ભરૂચમાં વધુ એક શરમજનક ઘટના: 72 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ

  • Gujarat
  • December 24, 2024
  • 0 Comments

આમોદ, ભરૂચ: નિર્ભયાના મોત બાદ રાજ્યમાંથી વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ઝઘડિયામાં દુષ્કર્મ કેસના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં ભરૂચમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આમોદ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. ગુજરાતની નિર્ભયાનું દર્દ હજું ભૂલાયું નથી ત્યાં તો આમોદમાં વૃદ્ધા ઉપર દુષ્કર્મનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, અગાઉ પણ આ જ નરાધમે વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ગુજરાતની નિર્ભયાના મૃત્યુ બાદ વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. આમોદમાં વૃદ્ધા સાથે દુષ્કર્મના મામલે ગુનો નોંધીને આમોદ પોલીસે તપાસ હાથ ધરી છે. આમોદ તાલુકામાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવી ચુકેલા નરાધમે ફરીથી એ જ ગુનો આચરતા ભરૂચ જિલ્લા SP સહિત LCB અને SOG ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. માહિતી અનુસાર, આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધ પર 35 વર્ષના નરાધમે 15 અને 22 ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું.

માહિતી અનુસાર, આ નરાધમે લગભગ દોઢ વર્ષ પહેલા પણ આ જ વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા આરોપી જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો અને તેણે વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. આ ખૂબ જ શરમજનક બાબત છે. હાલ આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી દુષ્કર્મના ફરાર આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને SOG ની ટીમ પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. ત્યારે હજુ કેટલી મહિલાઓ અને દીકરીઓ નરાધમોની માનસિક વિકૃતિનો ભોગ બનશે તેવા સવાલ ઉઠી રહ્યા છે.

Related Posts

Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક
  • August 27, 2026

Rajkumar Jat Case: ગોંડલમાં વર્ષોથી સ્થાયી થયેલા મૂળ રાજસ્થાની પરિવારના યુવાન રાજકુમાર જાટના રહસ્યમય મોતના કેસમાં હવે તપાસ અને કોર્ટની કાર્યવાહી વચ્ચે નવો વળાંક આવ્યો છે. રાજકુમાર UPSCની તૈયારી કરતો…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?

  • August 28, 2026
  • 3 views
World Humanoid Robot Games: 2,000 રોબોટ્સ! ચાઇના પહેલેથી જ ભવિષ્યમાં — ઇન્ડિયા હજુ ક્યાં ઊભું છે?

MPSC Drug Inspector Paper Leak: MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી રદ થતાં મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલ

  • August 28, 2026
  • 6 views
MPSC Drug Inspector Paper Leak: MPSC ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી રદ થતાં મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી ગંભીર સવાલ

Haldwani Purification Controversy: ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદ, મહેન્દ્ર ભટ્ટના નિવેદનથી ભાજપમાં મતભેદની ચર્ચા

  • August 28, 2026
  • 4 views
Haldwani Purification Controversy: ખડગેની રેલી બાદ ‘શુદ્ધિકરણ’ વિવાદ, મહેન્દ્ર ભટ્ટના નિવેદનથી ભાજપમાં મતભેદની ચર્ચા

Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક

  • August 27, 2026
  • 4 views
Rajkumar Jat Case: પોલીસ તપાસ, પરિવારના આક્ષેપો અને કોર્ટમાં રજૂ થયેલા CCTV અને SIT રિપોર્ટથી કેસમાં નવો વળાંક

Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

  • August 27, 2026
  • 6 views
Junagadh Ashram Shala Scam: જૂનાગઢની આશ્રમશાળામાં 75 ‘બોગસ’ વિદ્યાર્થીઓનો આરોપ, યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા ગંભીર સવાલો

Arvind Kejriwal: ગુજરાત વિરુદ્ધ પંજાબની શિક્ષણ વ્યવસ્થા, કેજરીવાલે BJPને આપી 1000 શાળાઓની તપાસની ચેલેન્જ

  • August 27, 2026
  • 18 views
Arvind Kejriwal: ગુજરાત વિરુદ્ધ પંજાબની શિક્ષણ વ્યવસ્થા, કેજરીવાલે BJPને આપી 1000 શાળાઓની તપાસની ચેલેન્જ