America Plane Fire: અમેરિકામાં અમદાવાદવાળી થતાં રહી ગઈ, ઉડાન ભર્યા બાદ પ્લેનમાં આગ

  • World
  • July 20, 2025
  • 0 Comments

America Plane Fire: ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટ DL-446 ના એન્જિનમાં ટેક ઓફ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી. જેના કારણે મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો. RT ન્યૂઝ મુજબ આ ફ્લાઇટ અમેરિકાના લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) થી એટલાન્ટા માટે રવાના થઈ હતી. પરંતુ ટેક ઓફ કર્યાની થોડી મિનિટો પછી જ તેના ડાબા એન્જિનમાં આગ લાગી જતાં તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. આ વિમાન બોઇંગ 767-400 હતું, જેનો રજીસ્ટ્રેશન નંબર N836MH છે.

આગની જ્વાળાઓથી મુસાફરો જીવ તાળવે ચોટ્યા

પ્લેને ઉડાન ભરતાં જ ધરતી પરના લોકોએ એન્જિનમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ અને તેને કેમેરામાં રેકોર્ડ કરી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એન્જિનમાંથી જોરદાર તણખા અને જ્વાળાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આગ લાગતા જ વિમાનને લોસ એન્જલસ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતુ. આ ઘટના શુક્રવારે બની હોવાનું કહેવાય છે.

પાયલોટની સતર્કતાથી જીવ બચ્યા

આગની માહિતી મળતાં જ પાઇલટે તાત્કાલિક ‘મેડે’ કોલ જાહેર કર્યો અને એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. વિમાનને સુરક્ષિત રીતે ફેરવવામાં આવ્યું અને પરત ફરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ફ્લાઇટની દિશા નિયંત્રિત રીતે બદલવામાં આવી. જેથી ઈમરજન્સી લેન્ડિગ માટે જરૂરી તૈયારીઓ કરી શકાય. આ પછી વિમાન કાળજીપૂર્વક રનવે પર ઉતર્યું, ત્યારબાદ કટોકટી અગ્નિશામક અને બચાવ ટીમે તાત્કાલિક એન્જિનમાં લાગેલી આગને બુઝાવી. પાઇલટની સતર્કતાને કારણે વિમાનમાં સવાર તમામ 226 મુસાફરો અને 9 ક્રૂ સભ્યોના જીવ બચી ગયા. કોઈને ઈજા થઈ નથી.

ઘટનાની તપાસ શરૂ

વિમાનના એન્જિનમાં આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તે જાણવા માટે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ડેલ્ટા એરલાઇન્સ માટે આ વર્ષે આ બીજી ઘટના છે જેમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે. રિપોર્ટ અનુસાર, વિમાન લગભગ 25 વર્ષ જૂનું છે અને તેમાં બે GE CF6 એન્જિન લગાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં પ્લેન ક્રેશનમાં 260 લોકોનો જીવ ગયો

દુનિયામાં પ્લેન દુર્ઘટના વારંવાર બની રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171ની વિમાન દુર્ઘટના ભારતની સૌથી ભયાનક હવાઈ દુર્ઘટનાઓમાંની એક ગણાય છે. આ બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી લંડન જતું હતું, જે ટેકઓફની થોડી જ સેકન્ડોમાં મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાં 241 મુસાફરો અને 19 અન્ય (જમીન પરના લોકો)નો સમાવેશ થાય છે. ફક્ત એક વ્યક્તિ, વિશ્વાસ કુમાર રમેશ નામની વ્યક્તિ જ બચી હતી.

આ પણ વાંચો:

Bihar Election: બિહારમાં ના વીજળી આવશે, ના બીલ…ફ્રી થઈ ગઈ!, વીજળી મુદ્દે ભાજપની જુમલેબાજી?

Bagodara suicide: બગોદરામાં શોકનું મોજું, પરિવારના તમામ 5 સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો, શું છે કારણ?

