ભગવાન આવશે તો હું તેમનું પણ સાંભળીશ નહીં કેમ કે ‘હું ભગવાન કરતાં વધુ જાણું છું !’

  • ભગવાન આવશે તો હું તેમનું સાંભળીશ નહીં કેમ કે ‘હું ભગવાન કરતાં વધુ જાણું છું !’

રમેશ સવાણી; પૂર્વ આઈપીએસ: ગુજરાતમાં સંપ્રદાયોના વડા/ કથાકારો/ પ્રગટ બ્રહ્મસ્વરુપોની પોલ ખોલવા કરસનદાસ મૂળજીની જરુર છે. કેમકે તેમની કથની અને કરણીમાં જમીન આસમાનનો તફાવત હોય છે. માયા છોડવાના ઉપદેશો આપનાર ખુદ માયામાં ગળાડૂબ હોય છે ! સદાચાર/ સંસ્કૃતિના ઉપદેશો આપનાર હત્યા કરાવતા હોય છે. બળાત્કાર, જારકર્મ અને સૃષ્ટિક્રમ વિરુદ્ધના કૃત્યો કરતા હોય છે. ભગવા/ સફેદ કપડામાં રાક્ષસ છૂપાયેલો હોય છે ! પોતાના પાખંડ છૂપાવવા ભક્તિ/ ધર્મ/ ઈશ્વરનો ઉપયોગ કરતા હોય છે !

અમેરિકન પત્રકાર Be Scofield-બી સ્કોફિલ્ડે કરસનદાસ મૂળજીની જેમ ઝૂંબેશ ઉપાડી છે. તેણે ‘The Guru Magazine’ની સ્થાપના કરી છે. બી સ્કોફિલ્ડે 4 માર્ચ 2025ના રોજ, સદગુરુ જગ્ગી વાસુદેવને બરાબર દિગમ્બર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર સદગુરુના 40 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તેમના પુસ્તકોની લાખો નકલો વેચાઈ છે. યુટ્યુબ પર તેમના લગભગ 4 અબજ વ્યૂઝ છે. વડાપ્રધાન/ ગૃહમંત્રી સદગુરુના આશ્રમમાં જઈને સદગુરુના આશીર્વાદ મેળવે છે. આવા સદગુરુને ઉઘાડા પાડવામાં ગજબની હિંમત જોઈએ.

‘ગુરુ મેગેઝિન’ Investigating Cults & Gurus-સંપ્રદાય અને ગુરુઓની તપાસ કરે છે અને તેના કરતૂતોના અહેવાલ પ્રસિદ્ધ કરે છે. She is cutting off the head of the snake of various cults-તે વિવિધ સંપ્રદાયોના સાપનું માથું કાપી રહી છે ! સંપ્રદાય-ગુરુઓનો પર્દાફાશ કરે છે. ચાર વર્ષમાં 2 મિલિયનથી વધુ વ્યૂઝ તેમને મળ્યા છે. તેમના પર્દાફાશ લેખોના કારણે 250,000/- ડોલરનો દાવો કરવામાં આવ્યો છે. તેને હત્યાની ધમકીઓ મળી છે. તે વિચરતી વ્યક્તિની જેમ પ્રવાસ કરે છે, ઘણી વખત બેઘર હોય છે. campervanમાં રહે છે. તે એક ગહન સત્ય શોધે છે : the dark hides in the light-અંધારું પ્રકાશમાં છુપાયેલું છે !

બી સ્કોફિલ્ડના અહેવાલને ટૂંકમાં જોઈએ : [1] સદગુરુની શાળાના એક શિક્ષકે ખુલાસો કર્યો છે કે તેઓ દીક્ષા સમારંભ દરમિયાન નાની છોકરીઓને અર્ધનગ્ન રહેવા માટે મજબૂર કરતા હતા અને તેમની પીઠને સ્પર્શ કરતા હતા.

[2] સદગુરુએ 2010 માં તેમના હરીફ ગુરુ નિત્યાનંદની હત્યા માટે સંગમ પાંડેને કહ્યું હતું. બાદમાં સંગમ પાંડે તથા તેની પત્નીના રહસ્યમય મોત થઈ ગયા !

[3] સદગુરના મુખ્ય એકાઉન્ટન્ટ દિલીપ રાજરત્નમ સદગુરુની નાણાકીય ગેરરીતિઓ જાણતા હતા. અને તે આશ્રમ છોડવા માંગતા હતા. પરંતુ તેનું રહસ્યમય મોત થયું !

