ભાજપના રાજમાં મદદ કરવા માટે પણ પરવાનગી લેવી પડશે; ફ્રિમાં RTE ફોર્મ ભરતા કેમ્પને બંધ કરાવ્યું

  • ભાજપના રાજમાં મદદ કરવા માટે પણ પરવાનગી લેવી પડશે; ફ્રિમાં RTE ફોર્મ ભરતા કેમ્પને બંધ કરાવ્યું

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓેએ રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ બાળકોના માતા-પિતાને ફ્રિમાં ફોર્મ ભરવા મદદ કરવા માટે કેમ્પ લગાવ્યો હતો. જોકે, આ કાર્યકર્તાઓ પોતાનું કામ કરી શક્યા નહતા. સુરતના અમરોલી વિસ્તારમાં RTEના ફોર્મ ભરવા માટે ખોલવામાં આવેલા કેમ્પને ગણતરીની મીનિટોમાં જ બંધ કરી દેવામાં આવ્યું હતું.

આ કેમ્પ બંધ કેમ કરી દેવામાં આવ્યું, તેના વિશે એએમસી અધિકારીએ એક જ રટ ચાલું રાખી હતી કે તમે પરવાનગી લીધી નથી. હવે મદદ કરવા માટે પણ પરવાનગી લેવાની બોલો? ભાજપના રાજમાં અન્ય પાર્ટીના નેતાઓ મદદ કરવા માટે કેમ્પ પણ લગાવી શકતા નથી. ભાજપ ડરેલી પાર્ટી હોય તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે તે દરેક નાની-મોટી વાતોથી ડરેલી હોય તેવું દેખાઈ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2025ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે.

શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ચાલો જાણીએ કે તેના માટે કોણ અરજી કરી શકે છે.

આ ફૉર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની (Documents required for application of RTE Gujarat) જરૂર હોય છે. જે અંગે તમામ માતા-પિતા જાણતા હોતા નથી. તેથી વાલીઓેને મદદ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સુરતના અમરોલીમાં એક કેમ્પ શરૂ કર્યું હતું. જેમાં વાલીઓને ફ્રિમાં ફોર્મ ભરી આપવાની કામગીરી કરવામાં આવી રહી હતી.

જો કે, હવે બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરતી કાર્યવાહી પણ એસએમસી જોઈ શકી નહતી. ફ્રિમાં ફોર્મ ભરી આપવા માટે બનાવેલ કેમ્પના તમામ સામાનને પોતાના ટ્રકમાં આવીને ભરી લેવામાં આવ્યું અને કેમ્પને બંધ કરાવી દીધું હતું. આ દરમિયાન એએમસી અધિકારીએ પરવાનગી ન લીધી હોવાનું રટણ ચાલું કર્યું હતું. તો બીજી તરફ આપ કાર્યકર્તાઓ દ્વારા એસએમસી અધિકારીને બીજેપીનો એજન્ટ ગણાવ્યો હતો.

ગુજરાતમાં સત્તાધારીઓના નેજાહેઠળ અધિકારીઓનો ખુબ જ દુરૂપયોગ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટપણ દેખાઈ રહ્યું છે. દેશના નાગરિકને અન્ય નાગરિક મદદ કરે છે પરંતુ તે અન્ય પાર્ટી કે અન્ય રાજકીય વિચારધારા સાથે જોડાયેલો હોય તો તેને પોતાનું યોગ્ય કામ પણ કરવા દેવામાં આવતું નથી, તે શું દર્શાવે છે. આપણે લોકશાહીને ગુમાવી બેસ્યા છીએ. આપણે એક સમરમુખ્યારશાહીમાં આવી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો- Gujarat Politics: રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન, વર્ષોથી મડદુ થઈ પડેલી કોંગ્રેસ શું કરવા માગે છે?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 4 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત