‘અમે 214 પાકિસ્તાની લશ્કરી બંધકોને મારી નાખ્યા’, ટ્રેન હાઇજેક કરનારા બલૂચ બળવાખોરોનો મોટો દાવો

  • World
  • March 15, 2025
  • 0 Comments
  • ‘અમે 214 પાકિસ્તાની લશ્કરી બંધકોને મારી નાખ્યા’, ટ્રેન હાઇજેક કરનારા બલૂચ બળવાખોરોનો મોટો દાવો

પાકિસ્તાનની મુસાફરો ભરેલી ટ્રેન અપહરણ કરનારા બલૂચ વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે, તેમણે બધા 214 સૈન્ય બંધકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, કેમ કે બલૂચ રાજકિય કેદીઓને છોડવાનો સોદા માટે તેમને આપેલા 48 કલાકનો સમય ખત્મ થઈ ગયો હતો.

બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના દાવાને નકારી કાઢ્યો હતો કે બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. BLA એ કહ્યું કે પાકિસ્તાની સરકારની “જીદ” એ તેમને આમ કરવા મજબૂર કર્યા છે. બુધવારે બળવાખોરોએ સરકારને બલૂચ રાજકીય કેદીઓ અને કાર્યકરોને મુક્ત કરવા માટે 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો હતો.

જણાવી દઈએ કે, બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરી રહેલા અલગતાવાદી જૂથ, બલુચ લિબરેશન આર્મીએ મંગળવારે રેલ્વે ટ્રેક ઉડાવીને પેશાવર જતી જાફર એક્સપ્રેસનું હાઇજેક કર્યું હતું. જે સમયે ટ્રેનનું હાઇજેક થયું હતું, તે સમયે ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હાજર હતા. ટ્રેન પર કબજો કર્યા પછી BLA બળવાખોરોએ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને જવા દીધા હતા.

BLAએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, પાકિસ્તાને તેની પરંપરાગત જીદ અને લશ્કરી ઘમંડ દર્શાવીને માત્ર ગંભીર વાટાઘાટાને નજરઅંદાજ કરી દીધો અને જમીની વાસ્તવિકતાઓ પ્રત્યે પણ આંખ આડા કાન કર્યા છે. આ જીદના કારણે તમામ 214 બંધકોને મારવામાં આવ્યા.”

ટ્રેનમાં 400થી વધુ મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના સુરક્ષા કર્મચારીઓ હતા. બંધકોને છોડાવવા માટે કાર્યવાહી શરૂ કરનાર પાકિસ્તાની સૈન્યએ જણાવ્યું હતું કે 30 કલાક ચાલેલા ઓપરેશન બાદ બુધવારે આતંકીઓનો સફાયો કરીને ઓપરેશન ખત્મ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ 33 બળવાખોરો માર્યા ગયા હતા. સેનાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં 23 સૈનિકો, ત્રણ રેલ્વે કર્મચારીઓ અને પાંચ મુસાફરો માર્યા ગયા હતા..

બલૂચ બળવાખોરોના દાવાઓ

જોકે, બલૂચ બળવાખોરોએ પાકિસ્તાનના દાવાને નકારી કાઢતા કહ્યું કે ભીષણ લડાઈ ચાલુ છે અને સુરક્ષા દળોને “ભારે નુકસાન” થઈ રહ્યું છે. તેના તાજેતરના નિવેદનમાં BLA એ દાવો કર્યો છે કે દારા-એ-બોલાન નામના ઓપરેશનમાં તેના 12 કર્મચારીઓ માર્યા ગયા હતા.

BLAના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “ફિદાયિનોએ (આત્મઘાતી હુમલાખોર- જે બોમ્બ પહેરીને પોતાની જાતને જ ઉડાવી દે છે) કેટલાક બંધક લશ્કરી કર્મચારીઓને ખાસ બોગીઓમાં બંધ કરી દીધા અને તેમની સ્થિતિ સંભાળી લીધી હતી. જ્યારે BLAના અન્ય સૈનિકો બાકીના બંધકોને સલામત સ્થળે ખસેડવામાં સફળ રહ્યા. જ્યારે પાકિસ્તાની કમાન્ડો પહોંચ્યા ત્યારે ફિદાયિનોએ તેમને ઘેરી લીધા અને તેમના પર જોરદાર હુમલો કર્યો. કમાન્ડોને ભારે નુકસાન થયું, જ્યારે બંધકો પણ માર્યા ગયા.”

  • Related Posts

    Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?
    • October 11, 2026

    Houthi Attacks Saudi Arabia: યમનમાં ફરી તીવ્ર બનેલા સંઘર્ષની અસર હવે પડોશી સાઉદી અરેબિયા સુધી પહોંચી છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે દિવસમાં રિયાધ અને આભા આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર મિસાઇલો…

    Continue reading
    Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ
    • October 11, 2026

    Trump Russia Diesel Deal: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલનો પુરવઠો મેળવવા અંગે કરેલી જાહેરાતે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. થોડા સમય પહેલાં જ રશિયન તેલ અને ગૅસની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

    • October 11, 2026
    • 3 views
    Houthi Attacks Saudi Arabia: યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયાના હવાઈમથકોને કેમ નિશાન બનાવી રહ્યા છે?

    Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

    • October 11, 2026
    • 4 views
    Gyanesh Kumar Resignation Protest: જ્ઞાનેશ કુમાર સામેના વિરોધે વિપક્ષ, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજને એક મંચ પર લાવ્યા

    Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

    • October 11, 2026
    • 4 views
    Modi Government Challenges: મોદીના સત્તાનાં 25 વર્ષ પૂર્ણ, સામે ઊભા થયા 12 મોટા પડકારો

    Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

    • October 11, 2026
    • 6 views
    Sharjeel Imam Interim Bail: શરજિલ ઇમામની વચગાળાની જામીન રદ કરવાની માગ સાથે દિલ્હી પોલીસ અદાલતમાં પહોંચી

    Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

    • October 11, 2026
    • 7 views
    Trump Russia Diesel Deal: રશિયા પર પ્રતિબંધોની વાત કરનાર ટ્રમ્પ હવે ડીઝલ ખરીદશે? અમેરિકાની નીતિ પર સવાલ

    MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ

    • October 11, 2026
    • 6 views
    MP Freedom Fighter Quota Fraud: મધ્ય પ્રદેશમાં MBBS-BDS પ્રવેશના સ્વતંત્રતા સેનાની ક્વોટામાં ગેરરીતિનો આરોપ, 7 પ્રમાણપત્રો નકલી મળતાં પ્રવેશ રદ