Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

Air India Mumbai Ahmedabad flights canceled: એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ વારંવાર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના પછી સતત તપાસ બાદ ઘણી ગેરરીતિઓ બહાર આવી રહી છે. મુંબઈથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સોમવારે રદ કરવામાં આવી હતી. તેમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

આ ઘટનાને લીધે મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે રકઝક થઈ હતી, જેના પરિણામે ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, ગત રાત્રે 10:45 વાગ્યે મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ રાત્રે 12:30 વાગ્યે ટેકઓફ માટે રનવે તરફ જઈ રહી હતી, ત્યારે ટેક્નિકલ ખામીના કારણે તેને રોકવામાં આવી. એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ મુસાફરોએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને ફ્લાઈટ ટેકઓફ ન કરવા જોરદાર વિરોધ કર્યો.

મુસાફરો અને સ્ટાફ વચ્ચે ગરમાગરમી

આ ઘટના બાદ મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. મુસાફરોએ ટેક્નિકલ ખામીની ગંભીરતા અંગે સવાલ ઉઠાવ્યા અને ફ્લાઈટ ઉપાડવા સામે વાંધો દર્શાવ્યો. આખરે, રાત્રે 1:00 વાગ્યે પાઈલટે ફ્લાઈટ કેન્સલ કરવાની જાહેરાત કરી, અને વિમાનને પરત એરપોર્ટ ટર્મિનલ તરફ લઈ જવામાં આવ્યું.

આ દરમિયાન, મુસાફરોએ એર ઈન્ડિયા અને ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો કે ટેક્નિકલ ખામીની જાણકારી ગ્રાઉન્ડ પર જ સમયસર આપવામાં આવી. આના કારણે મોટી દુર્ઘટના ટળી શકી. જોકે, ફ્લાઈટ કેન્સલ થવાથી મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી, અને ઘણાએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી. એર ઈન્ડિયા દ્વારા હજુ સુધી આ ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ કેન્સલ

હાલ જાણવા મળી રહ્યું છે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, તે ટેકનિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

VADODARA: વિશ્વામિત્રી નદીમાં બે મોટા મગરના મોત, તંત્રમાં દોડધામ

કેવડિયા ઝૂમાં બે વર્ષમાં 60 વિદેશી પ્રાણીઓ મોતને ભેટતાં હોય તો રિલાયન્સ ઝૂમાં કેટલાં પ્રાણીઓના મોત થયા હશે?

મહાકુંભમાં ભાગદોડ: મગરના આસુ સારતાં નેતાઓ લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે સ્વીકારશે?

Simmi Chaudhary Murder: મોડલ શીતલ પરિણીત, 1 દિકરો પણ, કરાયા અંતિમસંસ્કાર, સુનીલ સાથેની મિત્રતા મોંઘી પડી

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

Snake Bite Death Meerut: પત્નીએ મોં અને પ્રેમીએ પતિનું ગળું દબાવી દીધુ, સર્પદંશનું કાવતરું, 14 દિવસના રિમાન્ડ

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Related Posts

SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading
Teen Driving: અમદાવાદમાં એક વર્ષમાં સગીર વાહનચાલકોમાં 500 ગણો વધારો; દેશમાં ગુજરાતના કિશોરો ગેરકાયદે વાહન ચલાવવામાં આગળ
  • January 27, 2026

દિલીપ પટેલ Teen Driving : રાજ્યમાં સગીર વયના વાહન ચાલકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે અને તેમાંય અમદાવાદ શહેરમાં એક જ વર્ષમાં સગીર વાહનચાલકોની સંખ્યા 500 ગણી વધી જતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 4 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 5 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 7 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • February 1, 2026
  • 13 views
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • January 31, 2026
  • 3 views
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

  • January 31, 2026
  • 8 views
Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો