અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ધરખમ ફેરફાર; કરવી પડશે કુશળતા સાબિત

  • World
  • February 19, 2025
  • 1 Comments
  • અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ધરખમ ફેરફાર; કરવી પડશે કુશળતા સાબિત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા બાદ અનેક નિયમો બદલવાનું શરૂ કરી દીધું છે. જેમાં અમેરિકાએ H1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને ધ્યાને લેવામાં આવશે. એટલે કે, ઉમેદવાર અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાંથી એક લાયકાત સીધી રીતે તેના કાર્ય સાથે સંબંધિત હોવી જોઈએ.

અમેરિકા દર વર્ષે ટેક્નિકલ કર્મચારીઓ માટે આશરે 65 હજાર H-1B વિઝા જાહેર કરે છે. આ હેઠળ ભારત સહિતના અન્ય દેશના લોકો કામ માટે અમેરિકા જાય છે. અત્યારસુધીમાં H-1B વિઝા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી માન્ય ન હતી. પરંતુ હવે તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, પહેલા જો તમારી પાસે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોય તો તમને તેનાથી સંબંધિત કોઈપણ નોકરી માટે H-1B વિઝા માટે લાયક ગણવામાં આવતા હતા, પરંતુ હવે અરજદારોને તેમની ટેક્નિકલ કુશળતા વિશે પણ પૂછવામાં આવશે.

આ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે સામાન્ય રીતે અમેરિકામાં કામ કરવા જતા લોકોને આપવામાં આવે છે. જેમની પાસે H-1B વિઝા છે તેઓ તેમની પત્ની અને બાળકોને પણ પોતાની સાથે રાખી શકે છે. જો કોઈનો H-1B વિઝા સમાપ્ત થાય છે, તો તે અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકે છે. જોકે તેનો સમયગાળો ત્રણ વર્ષનો છે, તેને 6 વર્ષ સુધી વધારી શકાય છે.

તાજેતરમાં અમેરિકા દ્વારા H-1B વિઝા અંગે જાહેર કરાયેલા ડેટામાં જાણવા મળ્યું હતું કે, બહાર પાડવામાં આવેલા કુલ H-1B વિઝામાંથી 20 ટકા ભારતીય મૂળની ટેકનિકલ કંપનીઓ દ્વારા મેળવવામાં આવ્યા હતા. જ્યારે યુએસ નાગરિકતા અને ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન યુએસએ કુલ 1.3 લાખ H-1B વિઝા જાહેર કર્યા હતા, જેમાંથી 24,766 વિઝા ભારતીય મૂળની કંપનીઓને આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- રાજકોટ સીસીટીવી વીડિયો કાંડ અંગે અમદાવાદ પોલીસે કરી પ્રેસ કોન્ફ્રન્સ; આરોપીઓ વિશે આપી ચોંકાવનારી માહિતી

  • Related Posts

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
    • April 29, 2025

    Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

    Continue reading
    પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
    • April 29, 2025

    Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

    Continue reading

    One thought on “અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં કર્યા ધરખમ ફેરફાર; કરવી પડશે કુશળતા સાબિત

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

    • April 30, 2025
    • 5 views
    ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

    સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

    • April 30, 2025
    • 16 views
    સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    • April 30, 2025
    • 19 views
    Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    • April 30, 2025
    • 15 views
    Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    • April 30, 2025
    • 34 views
    Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

    • April 30, 2025
    • 37 views
    Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું