
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. ACBએ ટ્રેપ ગોઠવી લાંચિયા ફાયર વિભાગના અધિકારીને 65,000ની લાંચ લેતાં રંગે હાથ ઝડપી લીધો છે.
આજે 22 ફેબ્રુઆરીએ પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતાં ઇનાયત ઇબ્રાહીમ શેખને રૂપિયા 65,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઇનાયત શેખે ફાયરની કામગીરી માટે રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જેના આધારે છટકું ગોઠવીને ઇનાયત શેખને ઝડપી પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ફરિયાદી ખાનગી એજન્સી ચલાવી સરકારી તથા ખાનગી બિલ્ડીંગોમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરવાની તથા ફાયર એન.ઓ.સી.ને લગતા કન્સલ્ટીંગનુ કામ કરે છે. જેથી ફરીયાદીએ એક બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવી આપવાનુ કન્સલ્ટીંગનુ કામ રાખ્યું હતુ. જે બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી ફાઇલ બનાવી કચેરી ખાતે મોકલી આપી હતી. જો કે ત્યારે ફાઈલ અપ્રુવ ન કરી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈનાયત શેખે લાંચ માગી હતી. ઈનાયત શેખ ફરીયાદીને ફાયર એન.ઓ.સી.ને લગતી ફાઇલો એપ્રુવ થશે નહી તેમ કહી ધમકીઓ આપતો હતો.
કુલ 80 હજારની માગી હતી લાંચ
જાણવા મળી રહ્યું છે કે ફરિયાદી પાસે ફાયર ઓફિસરે કુલ 80 હજારની લાંચ માગી હતી. જો કે એનકેન પ્રકારે 65 હજાર નકકી થયા હતા. હાલ આરોપી ઈનાયત શેખની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં અનેક ખુલાસો થઈ શકે છે.
આ પણ વાંચોઃ Rajkot: ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત, કેમ જીવન ટૂંકાવ્યું?
આ પણ વાંચોઃ Delhi: છાવા ફિલ્મ જોયા બાદ અકબરના નામ પર પેશાબ, શિવાજીનું પોસ્ટર ચોટાડી આપી ધમકી
આ પણ વાંચોઃ Digital Kumbhsnan: ભીડમાં હેરાન થયાં વગર… ધક્કો ખાધા વગર… પલળ્યાં વગર… કરો ડિજીટલ કુંભસ્નાન
આ પણ વાંચોઃ FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર