AMC Budget: અમદાવાદ મનપાનું 15,502 કરોડનું બજેટ રજૂ, વાંચો સમગ્ર વિગત

  • Gujarat
  • February 14, 2025
  • 2 Comments

AMC Budget 2025-26:  આજે 14 ફેબ્રાઆરીએ અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનનું બજેટ રજૂ કરાયું છે. જેમાં લોકના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા રૂ.1501 કરોડનો વધારા સાથે રૂ. 15502 કરોડનું બજેટ રજૂ કરાયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા રિબેટ તેમજ 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચુકવશે તો 15% રિબેટ મળશે. અગાઉ એડવાન્સ ટેક્સ ચુકવવા ઉપર 10% રિબેટ મળતી હતી.

ઈલેક્ટ્રિક્ટ વાહનોને પ્રાત્સાહન

બીજી તરફ AMCએ ઈલેકટ્રીક વાહનનો ઉપયોગ કરનારાઓને વેરામાં 100% રાહત આપી છે. ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રીક વાહનોના ટેકસમાં 100 ટકા મુક્તિ આપવામાં આવી છે.

કેન્સરના દર્દીઓ માટે પેલીએટીવ સેન્ટર

કોર્પોરેશનના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, કેન્સરના દર્દીઓ માટે પેલીએટીવ સેન્ટર બનશે તેમજ SP સ્ટેડિયમના નવીનીકરણ માટે 75 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથો સાથ વસ્ત્રાપુર, પ્રહલાદનગર, આશ્રમ રોડ ઉપર નવા ફૂટ ઓવરબ્રિજ બનશે. સુવિધાયુક્ત અને સ્વચ્છ શહેર માટે વિવિધ ઝોનમાં પ્લાસ્ટિક ક્રશર મુકવામાં આવશે

વોટર ટેક્સ અને કન્વર્જન્સી ટેક્સના દરમાં કોઈ વધારો નહિ

વર્ષ 2023-24ના બજેટમાં દર વર્ષે બે ટકા ટેક્સના વધારાની જોગવાઈ કરવામાં આવી હતી. જે મુજબ વર્ષ 2025-26 માટે રહેણાંક મિલકતનો પ્રતિ ચોરસ મીટર રૂ. 20.80 અને બિન રહેઠાણ મિલકતો માટે રૂ. 35.36 ટેક્સનો દર રહેશે.

રમતગમત, સ્વચ્છતા, પર્યાવરણ પાછળ ખર્ચો કરાશે

બજેટમાં રમતગમત, સ્વચ્છતા, પર્યાવરણ, પ્લાસ્ટિક મુક્ત, ટ્રાફિક મુક્ત, આરોગ્ય, સ્લમમુક્ત, રીન્યુએબલ એનર્જી, પ્રદૂષણ મુક્ત, ડિજિટલાઈઝેશન, આત્મનિર્ભર ભારત, તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. 8828 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે.

આ પણ વાંચોઃ US Deportation: આવતીકાલે અમેરિકા વધુ 119 ભારતીયોને કરશે ડિપોર્ટ, 8 ગુજરાતી

આ પણ વાંચોઃ US President Trump: બાંગ્લાદેશની જવાબદારી ટ્રમ્પે મોદીના માથે નાખી, અમેરિકા કંઈ ના કરી શકે?

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 3 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 10 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 8 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

Thunderstorm: જગતના તાતને માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

  • March 20, 2026
  • 9 views
Thunderstorm: જગતના તાતને  માવઠાએ રડાવ્યા! ઉભા પાકને વ્યાપક નુકશાન! નકલી નોટોનો ખેલ કરનાર ‘ગુરુજી’ કોણ છે?જુઓ ખાસ વિશ્લેષણ

Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

  • March 20, 2026
  • 12 views
Cremation Coal: અરેરે…જ્યાં ‘માનવ દેહ’ બળે છે તેજ કોલસાથી હવે ‘રોટલી-ચિકન’બનાવાય છે! લોકો મોજથી આરોગી રહ્યા છે!!

Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!

  • March 20, 2026
  • 13 views
Tech World: ઈરાન ઉપર હુમલો કરી ટ્રમ્પે આખી દુનિયાની પથારી ફેરવી નાખી છે! ‘ગેસ-તેલ’ બાદ હવે વિશ્વની ડિજિટલ લાઈફલાઈન ઉપર ઈરાનની નજર!