
અમેરિકાએ યમનના હુતી બળવાખોરો પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડના આદેશ બાદ કરાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શનિવારે અમેરિકાએ કરેલા હવાઈ હુમલાથી 19 લોકો માર્યા ગયા હતા. ટ્રમ્પે ચેતવણી આપી છે કે લાલ સમુદ્રમાં જહાજો પરના હુમલાઓને કારણે હુતીઓનો નાશ થશે.
ગાઝા પટ્ટીની નાકાબંધીને કારણે હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં ઇઝરાયલી જહાજો પર ફરીથી હુમલો કરવાની ધમકી આપી હતી. જે બાદ અમેરિકાએ આ કાર્યવાહી શરૂ કરી છે.
અગાઉ હુતીઓએ કહ્યું હતું કે યમનની રાજધાની સના પર યુએસ હુમલામાં 13 નાગરિકો માર્યા ગયા અને 9 ઘાયલ થયા હતા. હુતી સંચાલિત અલ મસિરાહ ટીવીએ અહેવાલ આપ્યો છે કે ઉત્તરીય પ્રાંત સાદા પર યુએસ હુમલામાં 6 અન્ય લોકો માર્યા ગયા છે. મૃતકોમાં 4 બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.
President Trump: “Today, I have ordered the United States Military to launch decisive and powerful Military action against the Houthi terrorists in Yemen. They have waged an unrelenting campaign of piracy, violence, and terrorism against American, and other, ships, aircraft, and… pic.twitter.com/26kpBll568
— Dan Scavino (@Scavino47) March 15, 2025
બોમ્બમારાથી 4 વિસ્તારો નાશ પામ્યા
અહેવાલો અનુસાર યુએસ યુદ્ધ વિમાનોએ યમનમાં ઓછામાં ઓછા 4 વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. ખાસ કરીને રાજધાની સનાની ઉત્તરે આવેલા રહેણાંક વિસ્તારને નિશાન બનાવ્યો છે.
આ હુમલાઓ પહેલા ટ્રમ્પે હુતી બળવાખોરો સામે ‘નિર્ણાયક અને શક્તિશાળી’ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. ટ્રમ્પે હુતીઓ પર આરોપ લગાવ્યો હતો કે અમેરિકન જહાજોને નિશાન બનાવીને ચાંચિયાગીરી, હિંસા અને આતંકવાદ ફેલાવે છે.
ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું, “આજે, મેં યુનાઇટેડ સ્ટેટ્સની સેનાને યમનમાં હુતી આતંકવાદીઓ સામે નિર્ણાયક અને શક્તિશાળી લશ્કરી કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે અમેરિકન અને અન્ય જહાજો, વિમાનો અને ડ્રોન સામે ચાંચિયાગીરી, હિંસા અને આતંકવાદનું અભિયાન ચલાવ્યું છે.”
આ પણ વાંચોઃ વડોદરામાં રક્ષિત ચોરસિયાએ સર્જેલા અકસ્માતનું કરાયું રિકન્સ્ટ્રક્શન