Amreli: શાળામાં બ્લેડથી 40થી વધુ બાળકોએ હાથ-પગની નસો કાપવાના પ્રયત્ન કર્યા, શિક્ષકો શું કરતા હતા?

Amreli: બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ-પગની નશો કાપવાના પ્રયત્નો કર્યાના અહેવાલ છે.   આ ઘટના  સામે આવ્યા બાદ વાલીઓ અને લોકોમાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. સાથે સાથે શાળા તંત્ર પણ ભીંસમાં આવ્યુ છે.    આ ઘટના બની ત્યારે શિક્ષકો ક્યા હતા તે પણ સવાલ છે. હાલ તો બાળકોએ કરેલી હરકત મામલે સ્થાનિક પોલીસને જાણ કરી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં 4 દિવસ પૂર્વે શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં ધારદાર બ્લેડ મારી ઈજાઓ પહોંચાડી હતી. આ તમામ વિદ્યાર્થીઓ ધો. 5, 6 અને 7 માં છે. વિદ્યાર્થીઓને પૂછતાં જણાવ્યું હતુ અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે. લોકો વીડિયો ગેમની લતની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. જો કે તપાસનો  વિષય છે કે બાળકોએ વીડિયો ગેમ જોઈ આ પગલું ભર્યું છે કે બીજું કંઈ છે? કારણ કે વિદ્યાર્થીઓએ વાગેલા ઘાથી એકપણ વિદ્યાર્થીઓને લોહીં નીકળ્યું નથી. આ ઘટના પાછળ સ્થાનિક રાજકારણ તો નથી રમાઈ રહ્યું ને? તેવા સવાલો ઉભા થાય છે.

આ ઘટના અંગે આચાર્યએ પણ આ ઘટનાનો અધ્ધતાલ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમારી જવાબદારી નથી. તપાસ કરાવીશ. જો કે આટલી મોટી સંખ્યામાં બાળકો પોતાની જાતને ઈજાઓ પહોંચીડી રહ્યા હતા ત્યારે શિક્ષકો શું કરી રહ્યા હતા?  તેને સવાલો ઉભા થયા છે. હાલ બગસરા પીઆઈ દ્વારા સીસીટીવી અને  શિક્ષકો અને બાળકોની પૂછપરછ કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

શિક્ષણ અધિકારીએ શું કહ્યું?

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કિશોર મીયાણી  કહ્યું કે આ ઘટનામાં  8થી 10 બાળકો સામેલ છે. ઘટના કયા સંજોગોમાં બની, બાળકોને આવી પ્રેરણા ક્યા થી મળી તે તપાસનો વિષય છે.
જો કોઈ કસુરવાર જણાશે તો પગલા લેવાશે.

આ પણ વાંચોઃ બેંકમાં થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતાં પત્રકારની ધરપકડ | Assam journalist arrest

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોની સચિવાલયનો ઘેરાવ કરવા જતાં અટકાયત!, મહિલાઓના કપડાં ફાટ્યા, લોહી વહ્યું! (VIDEO)

આ પણ વાંચોઃ સિનિયર એડવોકેટ મહેમૂદ પ્રાચા દ્વારા મોટો ખુલાસો!, જસ્ટિસ વર્મા કેસ કૌભાંડમાં પડદા પાછળની રમતને સમજો | Justice Verma case

આ પણ વાંચોઃ સરકાર પર દબાણ આવ્યા બાદ કલાકારોનું સન્માન! આને સન્માન કે અપમાન કહેવાય? | Honoring Gujarati artists

 

 

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”