો જાનવરો ખાતા નથી, કાર્બન ડાયોક્સાઈડ છોડતું હોવાથી અનેક બીમારીઓ નોતરે છે.

ભાજપે 2025 સુધીમાં ગ્રીન કવર 12 ટકાથી વધારીને 15 ટકા સુધી લઇ જવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, પરંતુ ત્રણ ટકાનો વધારો કાગળ પર બતાવાયો હોવાનો આરોપ વિપક્ષે મૂક્યો હતો.

બગીચા વિભાગ માનીતા ઠેકેદારોને કામ આપે છે. ભાજપે વૃક્ષારોપણ અને તેને જાળવણી કરવાનાં લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ ઓળખીતાને આપી દીધા હતા.

3 વર્ષમાં વૃક્ષારોપણની જાળવણી માટે રૂ. 66.21 કરોડનાં 394 કામો કોન્ટ્રાક્ટરોને અપાયાં હતા. તેમાં 71 સિંગલ ટેન્ડરથી અને 323 કામો ક્વોટેશનથી આપી દેવાયા હતા. AMC શાસકો દ્વારા છેલ્લા 3 વર્ષમાં 70.94 લાખ વૃક્ષો રોપ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. જે માત્ર દાવો હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદની સરકાર એવો દાવો કરે છે કે, 2023 સુધી સરેરાશ વૃક્ષ અસ્તિત્વ દર 6 ટકા હતો તે 2024માં 8.4% થયો છે. અમદાવાદનું હાલમાં વૃક્ષ આવરણ 60 ચોરસ કિલોમીટર છે જે શહેરના કુલ વિસ્તારના 12.5 ટકા જેટલું થયું છે. અમદાવાદમાં વ્યક્તિદીઠ વૃક્ષો 2021માં 6.8 ચોરસ મીટરથી વધારે 2024માં 8.4 થયું છે.

શહેરના 48માંથી 41 વોર્ડમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધ્યો હોવાનો દાવો કરે છે.

સાબરમતી રીવર ફ્રન્ટ ના પરિણામે તથા કાંકરીયા સહિતના તળાવોના પુનઃ નિર્માણ દ્વારા જળસંચય- સંગ્રહ તથા ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. વૃક્ષાચ્છાદિત આવરણ વધતા અને જળ સંગ્રહ ક્ષમતા માટેના ઉપાયો હાથ ધરાતા અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું હોવાનો દાવો કરે છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ પરકોલેટિંગ વેલ, ખંભાતી કુવા તથા જળ સંચય કરવા રૂ.200 કરોડની જોગવાઈ કરી છે.

કંપનીઓ સાથે મળીને મિશન મિલિયન ટ્રીઝ ઝુંબેશ અમદાવાદમાં શરૂ  કરીને પાંચ વર્ષમાં 260 અર્બન ફોરેસ્ટ અને ઓક્સિજન પાર્ક અમદાવાદમાં ડેવલપ થયા છે.

2019માં 998 લીલા વૃક્ષોને કાપી નાંખ્યા

2018-2019માં અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને મેટ્રો ટ્રેન, સ્ટેટ હાઈવે સહિતના કામોના બહાને 998 લીલા વૃક્ષોને કાપી નાંખ્યા હતા. દસેક વર્ષમાં અમદાવાદ શહેરમાંથી 6933 ઝાડો કાપી નાખવામાં આવ્યા હતાં.

2018-19માં અમદાવાદમાં ટ્રી કવર 4.66 ટકા છે. 15 ટકા હોવું જોઈએ. અમદાવાદમાં 618048 વૃક્ષો હતા. ટ્રી ડેન્ટીસિટી 13.20 ટકા હતી. 84 હજાર 849 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ગ્રીનસિટી તરીકે અમદાવાદનો સાતમો ક્રમ છે. ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ગાંધીનગરમાં 53.90 ટકા ટ્રીકવર છે. ભાવનગર અને વડોદરામા ય ટ્રી કવર વધુ છે પણ મેટ્રો સિટી અમદાવાદમાં લીલા વૃક્ષોની સંખ્યા ઓછી છે. અમદાવાદ જાણે કોંક્રિટના જંગલમાં પરિવર્તિત થયું હોય તેમ લાગી રહ્યુ છે.

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં દોઢ વીઘા વિસ્તારમાં ફેલાયેલા વડની ઉમર 702 વર્ષ હોવાનું માનવામાં આવે છે.

રાજ્યોના શહેરો

2025માં રાજ્યમાં 17 મહાનગરોમાં એક હેક્ટરથી વધુ વિસ્તાર અને 40,000થી વધુ વૃક્ષો વાવી શકાય તેવા 100 શહેરી જંગલ બનાવવાનું નક્કી કરાયું છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા 50 લાખથી વધુ વૃક્ષો વવાશે. મહાનગરોના તળાવનું ઈન્ટર લિંકિંગ કરવાનું નક્કી કર્યું છે.
નવી ટાઉન પ્લાનિંગ સ્કીમમા એક ટકા જમીન અર્બન ફોરેસ્ટ માટે અનામત રાખવાનું ફરજિયાત કરાયું છે. બગીચો ન હતા તેવી 38 નગરપાલિકામાં બગીચા બનાવ્યા છે.

રાજ્યમાં વૃક્ષો

વૃક્ષ ગણતરીમાં વર્ષ 2021માં કરવામાં આવી હતી. 39.75 કરોડ વૃક્ષો નોંધાયા હતા. 2003ની સરખામણીમાં 58.36 ટકા વૃક્ષોમાં વધારો નોંધાયો હતો.

