Bagodara suicide: પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીતા મોત, સ્વજને કહ્યું આપઘાત ન કરે, કોઈએ ઝેર ભેળવ્યું!

Bagodara family suicide: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે 20 જુલાઈ, 2025ની મોડી રાત્રે એક  હૃદય ધ્રુજાવનારી ઘટના બની, જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો. આ ઘટનામાં પતિ, પત્ની અને તેમના ત્રણ નાના બાળકોના કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટના બગોદરા બસ સ્ટેશન નજીક આવેલા એક ભાડાના મકાનમાં બની, જ્યાં આ પરિવાર રહેતો હતો. પ્રાથમિક તપાસ અનુસાર આ ઘટના રાત્રે 1:30 વાગ્યા પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. પરિવારના તમામ પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

મૃતકોમાં વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉંમર 34, પતિ), સોનલબેન વિપુલભાઈ વાઘેલા (ઉંમર 26, પત્ની), સીમરન વિપુલભાઈ વાઘેલા (ઉંમર 11, દીકરી), મયુર વિપુલભાઈ વાઘેલા (ઉંમર 8, દીકરો) અને પ્રિન્સી વિપુલભાઈ વાઘેલા (ઉંમર 5, દીકરી)નો સમાવેશ થાય છે.

પરિવાર મૂળ ધોળકાનો

આ પરિવાર મૂળ ધોળકાના બારાકોઠા વિસ્તાર, દેવીપૂજક વાસનો વતની હતો અને બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. વિપુલભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના 20 જુલાઈની રાત્રે 1:30 વાગ્યા પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. પરિવારના તમામ સભ્યોએ રાત્રે ઝેરી દવા પીધી અને ત્યારબાદ તેઓ બેહોશ થઈ ગયા. સવારે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો અને પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસની કાર્યવાહી

ઘટનાની માહિતી મળતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ, 108 એમ્બ્યુલન્સ સેવા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક (SP), ધંધુકા ડિવિઝનના ASP, સ્થાનિક ગુના શાખા (LCB)ના PI, SOG PI અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળેથી ઝેરી દવાની ખાલી બોટલ અને અન્ય પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકો, પડોશીઓ અને પરિવારના સંબંધીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે.

સમાજ પર અસરઆ ઘટનાએ બગોદરા, ધોળકા અને આજુબાજુના વિસ્તારોમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે. એક જ પરિવારના પાંચ સભ્યોના સામૂહિક આપઘાતના સમાચારે સ્થાનિક લોકોમાં આઘાત અને ચોંકાવનારી અસર પેદા કરી છે. ખાસ કરીને, ત્રણ નાના બાળકોના મોતથી લોકોમાં ગમગીની વ્યાપી ગઈ છે.

  રિક્ષાના હપ્તા લેનારા હેરાન કરતા!

સ્થાનિક રહેવાસીઓ અને પરિવારના પરિચિતો આ ઘટનાના કારણો અંગે અટકળો લગાવી રહ્યા છે. નજીકના સ્વજનનું કહેવું છે કે પરિવારે હપ્તે રિક્ષા લીધી  હતી. જેના હપ્તા લેવા ફાઈનાન્સવાળા ઘરે ચક્કર લગાવી હેરાન કરતા હોવાના ઓરોપો થઈ રહ્યા છે. એક-દોઢ મહિનાથી હપ્તાવાળા હેરાન કરતા હોવાના આક્ષેપ થયા છે.

વધુમાં સ્વજને કહ્યું કે આ પરિવાર આપઘાત કરે તેવો ન હતો. જોકે કોઈએ લાવેલા અથવા ઘરે બનાવેલા નાસ્તામાં કોઈએ ઝેર નાખી દીધુ હોઈ શકે છે.

આ પણ વાંચો:

Sabar Dairy: સાબર ડેરીનુંં તંત્ર ઝૂક્યું, 995 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવવા તૈયાર, છતાં પશુપાલકો અસંતુષ્ટ

Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?

Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો,  2 ની ધરપકડ

phagwel Virpur rally: અમૂલ ડેરીએ ખરીદેલી જમીનમાં ભ્રષ્ટાચાર!, પશુપાલકો અને ડિરેક્ટરોએ ફાગવેલથી વીરપુર સુધી રેલી કાઢી

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 2 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 1 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 3 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’