
Anand Crime News: આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના એક યુવકે મુંબઈની યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી ગયો છે. પિડિત મહિલાએ મુંબઈના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળી રહ્યું છે. બોરસદના ઢુંઢાકુવામાં રહેતા પ્રિયાંક ઉર્ફે જય નગીન ગોરીયા મુંબઈની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેની સાથે શરીર સંબંધ પણ બાધ્યા હતા. તેણે યુવતી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી હતી. જો કે અંતે યુવક ફરી ગયો હતો. તેને નગ્ન ફોટા પાડી લીધા હતા, તે વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો. જેથી યુવતી મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાવ્યા બાદ વિક્રોલી પોલીસ બોરસદ આવી પહોંચી હતી. ત્યારબાદ બોરસદ પોલીસની મદદ લઈ આરોપીનું ઘર શોધી કાઢ્યું હતુ. યુવકને તેના ઘરેથી દબોચી લીધો હતો અને મુંબઈ લઈ જવાયો હતો.
જોકે યુવક યુવતીના સંપર્કમાં કેવી રીતે આવ્યો તે જાણવા મળ્યું નથી. યુવકની પૂછપરછમાં ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ, કહ્યું મહાભારત કોઈ લેખકે લખેલી દંતકથા
આ પણ વાંચોઃ ભાજપના રાજમાં મદદ કરવા માટે પણ પરવાનગી લેવી પડશે; ફ્રિમાં RTE ફોર્મ ભરતા કેમ્પને બંધ કરાવ્યું
આ પણ વાંચોઃ SURAT: રિહર્સલમાં સાયકલ લઈને છોકરો આડે આવતાં પોલીસે માર માર્યો