વન વિસ્તાર બહાર વર્ષ 2003માં 25.10 કરોડ વૃક્ષો હતા જે વધીને વર્ષ 2021માં કુલ 39.75 કરોડ થયા છે.

વન વિસ્તાર બહાર વૃક્ષોની ઘનતા વર્ષ 2003માં 14.10 વૃક્ષ પ્રતિ હેક્ટર હતી જે વર્ષ 2021માં વધીને 25.74 વૃક્ષ પ્રતિ હેક્ટર થઇ છે.

રાજ્યમાં 89 વન કુટીર, 27 પવિત્ર ઉપવન, 66 કિસાન શિબિર અને 670 સ્મશાન સગડી છે.

રાજ્યમાં 33 જિલ્લા, 8 મહાનગરપાલિકા, 250 તાલુકા અને 5500 ગ્રામીણ કક્ષાએ વન મહોત્સવ યોજવાનું આયોજન છે.

જિલ્લાઓમાં 200 હેક્ટર વિસ્તારમાં વન કવચ વાવેતર કરવાનું આયોજન હતું. જૂન 2024 સુધીમાં 23 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું હતું.

રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ કુલ 31000 હેક્ટર ખેડૂતો કરવાના હતા. રસ્તાઓ ઉપર 70 હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ બનાવવાના હતા.

સપ્ટેમ્બર-2024 સુધીમાં સમગ્ર રાજ્યમાં 12.20 કરોડ વૃક્ષો વાવવાના હતા. માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાના હતા.

શહેરોમાં વૃક્ષોની સંખ્યા

શહેર
વૃક્ષોની સંખ્યા
ટ્રી ડેન્સિટી
ટ્રી કવર ટકા
ગાંધીનગર
866672
152
53.9
અમદાવાદ
618048
13.2
4.66
વડોદરા
747193
45.9
16.29
રાજકોટ
137522
13.2
4.69
ભાવનગર
475953
89.46
21.35
સુરત
333990
8.4
3

2021માં પાંચમી વૃક્ષ ગણતરીમાં આણંદ જિલ્લો પ્રતિ હેક્ટર 71.44 વૃક્ષ સાથે રાજ્યમાં પ્રથમ, સુરેન્દ્રનગર પ્રતિ હેક્ટર 4.50 વૃક્ષ હતા. જે સૌથી ઓછા હતા. વૃક્ષોની ગીચતામાં સુરત રાજ્યમાં 11માં ક્રમે, ભાવનગર 20માં, રાજકોટ 28માં ક્રમે હતા. રાજ્યમાં સૌથી વધારે વૃક્ષો 31.75% મધ્ય ઝોનમાં હતા. સૌરાષ્ટ્ર-કચ્છમાં 28.00% વૃક્ષો હતા. દક્ષિણ ઝોનમાં 20.51% વૃક્ષો હતા.

5મી વૃક્ષ ગણતરી અનુસાર, રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 14.65 કરોડનો વધારો થયો છે. આ ગણતરીના તારણો મુજબ, રાજ્યમાં વૃક્ષોની સંખ્યા 39.75 કરોડ છે.

2021માં કરવામાં આવેલી મોજણી મુજબ, રાજ્યમાં સૌથી વધારે વૃક્ષ આણંદ જિલ્લામાં આવેલા છે. રાજ્યમાં ટ્રી કવરનું પ્રમાણ 2001માં 2.06 ટકાથી વધીને 2019માં 6.11 ટકા થયું છે. જ્યારે ગ્રીન કવરની દૃષ્ટિએ જોઈએ તો રાજ્યમાં ગ્રીન કવરનું પ્રમાણ 11.52 ટકા છે. જેનું એક મોટું કારણ મોટો રણ પ્રદેશ પણ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં વન વિસ્તારમાં 2950 ચોરસ કિમીનો વધારો થયો છે. 1991માં 11,907 ચો.કિમી વન વિસ્તાર હતો. જે વન વિભાગના પ્રયાસોને કારણે 2019માં વધીને 14,857 ચો.કિમી થયો છે. રાજ્યમાં પ્રતિ હેક્ટર દીઠ વૃક્ષોની સંખ્યા 2001માં 2 હતી જે વધીને 2019માં 50 થઈ છે.

રાજકોટ
રાજકોટમાં 133 વર્ષે ગરમીનો વિક્રમ તૂટ્યો છે. ન્યારી, આજી, નાકરાવાડી, પ્રદ્યુમ્નપાર્કમાં વૃક્ષોની સંખ્યા 16 લાખ છે. રાજકોટ શહેરમાં 5 લાખ વૃક્ષો છે. 20 લાખની વસ્તીમાં 20 લાખ વાહનો છે. વૃક્ષો નહિવત્ છે. ઢેબરરોડ, ત્રિકોણબાગ, ગોંડલ રોડ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ જેવા મુખ્યમાર્ગો પર વૃક્ષો નથી.

આ પણ વાંચોઃ

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 5 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 7 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 18 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 8 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત

  • October 29, 2025
  • 9 views
Cyclone Montha Hits Andhra Coast: ચક્રવાત મોન્થા 110ની સ્પીડે આંધ્રના દરિયાકિનારે લેન્ડફોલ થયું!અનેક વૃક્ષો ધરાશાયી,ત્રણના મોત