
- અમિત શાહે પણ ઉઠાવી ઉતરાયણની મજા; બે પતંગ કાપ્યા તો બે પતંગ કપાઇ ગયા
અમદાવાદ: મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે પહોંચ્યા હતા અને પતંગ પણ ચડાવી હતી, પરંતુ થોડીક ક્ષણોમાં તેમનો પતંગ કપાયો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજ રોજ સવારે 11:00 વાગ્યે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન સોસાયટીમાં તેઓ મકરસંક્રાંતિનો તહેવાર મનાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિમાબેન જૈન સહિત ભાજપના નેતાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું હતું અને ધાબા પર જઈને તેઓએ પતંગ પણ ચડાવી હતી.
અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવા આવેલા અમિત શાહે પરિવાર સાથે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી હતી. આ સમયે પત્નીએ ફિરકી પકડી રાખી હતી. અમિત શાહે બે પતંગો કાપી લપેટ…લપેટ…ની બૂમો પાડી હતી. આ સમયે મુખ્યમંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે જેવો જ પતંગ ચગાવ્યો ત્યાં તો થોડી જ ક્ષણોમાં તેમનો પહેલો પતંગ કપાઈ ગયો હતો. તો થોડાક વિરામ બાદ તેમણે બીજો પતંગ ચગાવ્યો હતો. તે પતંગ પણ 2 મિનિટમાં કપાઈ ગયો હતો. ત્યારબાદ આજુબાજુના લોકોએ પણ પતંગ ચગાવ્યા હતા. જેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.. અમિત શાહ પતંગ જેવો કપાયો તેવો જ ચારે તરફથી બૂમો સંભળાવવા લાગી કે, કાયપો છે… કાયપો છે… લપેટ… લપેટ…
આ પણ વાંચો- ઉત્તરાખંડમાં લાગું થશે UCC; લિવ-ઇનમાં રહેતા કપલને લગ્નની જેમ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત