Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

  • World
  • March 5, 2026
  • 0 Comments

Iran War: ખામેનીના નિધન પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા.ભારત સરકાર વતી, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે, 5 માર્ચે નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસમાં એક શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો. આજે યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષનો છઠ્ઠો દિવસ છે, અને ભારતે પહેલીવાર ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયલના મિસાઇલ હુમલામાં ખામેની સહિત તેમના પત્ની, પુત્રવધૂ અને પૌત્રી સહિત 40 કમાન્ડર માર્યા ગયા હતા,ઈરાને એક દિવસ પછી ખમેનીની સત્તાવાર રીતે મૃત્યુની જાહેરાત કરી હતી.ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુ બાદ વિશ્વભરના દેશોએ શોક સંદેશાઓ મોકલી દુઃખ વ્યક્ત કર્યું હતું પણ ભારત ચૂપ રહ્યું હતું ત્યારબાદ વિપક્ષ તરફથી ભારે સવાલો ઉઠતા આખરે છ દિવસ બાદ ભારત તરફથી વિદેશ સચિવે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભારત સરકારનું આ પગલું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે સરકારે છ દિવસ સુધી આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી ન હતી પણ મિત્ર દેશ રહેલા ઈરાન માટે વિપક્ષ દ્વારા ખમેનીના નિધન ઉપર નરેન્દ્ર મોદીની ચૂપકીદી અંગે હંગામો કરી સવાલ પૂછતાં આખરે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હવે દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ પહોંચ્યા હતા જ્યાં તેઓએ ખામેનીના નિધન ઉપર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Mohan Bhagwat London Event: લંડનમાં મોહન ભાગવતના કાર્યક્રમનો વિરોધ, 20 UK સંગઠનોએ મેયરને પત્ર લખ્યો
  • September 6, 2026

Mohan Bhagwat London Event: RSSના પ્રમુખ મોહન ભાગવતના વિદેશ પ્રવાસને લઈને અમેરિકા બાદ હવે બ્રિટનમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. બ્રિટનના 20 નાગરિક સમાજ સંગઠનોએ લંડનના મેયર સાદિક ખાન અને…

Continue reading
European Gold Reserves: યુરોપના દેશો સૈંકડો ટન સોનું કેમ શિફ્ટ કરી રહ્યા છે? જાણો કારણ
  • September 5, 2026

European Gold Reserves: યુરોપની કેટલીક કેન્દ્રીય બેન્કો પોતાના સોનાના ભંડારને એક દેશમાંથી બીજા દેશમાં ખસેડી રહી છે. નેધરલેન્ડ્સે તાજેતરમાં અમેરિકા અને કેનેડામાં રાખેલા પોતાના સોનામાંથી આશરે 86 ટન સોનું લંડન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ISRO Privatization: ઇસરોના ખાનગીકરણ અંગે કર્મચારી સંગઠનોની ચિંતા, ચેરમેનને પત્ર લખીને માગી સ્પષ્ટતા

  • September 7, 2026
  • 2 views
ISRO Privatization: ઇસરોના ખાનગીકરણ અંગે કર્મચારી સંગઠનોની ચિંતા, ચેરમેનને પત્ર લખીને માગી સ્પષ્ટતા

SIR Voter List Controversy: SIR બાદ 6.15 કરોડ મતદારોના નામ ગાયબ, પૂર્વ CEC એસવાય કુરૈશીએ કહ્યું- ‘આ સ્કેમ છે’

  • September 7, 2026
  • 2 views
SIR Voter List Controversy: SIR બાદ 6.15 કરોડ મતદારોના નામ ગાયબ, પૂર્વ CEC એસવાય કુરૈશીએ કહ્યું- ‘આ સ્કેમ છે’

Gujarat Political Donation Controversy: ગુજરાતની 6 નાની પાર્ટીઓને ₹1,700 કરોડનું દાન? AAPથી કોંગ્રેસ સુધી તપાસની માંગ

  • September 7, 2026
  • 4 views
Gujarat Political Donation Controversy: ગુજરાતની 6 નાની પાર્ટીઓને ₹1,700 કરોડનું દાન? AAPથી કોંગ્રેસ સુધી તપાસની માંગ

Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

  • September 6, 2026
  • 6 views
Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

  • September 6, 2026
  • 7 views
E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

  • September 6, 2026
  • 8 views
Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