
Iran War: દુનિયાના સુપર પાવર ગણાતા અમેરિકાનું સમગ્ર વિશ્વમાં એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ફાયટર જેટ F-35ને ઇરાને તોડી પાડ્યાનો દાવો કરી તેનો વિડીયો જાહેર કરી ખળભળાટ મચાવ્યો છે, ઈરાની મીડિયા પ્રેસ ટીવી અનુસાર, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ પતાની સ્વદેશી ‘મજીદ’ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાના આ અદ્યતન યુદ્ધ વિમાનને તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના F-35 ફાઇટર જેટને અમેરિકી સૈન્ય શક્તિમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. આ સૌથી પ્રીમિયમ ફાઇટર જેટ છે, જેને ખાસ કરીને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે વિશ્વની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમમાં કેચ થયા વગર કોઈપણ દેશમાં ઘૂસીને હુમલો કરી શકે છે પણ અહીં ઈરાનની સ્વદેશી સિસ્ટમમાં કેદ થઈ ગયું અને હુમલાનો ભોગ બન્યાનો દાવો કરાઈ રહ્યો છે.
ઈરાનનો દાવો છે કે તેણે આ ‘અદૃશ્ય’ ગણાતા જેટની એક નબળાઈ પકડી લીધી છે. મજીદ ડિફેન્સ સિસ્ટમે F-35 માંથી નીકળતી ઇન્ફ્રારેડ એટલે કે ગરમીને પકડીને તેને નિશાન બનાવ્યું. ઈરાનનું કહેવું છે કે F-35 ભલે રડારથી બચવામાં સક્ષમ હોય, પરંતુ તેના એન્જિનમાંથી નીકળતી ગરમીને સંપૂર્ણપણે છુપાવી શકાતી નથી તે સાબિત થઈ ગયું છે.
ઈરાને મજીદ શોર્ટ-રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા માત્ર 1 મિસાઈલથી F-35 ને તોડી પાડયું હોવાનો દાવો કર્યો છે,મજીદ ડિફેન્સ સિસ્ટમ રડારને બદલે ઇન્ફ્રારેડ ટેકનોલોજી પર કામ કરે છે. આવી સ્થિતિમાં, F-35 ની અંદર લાગેલા સેન્સર અને ચેતવણી સિસ્ટમ આ ખતરાને સરળતાથી ઓળખી શકતા નથી,F-35 પાસે જે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય છે, તે સામાન્ય રીતે દુશ્મનના રડાર સિગ્નલને જામ કરી દે છે. પરંતુ અહીં તે સંપૂર્ણપણે નકામા સાબિત થયા.
ઈરાન દ્વારા જાહેર કરાયેલા વીડિયો અનુસાર, આ હુમલામાં માત્ર એક મિસાઈલ જ પૂરતી હતી. આનાથી એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે સિસ્ટમ કેટલી સચોટ છે અને F-35 ની ગરમી સંબંધિત નબળાઈ કેટલી મોટી છે,મજીદ એર ડિફેન્સ સિસ્ટમને ઈરાને 2021માં પહેલીવાર સાર્વજનિક રીતે પ્રદર્શિત કરી હતી. તેને ખાસ કરીને નજીકની રેન્જની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે.
આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે રડાર પર નિર્ભર નથી રહેતી, પરંતુ ઇન્ફ્રારેડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે રડારથી બચવા માટે ડિઝાઇન કરાયેલા વિમાનો પણ તેની નજરથી બચી શકતા નથી, મજીદ સિસ્ટમ સામાન્ય રીતે ઓછી ઊંચાઈએ ઉડતા લક્ષ્યોને પકડવા માટે બનાવવામાં આવી છે. તેની મારક ક્ષમતા લગભગ 700 મીટરથી લઈને 6 કિલોમીટર સુધીની માનવામાં આવે છે. આ કારણોસર, તે એવી પરિસ્થિતિઓમાં વધુ અસરકારક હોય છે જ્યાં દુશ્મનના વિમાન અથવા ડ્રોનને કોઈ ચોક્કસ વિસ્તાર ઉપર આવવું પડે છે.
આને ‘પોઈન્ટ ડિફેન્સ’ સિસ્ટમ કહેવામાં આવે છે, એટલે કે તેને એરબેઝ, સૈન્ય મથકો, રડાર સ્ટેશન અથવા કોઈ મહત્વપૂર્ણ ઇમાર જેવી જગ્યાઓની સીધી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે, ઈરાન મુજબ તેઓ પહેલેથી જ આવી સ્થિતિ માટે તૈયારી કરી રહ્યા હતા. જેમ કે ક્યારે શું કરવું, કઈ સિસ્ટમનો ઉપયોગ કરવો, દુશ્મનને કેવી રીતે છેતરવો. આ બધું પહેલેથી જ નક્કી હતું.
જણાવવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆરીએ જ્યારે અમેરિકા અને ઇઝરાયલે પહેલો હુમલો શરૂ કર્યો, ત્યારે ઈરાને જાણી જોઈને પોતાની અસલી રડાર સિસ્ટમને બંધ કરી દીધી અને તેમને સુરક્ષિત જગ્યાઓ પર છુપાવી દીધા, તેમની જગ્યાએ નકલી રડાર સિસ્ટમ લગાવી દેવામાં આવી. આ સામાન્ય નકલી માળખાં નહોતા, પરંતુ એવા ડિકોય હતા જે અસલી રડાર જેવા જ સિગ્નલ મોકલતા હતા. દરેક ડિકોય બનાવવામાં લગભગ 10 હજાર ડોલર સુધીનો ખર્ચ આવે છે, તેમની જગ્યાએ નકલી રડાર સિસ્ટમ લગાવી દેવામાં આવી. આ સામાન્ય નકલી માળખાં નહોતા, પરંતુ એવા ડિકોય હતા જે અસલી રડાર જેવા જ સિગ્નલ મોકલતા હતા. દરેક ડિકોય બનાવવામાં લગભગ 10 હજાર ડોલર સુધીનો ખર્ચ આવે છે.
અમેરિકા અને ઇઝરાયલના ડ્રોન, જે કેમેરા અને ઇન્ફ્રારેડ સેન્સરથી નુકસાનનું આકલન કરે છે, તેમને લાગ્યું કે તેમણે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધી છે, આ નકલી ઠેકાણાંના નષ્ટ થવાથી અને અસલી રડાર બંધ રહેવાથી અમેરિકા અને ઇઝરાયલને એ વિશ્વાસ થઈ ગયો કે ઈરાનની એર ડિફેન્સ સંપૂર્ણપણે ખતમ થઈ ચૂકી છે આ જ આધાર પર અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અને ઇઝરાયલી વાયુસેનાએ માની લીધું કે હવે તેમને સરસાઈ મળી ગઈ છે. એટલું જ નહીં, અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેગસેથે 19 માર્ચની સવારે દાવો પણ કર્યો કે ઇરાનની હવાઈ સુરક્ષાને ખતમ કરી દેવામાં આવી છે.
પરંતુ આ જ સૌથી મોટી ભૂલ સાબિત થઈ. આ વિશ્વાસમાં આવીને અમેરિકા અને ઇઝરાયલે પોતાના સૌથી એડવાન્સ ફાઇટર જેટ, જેમ કે F-35 ને ઇરાનની અંદર ઊંડાણ સુધી મોકલવાનું શરૂ કરી દીધું, 10 દિવસ પછી અસલી રડાર સિસ્ટમ શરૂ કર્યા બીજી તરફ, ઇરાને ચૂપચાપ પોતાની અસલી રડાર સિસ્ટમ ફરીથી ચાલુ કરી દીધી અને મજીદ જેવા ઇન્ફ્રારેડ સિસ્ટમને તે જગ્યાઓ પર તૈનાત કરી દીધા, જ્યાંથી અમેરિકા-ઇઝરાયલના ફાઇટર જેટ્સ આવવાની સંભાવના હતી.
જેમ જ F-35 તે વિસ્તારમાં પહોંચ્યું, તેને કોઈ નબળી કે બંધ પડેલી ડિફેન્સ સિસ્ટમ ન મળી. પરંતુ તેને સંપૂર્ણપણે તૈયાર અને મજબૂત એર ડિફેન્સ સિસ્ટમનો સામનો કરવો પડ્યો, જે પહેલાથી જ તે જ તકની રાહ જોઈ રહી હતી, ઈરાનના F-35 તોડી પાડવાના દાવાએ દુનિયાભરની સેનાઓ અને સંરક્ષણ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી ઘણા દેશોની રણનીતિ એ વિચાર પર આધારિત હતી કે F-35 લગભગ અજેય છે, પરંતુ આ દાવા પછી આ ધારણા પર સવાલો ઉઠવા લાગ્યા છે. તેની અસર હવે ઘણા દેશોના નિર્ણયોમાં દેખાવા લાગી છે. સ્પેને F-35 ખરીદવાની યોજના છોડી દીધી છે અને યુરોપના ફાઇટર જેટ્સ પર રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતે પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે F-35 ખરીદશે નહીં અને તેના ઘરેલું પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, સ્વિટ્ઝર્લેન્ડમાં આ સોદાને રદ કરવાની માગ ઉઠી રહી છે અને કેનેડા પણ વધારાના વિમાનોની ખરીદી પર ફરીથી વિચાર કરી રહ્યું છે.હાલમાં અમેરિકા પાસે લગભગ 450 થી 500 F-35 જેટ ઉપલબ્ધ છે,ઈરાને આ વિમાન તોડી પાડ્યોનો દાવો કરી અમેરિકાની ઈજ્જતનો ફાલૂદો કરી નાખ્યો છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







