
Amreli: સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામમાં ગૌચર જમીન પર થયેલા દબાણને કારણે પશુપાલકો અને માલધારીઓ હેરાન-પરેશાન છે. ગામમાં કુલ 1800 વીઘા ગૌચર જમીન હોવા છતાં, તેમાંથી 1100 વીઘા પર દબાણ થયું છે. બાકી રહેલી 700 વીઘા જમીનમાંથી માત્ર 100 વીઘા જ ખુલ્લી છે, જ્યારે બાકીની જમીન પર ગાંડા બાવળનું જંગલ ઊભું થયું છે, જેના કારણે પશુઓ ચરવા માટે જઈ શકતાં નથી. આ સ્થિતિથી કંટાળીને ગામના લગભગ 100 પશુપાલકો અને માલધારીઓએ પોતાના પશુઓ સાથે લઈને સાવરકુંડલા પ્રાંત કલેક્ટર અને મામલતદાર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.
પશુપાલકો પશુઓને લઈ મામલતદાર કચેરીમાં પહોંચ્યા
પશુપાલકોએ ગૌચર જમીન પરના દબાણ દૂર કરી, પશુઓ માટે ચરાણની વ્યવસ્થા કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. જોકે, મામલતદાર કચેરીના દરવાજા બંધ કરીને પશુઓને અંદર પ્રવેશવા દેવામાં ન આવ્યા. સરપંચ સહિતના માલધારીઓએ ગૌચર જમીન ખુલ્લી કરવા અને દબાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
કલેક્ટરે શું કહ્યું ?
પ્રાંત કલેક્ટર ઝેડ. વી. પટેલે જણાવ્યું કે, પંચાયત અધિનિયમ હેઠળ સરપંચને દબાણ દૂર કરવાની સત્તા છે. ગામમાં ત્રણ વર્ષથી વહીવટદાર શાસન હતું, અને હવે સરપંચને બે મહિનાનો સમય થયો છે. તેમણે DLR (ડિરેક્ટોરેટ ઓફ લેન્ડ રેકોર્ડ્સ) દ્વારા જમીનની માપણી કરાવી, દબાણ સામે કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી.
ગૌચર જમીન ખુલ્લી કરવાની માંગ
પશુપાલકોની આજીવિકા તેમના પશુઓ પર નિર્ભર હોવાથી, ગૌચર જમીન ખુલ્લી કરવાની માંગ આ માલધારીઓ માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગઈ છે. આ મુદ્દે તંત્ર દ્વારા ઝડપી અને કડક પગલાં લેવાની અપેક્ષા રાખવામાં આવે છે.
આ પણ વાંચો:
PM Modi news: ‘_ _ _ ‘ બનાવવામાં માસ્ટર સાહેબે મોબાઈલ એપ બનાવી!
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ
J.J. Mevada: BJP નેતાની 300 કરોડની સંપતિ જપ્ત થશે, AAPમાંથી ભાજપમાં ગયા પણ મેળ ના પડ્યો!
MP News: નિવૃત્તિના પૈસા માટે પૂર્વ DSP નો પુત્ર છાતી પર ચઢી ગયો, પત્ની દોરડું લાવી અને પછી…