Sabar Dairy: સાબર ડેરીનુંં તંત્ર ઝૂક્યું, 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવા તૈયાર, છતાં પશુપાલકો અસંતુષ્ટ

Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?

Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો,  2 ની ધરપકડ

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Related Posts

Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની આશંકા, શિન બેટને તપાસના આદેશ
  • October 30, 2026

Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી ભંડોળ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો છે. ઇઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ નોમ સોલબર્ગે દેશની આંતરિક…

Continue reading
UN Gaza Genocide Report: ગાઝામાં નરસંહારના UN અહેવાલ પર અમેરિકા-ઇઝરાયેલ સામે એસ. મુરલીધરનો વિરોધ, વેસ્ટ બેંકમાં હત્યાઓ અને અત્યાચારના ગંભીર આરોપ
  • October 30, 2026

UN Gaza Genocide Report: ગાઝામાં યુદ્ધવિરામ બાદ પણ હિંસા અને નરસંહાર ચાલુ હોવાના સંયુક્ત રાષ્ટ્ર (UN)ના તપાસ પંચના અહેવાલને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ ઊભો થયો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ત્રીજી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

  • November 1, 2026
  • 3 views
Manipur Biren Singh: મણિપુરમાં ચૂંટણી પહેલાં BJPમાં આંતરિક વિખવાદ, પૂર્વ CM બીરેન સિંહે કોંગ્રેસ સાથે કાવતરું રચ્યાનો લગાવ્યો આરોપ; અસમમાં પૂર્વ અગ્નિવીરોને 12% અનામત

Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

  • November 1, 2026
  • 6 views
Abo Milli Hunger Strike: અરુણાચલમાં બંધ વિરોધી આંદોલનના વકીલ એબો મિલીની જેલમાં ભૂખ હડતાળ, મણિપુરમાં કુકી-જો કાઉન્સિલની અલગ પ્રદેશની ચીમકી

IDBI Bank Privatization: IDBI બેંકથી અદાણી-અંબાણી સુધી, મોદી સરકારના નિર્ણયો પર સવાલો અને લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા

  • November 1, 2026
  • 7 views
IDBI Bank Privatization: IDBI બેંકથી અદાણી-અંબાણી સુધી, મોદી સરકારના નિર્ણયો પર સવાલો અને લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા

Azam Khan ED Arrest: ‘શું આ મુસ્લિમ હોવાની સજા છે?’ જેલમાંથી બહાર આવતાં જ ધરપકડ થતાં આઝમ ખાને વ્યક્ત કરી નારાજગી

  • November 1, 2026
  • 8 views
Azam Khan ED Arrest: ‘શું આ મુસ્લિમ હોવાની સજા છે?’ જેલમાંથી બહાર આવતાં જ ધરપકડ થતાં આઝમ ખાને વ્યક્ત કરી નારાજગી

Rahul Gandhi-Gyanesh Kumar: રાહુલ ગાંધીની જ્ઞાનેશ કુમારને ખુલ્લી ચેતવણી: ‘બચીને નીકળવા નહીં દઈએ’, જન મહાભિયોગમાં 6 ગંભીર આરોપ, મતદારોએ રજૂ કર્યા પુરાવા

  • November 1, 2026
  • 7 views
Rahul Gandhi-Gyanesh Kumar: રાહુલ ગાંધીની જ્ઞાનેશ કુમારને ખુલ્લી ચેતવણી: ‘બચીને નીકળવા નહીં દઈએ’, જન મહાભિયોગમાં 6 ગંભીર આરોપ, મતદારોએ રજૂ કર્યા પુરાવા

INDIA Bloc Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલી આજે, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત અને 250 AI કેમેરાથી નજર

  • November 1, 2026
  • 15 views
INDIA Bloc Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA બ્લોકની મહારેલી આજે, 10 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત અને 250 AI કેમેરાથી નજર