
Deportation: અમેરિકામાં હાલ ગેરકાયદેસર રહેતાં લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં ભારતના લોકોને હાકી કાઢવામાં આવ્યા છે. ત્યારે આજ રીતે ભારતે પણ વિદેશી ઘૂસણો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાંથી 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યા છે. જેમાંથી 16ને તો ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ 50 બાંગ્લાદેશી ઘુસણખોરોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપ્યા છે.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા પછી ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી સતત વધતી રહી છે. વિવિધ રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની ધરપકડના સમાચાર પણ દરરોજ આવતા રહે છે. ત્યારે ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. અહીં ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. જેમાંથી 16 લોકોને પરત બાંગ્લાદેશ મોકલાયા છે. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના ડીસીપી અજીત રાજિયાને આ માહિતી આપી છે.
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ x પર શું લખ્યું?
Ahmedabad Crime Branch Cracks Down on Anti-National Activities!
Successfully deported 15 immigrants to Bangladesh.
– Identified and arrested persons involved in trafficking minor girls for prostitution
– Busted a racket producing fake Indian documents for illegal immigrants
-… pic.twitter.com/agkzS5gkHU— Harsh Sanghavi (@sanghaviharsh) February 12, 2025
હર્ષ સંઘવી પોતાના X એકાઉન્ટ પર કહ્યું 15 ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. તેમણે વધુમાં લખ્યું 50માંથી વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરાફેરી કરનારા વ્યક્તિઓની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. 15ઇમિગ્રન્ટ્સ અને 1 સગીર બાળકને સફળતાપૂર્વક દેશનિકાલ કરવામાં આવ્યો છે. બાકીના ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટે પ્રક્રિયા ચાલું છે.
આ પણ વંચોઃ PM મોદીના ચિથડા ઉડી જશે! મુંબઈ પોલીસને ફોન પર મળેલી ધમકીથી હડકંપ, એકની ધરપકડ
આ પણ વાંચોઃ PM મોદી હાથ મળાવવા ઉભા ન થયા તો ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ કરી દીધા નજરઅંદાજ; જૂઓ વીડિયો