
America Plane Fire: ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL-446 ના એન્જિનમાં ટેક ઓફ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી. જેના કારણે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો. RT ન્યૂઝ મુજબ આ ફ્લાઇટ અમેરિકાના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) થી એટલાન્ટા માટે રવાના થઈ હતી. પરંતુ ટેક ઓફ કર્યાની થોડી મિનિટો પછી જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી જતાં તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. આ વિમાન બોઇંગ 767-400 હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર N836MH છે.
આગની જ્વાળાઓથી મુસાફરો જીવ તાળવે ચોટ્યા
❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 – Engine ON FIRE 🔥
Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.
📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq
— RT_India (@RT_India_news) July 19, 2025
પ્લેને ઉડાન ભરતાં જ ધરતી પરના લોકોએ એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ અને તેને કેમેરામાં રેકોર્ડ કરી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એન્જિનમાંથી જોરદાર તણખા અને જ્વાળાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આગ લાગતા જ વિમાનને લોસ એન્જલસ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતુ. આ ઘટના શુક્રવારે બની હોવાનું કહેવાય છે.
પાયલોટની સતર્કતાથી જીવ બચ્યા
આગની માહિતી મળતાં જ પાઇલટે તાત્કાલિક ‘મેડે’ કોલ જાહેર કર્યો અને એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. વિમાનને સુરક્ષિત રીતે ફેરવવામાં આવ્યું અને પરત ફરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ફ્લાઇટની દિશા નિયંત્રિત રીતે બદલવામાં આવી. જેથી ઈમરજન્સી લેન્ડિગ માટે જરૂરી તૈયારીઓ કરી શકાય. આ પછી વિમાન કાળજીપૂર્વક રનવે પર ઉતર્યું, ત્યારબાદ કટોકટી અગ્નિશામક અને બચાવ ટીમે તાત્કાલિક એન્જિનમાં લાગેલી આગને બુઝાવી. પાઇલટની સતર્કતાને કારણે વિમાનમાં સવાર તમામ 226 મુસાફરો અને 9 ક્રૂ સભ્યોના જીવ બચી ગયા. કોઈને ઈજા થઈ નથી.
ઘટનાની તપાસ શરૂ
વિમાનના એન્જિનમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તે જાણવા માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ડેલ્ટા એરલાઇન્સ માટે આ વર્ષે આ બીજી ઘટના છે જેમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. રિપોર્ટ અનુસાર, વિમાન લગભગ 25 વર્ષ જૂનું છે અને તેમાં બે GE CF6 એન્જિન લગાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં પ્લેન ક્રેશનમાં 260 લોકોનો જીવ ગયો
આ પણ વાંચો:
Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?
Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?
Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો, 2 ની ધરપકડ
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું







