
Ahmedabad Vegetable Vendors Protest: અમદાવાદના જોધપુર ગામમાં રોજનું કમાઈને ગુજરાન ચલાવનાર શાકભાજીના ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે. શાકભાજીનો ધંધો કરનારા 300 પરિવારો બે મહિનાથી પોતાનો ધંધો રોજગાર બચાવવા માટે સરકાર સહિત વહીવટી તંત્રને હાથ જોડી રહ્યા છે, પરંતુ તેમને સાંભળનાર કોઈ નથી. આ ધરણા પાછળનું કારણ એ છે કે, જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની લારીઓ દબાણ શાખાની ટીમે હટાવી દીધી છે, અને ત્યાર બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. તેથી આ ધંધાર્થીઓ છેલ્લા 46 દિવસથી ધરણા પર બેઠા છે.
300થી વધુ શાકભાજી વેચતાં લોકોને હાલાકી
અમદાવાદના જોધપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શાકભાજીનો ધંધો કરનારની દબાણ શાખાની ટીમે લારીઓ હટાવી દીધી છે, અને ત્યારબાદ તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી આપી. જોકે, આ શાકભાજીના ધંધાર્થીને પ્લોટ ફાળવવામાં આવ્યો છે પરંતુ ત્યાં મસમોટુ ભાડુ વસૂલાતું હોવાથી તેમને પરવડે તેમ નથી, અને ત્યાં કોઈ ગ્રાહક શાકભાજી ખરીદવા આવે એમ નથી.જેથી નજીકના વિસ્તારમાં પ્લોટની ફાળવણી કરવાની માગ કરાઈ છે. તેમણે અહીંથી 4 કિલોમીટર દૂર અમને જગ્યા ફાળવવામાં આવી છે. 300થી વધુ લારી ચાલકોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્યમંત્રી સુધી રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં
આ શાકભાજીના ધંધાર્થીઓ મુખ્યમંત્રી(CM), ધારાસભ્ય(MLA) અને કમિશનરને પણ રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તેમની કોઈએ રજૂઆત ન સાંભળી ત્યારે હવે તેમના ધરણાના 46 દિવસ પછી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) લારીગલ્લના પાથરણાં સંઘને મળવાં જોધપુર પહોંચ્યા હતા. ઇસુદાન ગઢવીએ શાકભાજીના ધંધાર્થીએને સાંત્વના પાઠવી હતી.