
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે સામાજિક કાર્યકર્તાએ અર્ધનગ્ન અવસ્થામાં કલેક્ટર કચેરીએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર ખનન મામલે કલેકટરને લેખિત ફરિયાદ કરીને 7 દિવસમાં પગલાં ભરવાની માંગણી કરી છે. જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સામાજિક કાર્યકાર નાથાલાલ સુખડીયાએ ઉચ્ચારી છે. આજે કલેકટર કચેરીએ પહોંચી કાછડિયા સામે ભ્રષ્ટાચારના આરોપ સાથે રજૂઆત કરી છે. કલેકટર કચેરીની સામે અર્ધનગ્ન અવસ્થામાં નાથાલાલ સુખડીયાએ નારાઓ લગાવી ન્યાયની માગ કરી છે. સુખડીયાએ કાછડિયાને જૂઠ્ઠા નેતા ગણાવ્યા છે.
નારણ કાછડિયાએ તેમના બંગલા નજીક ગૌચરની જમીનમાં દબાણ કર્યું છે. જેથી ત્યાનું દબાણ દૂર કરવામાં આવે તેવી માગ કરી છે. ખનન અને રોડ બનાવવામાં પણ ભ્રષ્ટાચારનો આચર્યો હોવાનો પણ આરોપ છે.
અમરેલીના નકલી લેટર કાંડ બાદ ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે વિરોધનો શૂર ઉઠ્યો છે. નાથાલાલ સુખડીયા સાથે ઓળીયા ગામના સરપંચ સહિતના ખેડૂતો જોડાયા છે. અમરેલી નકલી લેટર કાંડના મૂળિયાંમાં પૂર્વ સાંસદ કાછડીયા હોવાનો નાથાલાલ સુખડીયાનો આક્ષેપ છે.
નાથાલાલ સુખડીયા (સામાજિક કાર્યકર દેવભૂમિ દેવળીયા)એ શું કહ્યું?
નરેશ દેવાણી (સરપંચ, ઓળીયા)
આ પણ જુઓઃ
આ પણ વાંચોઃ AHMEDABAD: રોકાણ નામે વૃધ્ધ પાસે 59 લાખની છેતરપીંડી, પોલીસે શું કહ્યું?








