
ગુજરાતમાં હવે કાયદાનો ડર રહ્યો જ ન હોય તેમ વારંવાર જાહેરમાં મારામારી, હત્યા, લૂંટ જેવી ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે હવે અમદાવાદના વાસણામાં અંગત અદાવતમાં બે શખ્સો દ્વારા એક યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. જેથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ વાસણા પોલીસ દોડી ગઈ હતી. હાલ સમગ્ર મામલે તપાસ કરી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
અમદાવાદ શહેરમાં સતત કાયદો અને વ્યવસ્થાની હાલત કથળી રહી છે. આજે અમદાવાદના વાસણા વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. જેમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. જિગ્નેશ કડગરે નામના યુવકને છરી વડે રહેંસી નાખવામાં આવ્યો છે. બે શખ્સોએ અંગત અદાવતની રીસ રાખી વાસણામાં રજવાડું હોટલની પાછળ છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. બંને હત્યારાઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. બનાવની જાણ થતાં જ વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમરેલી નકલી લેટરકાંડની તપાસનો ધમધમાટઃ SMCના વડા નિર્લિપ્ત રાયનાં અમરેલીમાં ધામા