[4] સદગુરુ દીક્ષા વિધિ દરમિયાન પુરુષ અને સ્ત્રી સાધુઓને નગ્ન રહેવાની ફરજ પાડે છે.

[5] સદગુરુ પોતાને પ્રબુદ્ધ ગુરુ-enlightened master અને સંપૂર્ણ વિશ્વ શિક્ષક-perfect world teacher માને છે.

[6] એક ડઝનથી વધુ ભૂતપૂર્વ વરિષ્ઠ સ્ટાફ સભ્યો અને પૂર્વ ભક્તો સદગુરુની ગેરવર્તણૂક અંગે બોલી રહ્યા છે.

[7] સદગુરુના પત્ની વિજ્જીનું શંકાસ્પદ મોત 23 જાન્યુઆરી, 1997 ના રોજ થયું. સદગુરુએ કહ્યું કે વિજ્જીનું મોત મહાસમાધિના કારણે થયું હતું. વિજ્જીના માતાપિતાને મોતની ખબર પડતાં જ કહ્યું કે ‘અમે કલાકોમાં પહોંચી જઈશું.’ સદગુરુ જાણતા હતા કે પોતાના સસરા-સાસુ રસ્તામાં છે, છતાં તેઓ સવારે 8 વાગ્યે પહોંચ્યા તે પહેલાં સવારે 6:30 વાગ્યે સદગુરુએ પત્નીના શરીરને અગ્નિદાહ આપી બાળી નાખ્યું ! તેથી સદગુરુના સાસુ-સસરા બહુ જ નારાજ હતા. શંકા કરવાનું કારણ એ છે કે જો મહાસમાધિમાં મૃત્યુ થાય તો તે વ્યક્તિને દફનાવવામાં આવે છે, અગ્નિસંસ્કાર અપાતા નથી ! પરંતુ સદગુરુએ પુરાવાનો નાશ કર્યો. વિજ્જીના પિતાએ જણાવ્યું હતું કે સદગુરુ આશ્રમમાં અન્ય મહિલાઓ સાથે અફેર કરી રહ્યા હતા ! તેના કારણે સદગુરુ અને વિજ્જી વચ્ચે ઝઘડા થતાં હતાં.

[8] પૂર્વ ભક્ત રેબેકા કહે છે : સદગુરુ મને વિવિધ વાંધાજનક પરિસ્થિતિઓમાં ફસાવી રહ્યા હતા. ‘પવિત્ર પ્રક્રિયા’ છે તેમ કહીને મને મારું બ્લાઉઝ કાઢવાનું કહ્યું. શરીર ‘માત્ર એક સાધન’ છે, અને ઉર્જા સંચારને સરળ બનાવવા માટે મારી કમરની આસપાસ બાંધવા માટે એક પવિત્ર દોરો આપવામાં આવ્યો ! હું તેની સામે ટોપલેસ હતી. કુંડલિનીને જાગૃત કરવા સદગુરુ એક પછી એક સત્રો ગોઠવતા, પછી તે પગની માલિશ, પીઠની માલિશ અથવા તેના માટે સ્નાન કરાવવા માટે કહેતા. મેં આ પેટર્ન વારંવાર જોઈ છે. વિવિધ તાંત્રિક પ્રક્રિયાઓ કરવા માટે કહેવામાં આવતું. જેમાં ઓરલ સેક્સનો સમાવેશ થતો હતો. આ બધું એટલા માટે કરવામાં આવ્યું હતું કે હું ‘મારી ગ્રહણશક્તિ સુધારી’ શકું અને માનવ ચેતનાને વધારવામાં મદદ કરી શકું.

[9] સદગુરુએ મહિલાઓને મંદિરમાં હસ્તમૈથુન કરવા સૂચના આપેલ. મહિલાઓને તે કેવી રીતે કરવું તે ઓલિવિયા શીખવી રહી હતી. ત્યારે સદગુરુએ કહેલ કે ‘હું તમારી સાથે છું, તે તમારી આંગળીઓ નથી !’ એવી સૂચના હતી કે they would save the ‘juices’ and would put them on the Linga Bhairavi idol-તેઓ ‘રસ’ બચાવશે અને મંદિરમાં લિંગ ભૈરવી મૂર્તિ પર અર્પણ કરશે.

[10] ડાયના કહે છે કે સદગુરુએ મારું જાતીય શોષણ કરેલ. ટેનેસી આશ્રમના એક રૂમમાં તે સદગુરુને મળી હતી. સદગુરુએ મને કંઈક પીવાનું કહ્યું, મને સ્નાન કરવાનું કહ્યું, લાલ સાડી પહેરવાનું કહ્યું. ત્યારબાદ હું બેભાન થઈ ગઈ. જ્યારે હું જાગી ત્યારે હું રૂમની બાજુના પલંગમાં હતી. મારા પર બળાત્કાર થયો હતો.

[11] ત્રણ મહિલાઓએ કહ્યું કે ‘અનાધિ વિધિ ’ નામની દીક્ષામાં અર્ધનગ્ન રહેવું પડતું. સદગુરુ કરોડરજ્જુ પર હાથ ફેરવતા. સદગુરુએ કહ્યું હતું કે ‘American women spread their legs easy-અમેરિકન મહિલાઓ સરળતાથી પગ ફેલાવે છે !’

[12] સદગુરુએ લાખો લોકોના મફત શ્રમનો ઉપયોગ કરીને પોતાના સંપ્રદાયનું સામ્રાજ્ય બનાવ્યું. ઇશા ફાઉન્ડેશન પાસે 4,600 પૂર્ણ-સમયના પગાર વગરના સ્વયંસેવકો અને 9 મિલિયન પાર્ટ-ટાઇમ સ્વયંસેવકો છે; જે તેમના વ્યવસાયો અને પ્રોજેક્ટ્સમાં કામ કરે છે. સદગુરુએ ભક્તોને કહેલ કે જો તેઓ આશ્રમ માટે કામ કરશે તો તેઓ વિશ્વને બચાવશે ! મફત અને ચૂકવણી વગરની મજૂરીથી દર વર્ષે કરોડોનો નફો થાય છે. ઈશા ફાઉન્ડેશન US અનુસાર, 2023 માં 48 મિલિયન ડોલરની આવક થઈ હતી, જેમાં ફક્ત 17 મિલિયન ખર્ચ હતો અને 30 મિલિયન US ડોલરથી વધુનો ચોખ્ખો નફો થયો હતો. તેમની કુલ સંપત્તિ 154 મિલિયન છે. બીજા દેશોના આશ્રમોની આવક અને સંપત્તિ અલગ ! 2024માં, સદગુરુએ તેમના પગના ફોટા 36 યુએસ ડોલરમાં વેચવાનું શરૂ કર્યા પછી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી. તેઓ પર્યાવરણને અનુકૂળ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ અને કી ચેઇનથી લઈને અંધારામાં ચમકતા શિવ ટી-શર્ટ, પવિત્ર રાખ અને ઘરેણાં સુધી બધું વેચે છે. ઈશા ફાઉન્ડેશનનું નામ ‘પનામા પેપર્સ મની લોન્ડરિંગ’માં હતું.

[13] સદગુરુ પોતાને પર્યાવરણવાદી તરીકે પ્રમોટ કરે છે અને ભૂમિ અને પાણી બચાવવા અને વૃક્ષો વાવવા માટે ઝૂંબેશ કરે છે. જો કે, તેમણે ભારતમાં ગેરકાયદેસર રીતે પરમિટ વિના તેમનું 150 એકરનું આધ્યાત્મિક સામ્રાજ્ય બનાવ્યું છે. તેમણે સંવેદનશીલ હાથી કોરિડોર પર બાંધકામ કર્યું છે.

[14] વડાપ્રધાન મોદીની પોતાના આશ્રમમાં પધરામણી કરાવવા સદ્ગુરુએ વિશાળ આદિયોગીની પ્રતિમા બનાવી !

[15] સદગુરુના પ્રબુદ્ધ yogic wisdomના પુરાવા જોઈએ : જોડિયા બાળકો ધરાવતી માતાના દરેક સ્તનમાંથી અલગ અલગ પ્રકારનું દૂધ ઉત્પન્ન થાય છે ! ચંદ્રગ્રહણ દરમિયાન ખોરાક ખાવાથી શરીરની ઉર્જાનો ક્ષય થાય છે ! વિચારો અથવા સ્પર્શ દ્વારા પાણીની પરમાણુ રચના બદલી શકાય છે ! જો ભગવાન આવશે તો હું તેમનું સાંભળીશ નહીં કારણ કે હું તેમના કરતાં વધુ જાણું છું !

આ પણ વાંચો- ભાજપના રાજમાં મદદ કરવા માટે પણ પરવાનગી લેવી પડશે; ફ્રિમાં RTE ફોર્મ ભરતા કેમ્પને બંધ કરાવ્યું

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 2 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 3 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 8 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 7 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 11 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત